Book Title: Vishva Kalyanni Vate Author(s): Gunvant Barvalia Publisher: Ashok Prakashan Mandir View full book textPage 8
________________ વિશ્વકલ્યાણની વાટે પિતાજીની આજ્ઞાથી આ કામ થઈ જશે. બાદશાહે પૂછ્યું, પિતાજીની ઉંમર કેટલી ? નવ્વાણું વર્ષમાં અઢી મહિના બાકી, ખેમાએ કહ્યું. બાદશાહે પૂછયું, આપની ઉંમર ? ૭૭ વર્ષ, ખેમાએ જવાબ દીધો. બાદશાહ કહે છે, તમારા જેવા પાક ઈનસાનને ખુદા પૂરી ઉમર આપે. હું આપને બક્ષિસ આપું છું, આ હાર શેઠના ગળામાં પહેરાવો અને એક ગામ, હાથી-ઘોડા ને નગદ રૂપિયા ઇનામ આપો. પછી મહાજન સામે જોઈને બાદશાહ કહે છે, “પહેલો શાહ વાણિયો અને બીજો શાહ બાદશાહ”. મહાજન બહાર આવીને પ્રસન્નતાથી ‘જિન શાસન કી જાય'' બોલે છે. આવા શ્રેષ્ઠીઓએ અપરિગ્રહી બની જિન શાસનના નામને ઇતિહાસમાં ઉજાગર કર્યું છે. સાથે જ ખેમાએ ધન-ધાન્ય એકઠું કર્યું, પણ એ પરિગ્રહમાં આસક્તિ ન હતી, તેથી પરિગ્રહના પહાડમાં તિરાડ પાડી દાનની ભાગીરથી-ગંગા વહાવી. ‘દાન એ જ આપણી સંપત્તિનો સાચો રક્ષક છે. ખેમાએ પરોપકારનાં કાર્યોમાં ધનધાન્ય વાપરી સાચા અર્થમાં અપરિગ્રહી બની પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી. ૩ વિશ્વકલ્યાણની વાટે સમાજનું કડવું સત્ય ઃ પ્રમોદભાવનાનો કોપ : સમગ્ર સૃષ્ટિને અંધકારના બાહુપાશમાંથી મુક્ત કરવા ભાણદેવ પધારી ગયા હતા. ઉષાની લાલીમાસહ દેદીપ્યમાન કિરણો વાતાવરણને ચેતનવંતું બનાવી રહ્યાં હતાં. પંખીઓનો કલશોર અને કૂકડાઓની બાંગ પ્રભાતના આગમનની છડી પોકારી રહ્યાં હતાં... આવા રમ્ય વાતાવરણમાં પાવિહાર કરી સંતો એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા. સંતે ગ્રામવિહારમાં કૌતૂક જોયું. એકાદ ગામ નજીક પહોંચ્યા. ત્યાં એક શ્વાન દૂરથી ભસતો આવ્યો. વાયુમંડળની પ્રસન્નતા છિન્ન-ભિન્ન થતાં સંતોના સમુદાયમાં નાના સંતને ડર લાગ્યો. વડીલ સંતની પાસે જઈ પોતાના ડરની વાત કહી. સંતે મધુર સ્મિત સાથે કહ્યું, “તેના ગામની સીમામાં છીએ એટલે આવું વર્તન કરે છે, હમણાં ચાલ્યો જશે.' થોડી વાર એ શ્વાન ભસતોભસતો પાછળ આવ્યો. સંતોનો સમુદાય તો પોતાની દિશામાં આગળ વધી રહ્યો હતો. થોડી વાર ભસતાભસતા પાછળ આવેલું કૂતરું પોતાનું કાંઈ ચાલ્યું નથી તેમ માની પાછળ ઊભું રહી ગયું. નાના સંતે પાછળ ફરીને જોયું. કૂતરું પોતાના પગ જમીન પર વારંવાર ઘસતા ધૂળ ઉડાડતું હતું. નાના સંતે વડીલ સંતને પૂછ્યું, “ગુરુદેવ, એ કેમ પગ ઘસી ધૂળ ઉડાડે છે ?’’ ત્યારે વડીલ સંતે માર્મિક જવાબ આપ્યો, “તેનું કાંઈ ચાલ્યું નથી. ભસવાનો ८Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75