Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ વિશ્વકલ્યાણની વાટે સમ્યક્ શ્રદ્ધા : સ્વ-પર કલ્યાણકારી મિત્રોમાં ચર્ચા ચાલતી હતી, શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાની. સાચી શ્રદ્ધા માનવીને તારે, અશ્રદ્ધા જીવનને જડતા તરફ લઈ જાય, અંધશ્રદ્ધા ડૂબાડે. અંધશ્રદ્ધા વ્યક્તિગત જીવનમાં નૈતિક અધ:પતન કરાવે. આધ્યાત્મિક પ્રગતિ જ ન થાય, કારણ મિથ્યાત્વમાંથી જરીક પણ પગ બહાર ન કાઢી શકે. અંધશ્રદ્ધા સમાજ માટે કેટલી નુકસાનકારક છે તે સંદર્ભમાં મિત્રે એક રસપ્રદ જ નહિ, ચિંતનપ્રેરક વાત કરી. થોડા દિવસ પહેલાં એક અનાથાલયની મુલાકાતે જવા માટે અમે કેટલાક મિત્રોએ એક સ્થળે મળવાનું નક્કી કર્યું. સર્વધર્મ મંદિર મુક્તિધામ-નાસિક અને વિવિધલક્ષી મહારષ્ણાલય - હૉપિટલ બન્ને વચ્ચેના સંકુલમાં આવેલ બગીચાની એક બેંચ પર બેસીને હું મિત્રોની રાહ જોતો હતો. એવામાં હૉસ્પિટલ બાજુથી પાંચેક વ્યક્તિ આવી બાજુમાં નજીકમાં જ બેઠી. બે પુરુષો, બે સ્ત્રી અને એક ૧૮ વર્ષનો છોકરો. વાતચીત પરથી જાણ્યું કે બે પુરુષો પિત્રાઈ ભાઈઓ હતા. તેમાંના એક ભાઈનો ૧૮ વર્ષનો યુવાન પુત્ર હૉસ્પિટલમાંથી સાજો થઈને ઠ્ઠી મળતાં જ બીમારીમાંથી મુક્ત થયો હતો. એક સ્ત્રી તે યુવાનની માતા અને બીજી દાદી હતી. આ હૉસ્પિટલ બનાવનાર સૌ ધન્યવાદને પાત્ર છે. જેણે જેણે આમાં દાન આપ્યું છે તેણે તો પુણ્યના ગંજ ખડકી દીધા છે." છોકરાના પિતા બોલ્યા. આ કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ સાંભળી બીજા ભાઈએ કહ્યું કે, “તારી વાત સાચી છે. આપણે પહેલાવહેલા છોકરાને ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયા હતા તો તેણે આઠ હજાર ખર્ચ આવશે તેમ કહેલું. આટલા રૂપિયા આપણે ગરીબ માણસ ક્યાંથી લાવીએ. સારું થયું કે આપણે આ વિવિધલક્ષી હૉસ્પિટલમાં આવ્યા. દસ દિવસે છોકરો સાજો થયો અને આ ધર્માદા દવાખાનાનું બિલ તો પંદરસો રૂપિયા જ આવ્યું.' દાક્તર તો દેવ જેવા ને આ નર્સ તો દયાળુ પરી જેવી. છોકરાની ઊભેપગે ચાકરી કરી. ભગવાન એનું ભલું કરે ! માજીએ અંતરના આશીર્વાદ આપ્યા. આપણું કામ સારી રીતે પાર પડી ગયું તો માતાજીના મઢે જઈને જ ગામને ઘરે જઈએ, મોટો ભાઈ બોલ્યો. નાનો કહે, માતાજીની જગ્યાએ જવાનો કેટલો ખર્ચ થશે ? નાળિયેર, પૂજાપો, ચૂંદડી, ફૂલમાળ, પૂજારી અને પ્રસાદના થઈને વધામણાના સાડી ચારસો જેવા ને દોઢસો ટિકિટના ગણો તો છસ્સો રૂપિયા ખરચ થાય. મારી પાસે ત્રણસો-સવા ત્રણસો સિલક છે. ત્રણસો તારે ઉછીના આપવા પડશે. મોટાએ બજેટ રજૂ કર્યું. રસ્તામાં ઘંટાળીમાની દેરીએ એક ઘંટ પણ ચડાવતા જઈએ. દોઢસો વધુ થાશે. હું સાડા ચારસો ઉછીના આપીશ. સગવડે પાછા આલજે. દવાખાનાનું બિલ વધુ આવ્યું હોત તો ભરવું જ પડત ને. માના પરતાપે તો સૌ સારાં વાનાં થયાં. નાનાએ ટાપશી પૂરી. આમાં તો આખો દિવસ ભાંગી જશે, છોકરાની માએ કહ્યું. તે તારે ક્યાં આજે જ હળે જતવા જવું છે ? છોકરાના બાપે કહ્યું. છોકરો માંડ પથારીમાંથી ઊભો થયો છે. દાક્તરે હજુ આઠ દી પરેજી પાળવાની અને ઘરની બહાર નહીં નીકળવાનું કહ્યું છે. છોકરાને હજી નબળાઈ બહુ છે. આ દેવી-દેરાનાં વધમણાંનું પછી રાખો તો સારું ભાઈ, દાદીએ વ્યથા રજૂ કરી. આ સાંભળી હું બોલ્યો ભાઈઓ તમારો ક્યાં રે'વું? સાંભળી મોટો ભાઈ કહે, સાપુતારા બાજુને ગામડે રહીએ છીએ. છોકરાને દવાખાને દાખલ કર્યો'તો, આજ છુઠ્ઠી દીધી. હવે ઘરે જાવું છે, પણ જાતા પેલા છોકરાને માતાજીને પગે લગાડતા જાવું છે. તમે આ ધર્માર્થ દવાખાનું બનાવનાર દાનવીરો અને ડૉક્ટરનાં વખાણ કર્યા તે સાંભળ્યું, તમે એની કદર કરી તે મને ગમ્યું, પણ તમે દેવું કરી ઉછીના-ઉધાર લઈ માતાજીનાં વધામણાં કરવા જવાનો વિચાર કરો છો તે કેટલું યોગ્ય ? ઘંટાળીમાના - ૧

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 75