Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander

View full book text
Previous | Next

Page 127
________________ વિનય-સૌરભ લિતા ૪૦ ૩૬મામાં પરમ પુરુષનું સ્વરૂપ વર્ણવાયું છે. એમને અટલ, અમૂર્ત, અગોચર, વર્ણનાતીત, પરમ વલ્લભ, એક, અનેક, અસંખ્ય, અનંગથી રહિત, ત્રિભુવનને અદ્વિતીય સ્વામી, સર્વને સુખદ, અનંત સુખવાળા, અવિનાશી અને અલક્ષ્ય કહ્યા છે. ૩૭મામાં માયાને “મહાગારી' કહી છે. એને વિવિધ રૂપો ધર્યા છે. કોને ઘેર એ ક્યા સ્વરૂપે છે તે બાબત દર્શાવતાં કહ્યું છે કે, કેશવને ઘેર કમલા, શંભુને ઘેર ભવાની, બ્રહ્માને ઘેર સાવિત્રી, ઇન્દ્રને ઘેર ઇન્દ્રાણી, પંડિતને ઘેર પોથી, તીર્થિકને ત્યાં પાણી, ગીને ઘેર ભભૂતિ અને રાજાને ઘેર રાણી એમ “માયા બહુરૂપિણ છે. ઘણાંખરાં પદમાં કર્તાએ અંતમાં “વિનય એટલો જ ઉલ્લેખ કર્યો છે. રરમા, ૨૬મા અને ૨૮મા પદમાં પોતાના ગુરુના નામને પણ નિર્દેશ છે. ૨૬મા પદમાં પિતાનું આખું નામ “ઉવઝાય” પદવી સહિત આપેલું છે. મૂલ્યાંકન-નયકણિકા (પૃ. ૫૩)માં મે. દ. દેશાઈએ નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે? - ખરું કાવ્યત્વ અને હદયઉર્મિઓનું પ્રકટીકરણ આ વિનયવિલાસ)માંથી જ મળી આવે છે.” ઉદ્ધરણ–૧હિલી સૈન સાહિત્ય , સંક્ષિપ્ત તિઢા (પૃ ૧૫૩)માં દિગંબર વિદ્વાન કામતાપ્રસાદ જેને વિનયવિલાસની નેંધ લેતાં “ફની ના અછી હૈ g g૬ વિવે” એમ કહી “ઘોરા જૂઠા હૈ”વાળું વીસમું પદ ઉદ્દત કર્યું છે. ૧ આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૭માં છપાવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156