________________
લતા ૧]
પૂર્વવર્તી કવન-કુ’જ
૧૩
*
પાનાથ, સંભવનાથ, ધમનાથ, અભિનન્દનનાથ, ૨ બર’ પાશ્વ નાથ, ૐન્યુનાથ, અજિતનાથ અને ચિન્તામણિ પાર્શ્વનાથ.
આ ૧૧ તીર્થંકામાંથી કેટલાકના ચેવીસીની અપેક્ષાએ ક્રમાંક, ક્રેટલાકની માતાનું તો કેટલાકના પિતાનું નામ તે! કાઇ કોઇનું લાંછન જણાવેલ છે.
તેરમી કડીમાં રાનેર (રાંદેર)નાં ત્રણુ જિનમદિરના એકેક મૂળ નાયક તરીકે નેમિનાથ, શામળાજી અને ઋષભદેવને ઉલ્લેખ કરી વડસાલ (વલસાડ)માં જીરાલા મહાવીરસ્વામી, ધણુદીવિ (દેવી)માં ચિન્તામણિ (પાર્શ્વનાથ), નવસારીમાં પાર્શ્વ નાથ અને હાંસાટમાં ભગવઈ દેવને વંદન કરાયુ છે.
આમ અહીં સુરતનાં જિનાલયાને પ્રાધાન્ય અપાયું હાઇ પ્રસ્તુત કૃતિના નામકરણમાં એને સ્થાન અપાયું છે. અતિમ કડીમાં આ કૃતિ “સસિકલા–વસુ-નિધિ” એટલે કે વિ.સ'. ૧૬૮૯માં રચાયાનું કહ્યું છે,
કર્તાએ ‘સૂરત' માટે સૂરતિપુર અને સૂરતિબદિર શબ્દ વાપર્યા છે. છઠ્ઠી કડીમાં ‘તિવલ' શબ્દ છે. આ વાઘવાચક શબ્દ વિષે પ્રાચીન ફાગુ–સંગ્રહ (પૃ. ૨૬૨)માં નીચે મુજબ ઉલ્લેખ છેઃ
:
“તિવક ન. ‘ઢોલક’ ૨૭–૧૨ [અર. તખ્ત કે તખ્તહ; સરખાવા અર્વાચીન ગુજરાતી તખલું. જૂની ગુજ.માં અન્યત્ર પણ આ શબ્દને પ્રયાગ છે. *તિવિલાં ઝાલર ભેરુ ક્રડિ ક ંસલાં વાજઇ-સપ્તક્ષેત્રી રાસુ', કડી ૫૦]
૧ આ પ્રતિમા અહીંના ફ્રાઈ પણ જિનાલચમાં મૂળ નાયક તરીકે જણાતી નથી. ૨ આખરવાડામાં હવાનું કહ્યું છે. એસવાલ મહુાલ્લામાં ‘ઉમરવાડી’ પાર્શ્વનાથનું જિનમંદિર છે.
૩ આ તીર્થંકરના નામની એક પ્રતિમા રાંદેરમાં આદીશ્વરનાં જે એ જિનાલયે છે તે પૈકી મેઢામાં ગભારામાં મૂળ નાયકની પાસે છે,
૪ આથી કોણ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org