Book Title: Vishva Kalyanni Vate Author(s): Gunvant Barvalia Publisher: Ashok Prakashan Mandir View full book textPage 3
________________ નિવેદન પરમ ઉપકારી સંતોની અધ્યાત્મસભર સંતવાણી, સ્વાધ્યાય, પ્રવચન, આદિ સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો ત્યાર પછી હૃદયમાં ઉઠેલા ભાવોને કલમ દ્વારા ચિંતન-મનનરૂપે રજૂ કરવાનો અવસર મળ્યો. કોઈ મર્મપર્શી પ્રસંગ વાચવામાં આવ્યો અને પછીના વિચારમંથન દ્વારા કંઈક લખવાની પ્રેરણા મળી, આમ આ લખાણોની શૃંખલા રચાણી.. આ બધાં લખાણો મારી સાધના કે વિદ્વત્તાભર્યા જ્ઞાનથી લખોલાં નથી. આ લખાણો સંતસમાગમ અને વિદ્વત્તવર્યોના સંબંધોની નીપજ છે. વિદ્વત્તજનો ને ગ્રુભગવંતોનાં પ્રવચનો સાંભળીને અને સ્વાધ્યાય દ્વારા જે કંઈ જાણ્યું તેને મારી રીતે આ લેખો દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મારાં નિજ સંવેદનોનું આલેખન થયેલું જણાશે. પ્રસ્તુત ગ્રંથમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયક મારા લેખો ગ્રંથસ્થ કર્યા છે, તે છેલ્લાં પંદરેક વર્ષ દરમિયાન લખાયેલા છે. આ બધાં લખાણો ‘મુંબઈ સમાચાર', 'જન્મભૂમિ', 'કાઠિયાવાડ જેન’, ‘જૈન પ્રકાશ', ‘જાગૃતિ સંદેશ', ‘જૈન સૌરભ', 'ધર્મધારા', ‘શાસન પ્રગતિ’, ‘વડલો વિહાર', 'પ્રબુદ્ધ જીવન’ ‘દિવ્ય ધ્વનિ', વગેરે વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થયેલા છે. તે સર્વે તંત્રી અને સંપાદક મહાશયોનો આભાર. આ લખાણોની પ્રેરણા માટે અનેક ગુરુભગવંતો અને સતીઓ મારાં ઉપકારી છે. સાધુ-સંતોની સેવા-વૈયાવચ્ચે ભક્તિભાવપૂર્વક કરી રહ્યાં છે એવાં સરળ હૃદયા, ધર્મવત્સલા અને શ્રાવક શ્રેષ્ઠી સુશ્રી સરલાબહેન અને કુમુદભાઈ મહેતા (મુંબઈ)ને વિનમ્રભાવે .... ' (III) - - -(IV) - - -Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 75