Book Title: Vishva Kalyanni Vate Author(s): Gunvant Barvalia Publisher: Ashok Prakashan Mandir View full book textPage 6
________________ વિશ્વકલ્યાણની વાટે કામ ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠઃ દાનની પરાકાષ્ટા વિશ્વકલ્યાણની વાટે દેરે બસ્સો ઘંટ પડયા છે. માણસો ચોરીને ઘંટ ભંગારમાં વેંચી દે છે. રાખવાની જગ્યાના અભાવે પૂજારી પણ ઘંટ વેંચી દે છે. આને બદલે તમે જે ધર્માદા દવાખાનામાં લાભ લીધો તે દવાખાનાના ટ્રસ્ટને રૂ. ૧૫૧ દાનમાં દો તો તમારા જેવા જરૂરિયાતવાળાના ઉપયોગમાં જ એ રકમ વપરાશે. તમે કહેતા હતા ને આ દવાખાનામાં દાન દેનારે પુણ્યના ગંજ ખડક્યા, તો તમે પણ યથાશક્તિ આપી પુણ્ય કમાઈ લો, મેં કહ્યું. ધરમ-કરમ તો કરવો જ જોઈએ ને, નહીં તો દેવ ના કોપે ? નાનો બોલ્યો. સામે મુક્તિધામમાં સર્વધર્મનાં દેવ-દેવીઓની સુંદર મૂર્તિઓ છે. ત્યાં જઈ ભાવપૂર્વક છોકરાને દર્શન કરાવો અને તમે બધા પણ દર્શન કરો. મંદિરના ભંડારમાં રૂા. ૧૫૧નું દાન કરો. શ્રદ્ધાપૂર્વકનાં દેવદર્શન તમારા પરિવારનું જરૂર કલ્યાણ કરશે. આમ કરવાથી તમે દેવું કરવામાંથી પણ બચશો અને છોકરો મુસાફરીથી બચી ઘરે આરામ કરી શકશે. મેં આત્મીયભાવે બન્ને ભાઈઓને કહ્યું. આ ભાઈની વાત સાચી છે, દાદીએ કહ્યું. બધા સંમત થયા. નાનો કહે, હું હૉસ્પિટલમાં જઈ આઠસો એકાવનની પાવતી ફડાવીને આવું છું. તમે સૌ મંદિર તરફ ચાલો. દર્શન કરીને પછી જ ગામને ઘરે જઈએ. મોટા ભાઈએ ચાલો ત્યારે, રામરામ કરી સ્મિત કર્યું તે ક્ષણે મને પ્રસન્નતા અને સંતોષની લાગણી થઈ. મિત્ર પટેલે ઘટનાની વાત પૂરી કરતાં મારા મનમાં ચિંતનની ચિનગારી ચાંપી. સંતો અને લોકશિક્ષકો સમાજના એક મોટા વર્ગને અંધશ્રદ્ધામાંથી બચાવી શકે. આવા એક મોટા વર્ગનો પૈસો અને સમય બાધા, આખડી, દોરા, ધાગા, ભૂવા, ડાકલા પાછળ વ્યર્થ ખર્ચાતો બચે અને એ સમય અને નાનકડી પણ વિશાળ સંપત્તિનો પ્રવાહ દાન દ્વારા શિક્ષણની સંસ્થાઓ, વિદ્યાલયો, આરોગ્યની સંસ્થાઓ, હૉસ્પિટલો પ્રતિ વળે તો એ બધું મળીને કેટલું મોટું કામ થઈ શકે. નહિ તો વેઠિયા ઘંટી ચાટે ને પૂજારીને મલીદા જેવો ઘાટ થાય. સમ્યક શ્રદ્ધા જ ધર્મનો પાયો છે અને તે જ સ્વ-પર કલ્યાણનું કારણ બની શકે. અનાવૃષ્ટિને કારણે ગુજરાતના સમગ્ર સોરઠ વિસ્તારમાં દુષ્કાળના ઓળા ઊતરી આવ્યા. માનવીઓ માટે અનાજ-પાણીની તંગી અને પશુઓ માટે ઘાસચારો મળવો મુશ્કેલ બન્યો. - સોરઠ-ગુજરાતમાં ત્યારે મોહમદ બેગડો સુલતાન હતો. તેણે જૈન વણિકોને બંબભટ દ્વારા કહેવડાવ્યું કે, તમે પરોપકારનાં કાર્યો કરો છો. ભાટ-બારોટે અમને કહ્યું છે કે, ૧૩૧૫ના ભયંકર દુકાળમાં તમારા પૂર્વજોમાંના એક જગડુશા થઈ ગયા. તેણે દુકાળમાં અન્ન-ચારો-પાણી પૂરાં પાડી લાખોને બચાવ્યા. તેથી જ તમને ‘શાહના ઈલકાબથી નવાજમાં આવે છે. તમે એક વર્ષ સુધી લોકોને અનાજ પૂરું પાડો, નહીં તો ‘શાહ' પદવી પાછી લઈ લેવામાં આવશે. મને એક મહિનામાં ચોક્કસ જવાબ જોઈએ. ચાંપશી શેઠની હાજરીમાં ચાંપાનેરમાં વણિક મહાજનને બંબભટે વાત કરી તેથી ચાંપશી મહેતા, સારંગ મહેતા, તેજો શાહ, લાલજીકાકા અને વીરદાસકાકા આમ પાંચે ગામેગામ ફરીને દુષ્કાળ માટે ટીપ લખવાનું શરૂ કર્યું. ચાંપાનેરમાં ચાર મહિના, પાટણ દ્વારા બે મહિના અને ધોળકાના મહાજને દસ દિવસના બંદોબસ્તની ટીપ લખાવી. હવે મહાજને ધોળકાથી ધંધુકા તરફ પ્રયાણ કર્યું. વચ્ચે હડાળા ગામમાંથી પસાર થતા હતા ત્યાં સાંધેલા સાદા કપડામાં એક માણસે વિનંતી કરી કે, મહાજન,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 75