________________
રુપ
લતા ૧૦] ઉત્તરવત કવન-કુંજ
રાગ-કેસરીને ચાર પુત્રી અને ચાર પુત્રો છે. (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન (માયા) એમ ચાર પુત્રીનાં નામ દર્શાવી એ દરેકને અંગે એકેક ઉપમા અપાઈ છે. ચાર પુત્ર તે અનંતાનુબંધી લેભ ઇત્યાદિ છે. એના રંગો દર્શાવાયા છે.
શ્રેષ-ગજેન્દ્રને આઠ પુત્રો છેઃ (૧–૪) અનંતાનુબંધી વગેરે ચાર જાતના ક્રોધ અને (પ-૮) એ જ ચાર જાતનાં અભિમાન. એ આઠેનું ઉપમા દ્વારા રવરૂપ વર્ણવાયું છે. આમ મોહને નીચ કૂતરા જેવા સોળ પૌત્રે છે.
કામને પરિવાર–મોહને મદનરાય નામને ફોજદાર છે. એ મૂછાળાને પાંચ કુસુમનાં બાણ છે. રતિ અને પ્રીતિ નામે બે પત્ની છે. અને છ ઋતુઓ એની સેવા કરે છે. એ મદનરાયના–મન્મથના પ્રભાવે બ્રહ્મા, ઇન્દ્ર અને કૃષ્ણની અર્ધગતિ થઈ. એનાં ત્રણ રૂપ છેઃ નર, નપુંસક અને અનુપમ નારી. અરતિ, હાસ્ય, ભય, શેક, જુગુપ્સા અને રતિ એ છ સુભટ મૂછ મરડે છે.
રાગને વિષયાભિલાષ નામને મોટો મંત્રીશ્વર છે. પાંચે ઈન્દ્રિ એને આધીન છે. કૃણ, નીલ અને કાપત એ ત્રણ લેશ્યા તે ત્રણ સાહેલી છે. અસંખ્ય અશુભ પરિણામરૂપ સિપાઈએ યુદ્ધ કરે છે.
હારને તરછતા, ભયને હીનસત્વતા અને શેકને ભય-આરથા નામની એકેક પત્ની છે અને એ સ્ત્રીઓએ લોકોને નિલજ બનાવ્યા છે.
મેહ રાજાને હર્ષ અને વિષાદ એમ બે ચામરધાર છે; ઘનગર્વ ૧ આ સંબંધમાં જુઓ, મારે લેખ નામે કામ(દેવ), માર અને યુપિડ (Cupid). આ લેખ “ફાર્બસ ગુજરાતી સભા વૈમાસિક” (પુ. ૧૬, અં. ૩)માં છપાયે છે, “અનંગસ્વરૂપમ”નામનું મારું સંસ્કૃત કાવ્ય “આસવ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત અને મેં સંપાદિત કરેલી મતવિશતિ (પૃ. ૬૧-૬૨)માં છપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org