Book Title: Vishva Kalyanni Vate Author(s): Gunvant Barvalia Publisher: Ashok Prakashan Mandir View full book textPage 9
________________ વિશ્વકલ્યાણની વાટે કામ વિશ્વકલ્યાણની વાટે અર્થ સર્યો નહીં એટલે પોતાના અંદરના નકારાત્મક ભાવો નેગેટિવિટીને કાઢવા જમીન પર પગ ઘસી ઘસીને ધૂળ ઉડાડે છે.” સમાજ અને સમુદાયમાં પણ કેટલાક લોકો એવા હોય છે જેને સારું જોઈને હસતાં નહીં ભસતાં જ આવતું હોય છે, જ્યારે પોતાનું કંઈ ચાલે નહીં ત્યારે બીજા પર ધૂળ ઉડાડવાનો પ્રયત્ન કરતા હોય છે. બીજાની નવ્વાણું સારી વાતને એપ્રિશિયેટ ન કરતા એની એક ભૂલની નવ્વાણું વાર ટીકા કરવી તેવા નકારાત્મક ભાવોવાળા રાજકારણ, સમાજ કે ધર્મક્ષેત્રના કહેવાતા આગેવાન કે ઠેકેદારો જ હોય છે. આ નેગેટિવિટીથી અનુપ્રેક્ષા ચિંતનની ચાર પરાભાવનામાંથી જીવનમાં પ્રમોદભાવનાનો લોપ થયા કરે છે અને ક્યારેક તો એવું લાગે છે કે આવા માણસોને કૂતરા સાથે સરખાવીએ તો કૂતરા જેવા વફાદાર પ્રાણીનું પણ અપમાન જ ગણાય ને ! કથાનકો : આપણી અમૂલ્ય સંપદા જગતભરમાં કથાસાહિત્યનું સ્થાન અદ્વિતીય અને અનુપમ છે. कहा-बंधे त णस्थि जयम्मि जं कह वि चुक्का कुवलयमाला જગતમાં એવો કોઈ પદાર્થ નથી જેને કથારચનામાં સ્થાન મળ્યું ન હોય. પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્રજા વસે છે તેમાં ભણેલા, કુશાગ્ર બુદ્ધિવાળા અલ્પ છે કે જે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મ, યોગ, પ્રમાણશાસ્ત્ર જેવા ગહન અને તાત્ત્વિક વિષયોમાં રસ લઈ ઊંડા ઊતરી શકે. આથી તેઓને સ-રસ અને સમજ પડે તેવા અને તે સમજ દ્વારા જીવનનો રસ માણી શકાય તેવા સાહિત્યની અપેક્ષા છે. આથી આપણા પૂર્વ ઋષિમુનિઓએ વિપુલ પ્રમાણમાં કથાઓ દ્વારા તેમની અપેક્ષાને પૂર્ણ રીતે સંતોષી છે. તેઓના સપ્તરંગી મેઘધનુષ્યની વિવિધતા અને ભાતીગળ મનોરંજનથી ભર્યું કથાસાહિત્ય આપણી જાતની સૂધબૂધ વિસરાવી કથારસના અલૌકિક પ્રદેશમાં દોરી જાય છે. વિશ્વનાં કોઈ પણ ધર્મ-દર્શન, શિક્ષણ કે સમાજના ક્ષેત્રમાં સિદ્ધાંતો કે નિયમો સમજાવવા કે જે તે ક્ષેત્રના સહેતુ બર લાવવા પ્રેરકબળ તરક કથાનકોનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવામાં આવ્યો છે, જેમાં જીવનમાં ઘટિત થયેલા પ્રેરક પ્રસંગો, ઉપનય કથાઓ, દગંતકથાઓનો સમાવેશ કરવામાં આવે છે. સમાજના વિવિધ વર્ગમાં સદાચારનું ચિંતન કરવા માટે, વિવિધ જાતિ, સંપ્રદાય કે ધર્મના લોકોને ધર્માભિમુખ કરવા માટે વિવિધ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં 10Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75