Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander

View full book text
Previous | Next

Page 94
________________ આવે અપાતાં એ લીએ એ એ શરી , પણ એના લતા ૨૦] ઉત્તરવતી કવન-કુંજ તેવી. આગળ ઉપર કેસંબી નગરીના ધવલ શેઠ ભરૂચમાં વેપારાર્થે આવે છે અને પછી અન્યત્ર જવા તૈયાર થાય છે. પણ એનાં પાંચ સો વહાણ ઉપડતાં નથી. એથી એ શીતરને પૂછવા જાય છે તે એ કહે છે કે એક દેવીએ એમ કર્યું છે. બત્રીસલક્ષણ પુરુષનું બલિદાન અપાતાં વહાણ ચલાવી શકાશે. એ ઉપરથી એ શેઠના ૧૦૦૦૦ સુભટો શ્રીપાલને પકડવા આવે છે પણ તેઓ ફાવતા નથી. ભરૂચના રાજાના સૈન્યની મદદ લઈ ધવલ શેઠ લડે છે, પણ એ યુદ્ધમાં હારી જાય છે. શ્રીપાલ શેડની વિનવણી થતાં વહાણ ઉપર ચઢી સિંહનાદ કરે છે એટલે અટકાવનારી દેવી નાસી જાય છે અને વહાણે ઊપડે છે અને શ્રીપાલ શેઠની વિનતિ અનુસાર એમાં સફર કરે છે. - બબર કુળ” આવતાં ઈશ્વનાથે લેકે ઊતરે છે. એવામાં ત્યાંના રાજા મહાકાલના માણસે બંદરદાણ માગવા આવે છે. તે શેઠ ન આપતાં એ રાજા આવી શેઠને મુશ્કેિરાટ બાંધે છે. એમાંથી મહાકાલને હરાવી શ્રીપાલ એને છેડેવે છે અને એના બદલામાં અઢી સો વહાણ શરત પ્રમાણે મેળવે છે. વિશેષમાં મહાકાલ પિતાની પુત્રી મદનસેન શ્રીપાલનું બળ જોઈ એને પરણાવે છે અને ૬૪ કુવાથંભીવાળું મહામૂલ્યશાળી જગ અને નવ નાટક આપી એનું સ્વાગત કરે છે. પછી બધાં પ્રયાણ કરી રત્નદીપે જાય છે અને શ્રીપાલ ત્યાંના રાજાના જિનાલયના દ્વાર કેમે કર્યા ઊઘડતાં ન હતાં તે ઊઘાડી એ મદનમંજૂષાને પરણે છે. એને વિદાય કરતી વેળા એનાં માતપિતા એને વિવિધ શીખામણ આપે છે. ૧ આ સંબંધમાં ખંડ ૨, ઢાલ ૨ પછીના દૂહામાં નીચે મુજબ ઉલ્લેખ છે – “એક જુગ વહાણ કિયું, કુઆર્થંભ જિહાં સટ્ટ કુવોથંભ સેળે સહિત, અવર જુગ અડસઠ્ઠ-૪ વડસફરી વાહણ ઘણું, બેડા બેગડ દ્રોણ; શિલ ખૂષ્પ આવર્ત ઇમ, ભેદ ગણે તસ કોણ?–પ ઈણ પેરે પ્રવહણ પાંચસે પૂર્યા વાસ્તવિશેષ” ૨ વહાણે ઉપાડવા પૂર્વે કેવી કેવી તૈયારી કણ કણ કરે છે તે વર્ણવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156