Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ વિશ્વકલ્યાણની વાટે કામ વિશ્વકલ્યાણની વાટે એને ઢાંકવાથી-છૂપાવી દેવાથી એ અન્યને પણ દેખાતાં નથી તેથી આપણો દંભ વધે છે. આપણા દોષો ગુણાંક્ની ગતિએ વધે છે, લે છે, ફાલે છે. એક દોષ અનેક દોષોને જન્મ આપે છે. જેમ ઢાકેલા એક બીજમાંથી અનેક બીજ ઉત્પન્ન થાય છે તેમ. આપણે આપણાં ગુણો, દાન કે સુકૃત્યો ગુપ્ત રાખતાં નથી. તેની વાત બધાને કરીએ છીએ, એ કામની જાહેરાતો કરીએ છીએ, તેને ખુલ્લો મૂકીએ છીએ જેથી તે ફલતાં-ફાલતાં નથી. એકમાંથી અનેકનું સર્જન થતું નથી, કારણકે આત્મશ્લાઘામાં ઊડી જાય, વાહવાહમાં વહી જાય, અહંકારમાં ઓગળી જાય. જેને ઢાંકવાં જોઈએ, જેને ગુપ્ત રાખવાં જોઈએ તેને આપણે ખુલ્લાં રાખીએ છીએ, જાહેર કરીએ છીએ અને જેને જાહેર કરવાં જોઈએ તેને આપણે ઢાંકીએ છીએ, ગુપ્ત રાખીએ છીએ. આ અંગે આપણે ચિંતન કરી આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે. આપણા દોષો ખુલ્લા રાખવાથી તેનો એકરાર કરવાની સરળતા રહે છે. નિર્દોષ, પવિત્ર શિખર પર જવાનું પવિત્ર પગથિયું એટલે નિજદોષનો એકરાર, સ્વદોષનો સ્વીકાર. આ ક્રિયામાં સૌથી પહેલાં ચિત્તમાંનો અહંકાર ઓગળશે, આંખમાંથી કરુણાની ગંગા વહેશે, પશ્ચાત્તાપનું પાવન ઝરણું વહેશે. આ સ્થિતિએ પહોંચ્યા પછી આપણને કોઈ આપણો દોષ બતાવશે તો તેના પર ક્રોધ નહીં આવે, દ્વેષ નહીં થાય, પરંતુ આપણને થશે કે આપણા દોષના ભાવ ઉદયમાં આવ્યા તે સમયે તેણે અંગુલીનિર્દેશ કર્યો. આમ મને તેણે જાગૃત કર્યો તે બદલ હું તેનો ઉપકાર માનીશ. આપણે સહચિંતન કરીએ, “હું મારા ગુણોને ઢાંકી સગુણોને ગુણક ગતિએ વધારીશ, દોષદર્શન કરી પ્રતિક્રમણના ભાવ જગાડી દોષમુક્તિની યાત્રા તરફ પ્રયાણ કરીશ.' આવા માણસ થઈને શું લાભ? | મુનિ શ્રી સંતબાલજીના અંતેવાસી મણિભાઈ પટેલ વિહારયાત્રામાં મુનિશ્રી સાથે જ હોય. ઘણી વાર વિહારયાત્રાની વિશિષ્ટ પ્રસંગની વાત કરતા. મુનિશ્રી સાથે એ થાણા જિલ્લાના એક ગામડામાં વિહાર કરી રહ્યા હતા. એક ગામમાં તેમનો નિવાસ રામ મંદિરમાં હતો. ગામ માંસાહારી હતું, પરંતુ એક સંતના પ્રતાપે કેટલાંક ટુંબો શાકાહારી બન્યાં, એટલું જ નહિ, સંસ્કારી પણ બન્યાં. એવા એક ભાઈ મહાજશ્રીના સંપર્કમાં આવ્યા. તેમણે કહ્યું, “મહારાજશ્રી ! મારે ત્યાં દૂધ લેવા પધારશો ?" મહારાજશ્રીએ કહ્યું, દૂધ જ નહિ, ભિક્ષા પણ લઈશ. અમે અહિંસામાં માનનારા છીએ. અમારે નાતજાતનો ભેદ નથી, પણ જે ઘરમાં એક પણ માણસ માંસાહાર, ઇંડા સુધ્ધાં ન ખાતો હોય તેના ઘરેથી ભિક્ષા લઈ શકાય. અમે બધા જ શાકાહારી છીએ. પછી તો પરિચય વધ્યો. વાતવાતમાં પોતે શાકાહારી કેવી રીતે બન્યા ? તેની વિગત કહી. એમણે કહ્યું : એકવાર એક સાધુબુવા આવેલા. હું તેમની કથામાં ગયો. તેમણે એક ધનગર (ભરવાડ)નું દૃષ્ટાંત આપ્યું. ધનગર ઘણાં ઘેટાં રાખતો હતો. તે તેમને ચરાવવા જંગલમાં લઈ જતો. ત્યાં એક (લોંગ્ય) વરુ રોજ આવતું અને ઘણાં ઘેટાં મારતું હતું. ધનગરને ખૂબ જ ચિંતા થતી, પણ ઉપાય મળતો નહોતો. એક દહહો તેણે લોંગ્યને (વરુને) કહ્યું કે તું પશુ છે, હું માણસ છું, માણસને કેવી મજા ! રાંધીને ખાવાનું, પીવાનું, રહેવાનું બધું જ મળે, ધારે તો મોક્ષ પણ મળી જાય ! - ૧૬ ૧૫

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75