________________
લતા ૧૯]
ઉત્તરવરી કવન–કુંજ
ય
ધાતુઓ દર્શાવતી વેળા કવિરહસ્ય, ભટ્ટિકાવ્ય વગેરેના ઉલ્લેખ કરાયા છે. આ ઉપરાંત જૈનાગમેામાં પ્રસિદ્ધ ધાતુઓને પણ થાન અપાયું છે. આમ લૌકિકથી માંડીને જૈનાગમપ્રસિદ્ધ ધાતુઓના તેમ જ ગણુજ, નામજ અને સૂત્ર ધાતુના પણ પ્રયોગો દર્શાવાયા છે.
આ ‘આખ્યાત’ અધિકાર પૂર્ણ થતાં દ્વિતીય વૃત્તિ પૂરી થાય છે. ‘હૃદન્ત' પ્રક્રિયામાં ‘ાદિ’પ્રકરણના સમાવેશ કરાયા છે અને આ પ્રકરણમાં નામેાની વ્યુત્પત્તિ દર્શાવી અને સિદ્ધિ કરી એ નામેાના યથાશક્ય અર્થ જણાવાયા છે. ાદિ દ્વારા સિદ્ધ થયેલાં નામનાં લિંગ દર્શાવતી વેળા વિવિધ નામમાલાઓના પ્રણેતાઓના તરફેણના તેમ જ વિરુદ્ધના મત નોંધ્યા છે અને પ્રસંગવશાત્ અભિધાનનામમાલા અને અનેકા સંગ્રહના સાક્ષીરૂપે નિર્દેશ કરી ન્યાય અને પરિભાષાઓના ઉલ્લેખ કરાયો છે. સિદ્ધાન્તકૌમુદી વગેરેના ભિન્ન મત જણાવી સિદ્ધ પ્રયોગાના સાક્ષી તરીકે રઘુવંશ, શિશુપાલવધ, કિરાતાર્જુનીય અને નૈષધીયચરત વગેરેમાંથી અવતરણા અપાયાં છે. કર્તા, કર્મ અને અન્ય શીલાદિ અર્થાંમાં તે તે પ્રત્યયસિદ્ધ કૃદન્ત નામેાનુ રપષ્ટીકરણ કરાયું છે.
સત્તાવાચી અને અસંજ્ઞાવાચી નામેાની પ્રાયઃ વર્તમાનકાળ અને કવચિત્ ભૂતકાળના અંમાં સિદ્ધિ કરવા માટે ઉણુાદિ પ્રકરણનું વિવેચન કરાયું છે. એ કર્તાદિ કારામાં સિદ્ધ થાય છે. એમાં પહેલા પ્રત્યય ‘અ’ છે. ત્યાર બાદ ‘ક,બ' ઇત્યાદિ છે પછી અક, આક, ઇંક વગેરે તેમ જ ક' થી ‘ક્ષ' પર્યંતના પ્રત્યયોને ક્રમ દર્શાવાયા છે. એવી જ રીતે એલક, આતૃક વગેરે પ્રત્યયાને પણ વિચાર કરાયા છે. આમ ૧૦૦૬ સૂત્રેા દ્વારા ઉણુાદિ પ્રકરણનું વિવેચન કરાયું છે.
ભવિષ્ય કાળ અને ભાવસાધનને અંગેના પ્રત્યય દર્શાવાયા છે. એમ કરતી વેળા પરસ્પરના બાધ્ય—બાધક ભાવ સ્પષ્ટ કરાયા છે. સાથે સાથે તે તે સૂત્રના ગૂઢાર્થ નુ અને તે તે પારિભાષિક નામાના અર્થનું સ્પષ્ટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org