________________
લતા ૩૧]
ઉત્તરવસ્તી કવન-કુંજ
વીર જિનેસર પ્રભુમય, શાસનનાયક સિદ્ધિઉપાય, ગુણઠાણ અનુગતિ આચાર, કહિસ્ય શાસ્ત્ર તણે અનુસાર.” વિજયદેવસૂરિપટ્ટહાકરણ શ્રીવિજયપ્રભસૂરિ “તપગછરાજા, શ્રીવિજય રત્નસૂરી તાસ પટ પ્રગટીયા, લહી જસવાસ સભાગ તાજા-૬ જગતગુરુ હીરગુરુ શિષ્ય ગુણરયણનિધિ, કીર્તિવરવિજય ઉવઝાયરાયા સીસ તસવિનય ઉવઝાય ઈમ ભક્તિસું, ભણીય ગુણઠાણ શ્રી વીર ગાયા-૭૩”
આ ઉપરથી જોઈ શકાશે કે વિજયદેવસૂરિના પટ્ટાલંકાર વિજયપ્રભસૂરિની પાટે વિજયરત્નસૂરિ થયા બાદ આ કૃતિ ૭૩ કડીની રચાઈ છે. આ કૃતિમાં કર્તાએ પિતાને ઉવઝાય' કહ્યા છે.
લતા ૩૧: જિનેવીસી
(વિ. સં. ૧૭૨૫ના અરસામાં) વિનયવિજયગણિએ અષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસે તીર્થકરે પૈકી પ્રત્યેકને અંગે એાછામાં ઓછું એકેક સ્તવન, અને તેમાં પણ કાષભદેવને, સુપાર્શ્વનાથને તેમ જ પાર્શ્વનાથને અંગે બબ્બે અને નેમિનાથને ઉદ્દેશીને ત્રણ એમ એકંદર ૨૯ સ્તવને ગુજરાતીમાં ત્રણથી સાત કડી જેવડાં રચ્યાં છે. ત્રણ ત્રણ કડીવાળાં સ્તવને ૧-૧૦, ૧૪, ૧૬ અને ૨૩ ક્રમાંકવાળા તીર્થકરોને લક્ષીને, ચચ્ચાર કડીનાં ૧, ૭, ૧૮ અને ૨૩ ક્રમાંકવાળા માટે અને પાંચ પાંચ કડીનાં ૧૧-૧૩, ૧૫, ૧૭, ૧૮, ૨૦, ૨૧ અને ૨૪ ક્રમાંકવાળાને અગે છે. છ કડીનું એક અને સાત સાત કડીનાં બે સ્તવને નેમિનાથને ઉદ્દેશીને રચાયાં છે. આમ આ ૨૮ સ્તવનો છે અને એમાં એકંદર ૧૨૦ કડી છે. ૧ આને અંગે ૨૯ સ્તવને “વીશિ તથા વીશિ સંગ્રહ” નામનું જે પુસ્તક
પ્રેમચંદ કેવલદાસે ઈ. સ. ૧૮૭૯માં છપાવ્યું છે તેમાં પૂ. ૬૨-૭૬માં અપાયાં છે, જ્યારે એ બધાં સ્તવને “૧૧૫૧ સ્તવનમંજૂષામાં તીર્થંકરદીઠ કટકે કટકે અપાયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org