________________
લતા ૨૪]
મધ્યવતી કવન-કુંજ
૭૩
એકેક નયના સે તેમ જ સાત સે ભેદ, “શબ્દ' નયમાં સમભિરૂઢ અને એવંભૂતને અંતર્ભાવ કરતાં પાંચ ને અને એના પાંચ સે ભેદ તેમ જ સર્વ ન દ્વારા જેનાગમનું સેવન એ બાબતે પણ સંક્ષેપમાં રજૂ કરાઈ છે. - રચનાવર્ષ– આ કૃતિ દીપ” (“દીવ) બંદરમાં વિજયદેવરિની તેમ જ ગુરુ વિજયસિંહ(સૂરિ)ની તુષ્ટિ અથે રચાઈ છે. વિજયસિંહસૂરિ વિ. સં. ૧૭૦૯માં સ્વર્ગે સિધાવ્યા એ હિસાબે પ્રસ્તુત કૃતિ એ વર્ષમાં તે રચાઈ જ ગયેલી ગણાય. જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૨૦૩)માં રચના વર્ષ તરીકે વિ. સં. ૧૭૦ ને ઉલેખ છે, પણ એ માટે હજી સુધી તે કઈ પ્રમાણુ મને મળ્યું નથી. શાં. સ. (ભા. ૨, પૃ. ૧૦૦)માં વિ. સં. ૧૭૦૧ના અરસામાં રચાયાનું અનુમાન કરાયું છે. 1 ટીકા –વૃદ્ધિવિજયજીના શિષ્ય પં. ગંભીરવિજયજીએ આ ટીકા સંસ્કૃતમાં ગદ્યમાં રચી છે.
અનુવાદ–નયકણિકાને ફિ. કે. લાલને તેમ જ મે. દ. દેશાઈએ મળીને ગુજરાતીમાં અનુવાદ અને વિવેચન કર્યા છે. આગળ ઉપર મો. દ. દેશાઈએ અંગ્રેજીમાં પણ તેમ કર્યું છે.
લતા ૨૪: વૃષભ-તીથપતિ-સ્તવન આ સંસ્કૃતમાં છે પદમાં રચાયેલું સ્તવન છે. એનાં પહેલાં પાંચ પદ્યો પ્રત્યેક ચરણના અંતિમ બે બે અક્ષરની પુનરાવૃત્તિથી “શંખલા ચમકથી અલંકૃત છે. એ પાચે પદ્યો પૈકી દરેકનાં ચાર ચરણે અનુક્રમે ૧૬, ૧૨, ૧૬ અને ૧૨ માત્રામાં રચાયેલાં છે. અંતિમ પદ્ય “શાર્દૂલ૧ આ કૃતિ “આ સ” દ્વારા ઈ. સ. ૧૯૨૯માં પ્રકાશિત અને મેં સંપાદિત કરેલી ચતુર્વિશતિકા (પૃ. ૮૩-૮૪)માં મારા ગુજરાતી ભાષાંતર સહિત છપાવાઈ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org