________________
વિનય-સૌરભ
[ લતા ૮
લતા ૮: લેકઝકાર
( વિ. સં. ૧૭૦૮ ] આ સંસ્કૃતમાં પ્રાયઃ ૩પદ્યમાં રચાયેલે અને “વસુ-ખ-અશ્વઇન્દુ' અર્થાત વિ. સં. ૧૭૦૮માં વૈશાખ સુદ પાંચમે છર્ણદુર્ગપુર (જુનાગઢ)માં પૂર્ણ કરાયેલ કેંગ્રન્થ છે. એના મુખ્ય ચાર વિભાગ કરાયા છેઃ (૧) દ્રવ્ય-લેક, (૨) ક્ષેત્ર–લેક, (૩) કોલલેક અને (૪) ભાવલેક. એમાં અનુક્રમે ૧૧, ૧૬, ૮ અને ૧ સર્ગ છે. ૩૭ મે–અંતિમ સર્ગ અનુક્રમણિકાને જ છે. ત્યાર બાદ ૪૧ પદ્યની પ્રશસ્તિ છે. આ સમગ્ર ગ્રંથનું સંશોધન ઉત્તરાયણના ટીકાકાર વાચક ભાવવિજયે તેમ જ જિનવિજયગણિએ કર્યું છે.
વિષય-દ્રવ્ય-લોકમાં અનુબંધચતુષ્ટયના ઉલ્લેખપૂર્વક નિગ્નલિખિત બાબતે ઉપર પ્રકાશ પડાય છે -
અંગુલના પ્રકારે, જન, રજુ (રાજ), કાળના માપરૂપ પલ્યોપમ અને સાગરોપમ, ગુણાકાર, ભાગાકાર, સંખ્યાના સંખ્યાત, અસંખ્યાત અને અનંત એ ત્રણ પ્રકાર અને એના ઉપપ્રકારે, લેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ૧ આ સમગ્ર ગ્રંથ હીરાલાલ હંસરાજે ઇ. સ. ૧૯૧૦ માં પ્રસિદ્ધ કર્યો હતે.
ત્યાર બાદ આ “દે. લા. જે. પુ. સંથા” તરફથી ચાર વિભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૭માં છપાવાય છે. એ વિભાગેમાં અનુક્રમે સર્ગ ૧-૧૧, ૧૨-૧૭, ૨૮-૩૩ અને ૩૪-૩૭ તેમ જ
પ્રશસ્તિ છે. ૨ આની વિ. સં. ૧૭૧૬માં લખાયેલી એક હાથપોથી “ભાંડારકર પ્રાચ વિદ્યાસંધનમંદિરમાં છે અને વિ. સં. ૧૭૩૩ની સચિત્ર હાથથી
સુરતના “મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર”માં છે. ૩ આની સંખ્યા ૧૫૫૪૯ ની છે. જુઓ શાં. સુ. (ભા. ૧, પૃ. ૮૮). ૪ આનું પરિમાણ ૨૦૬૨૧ શ્લેક જેવડું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org