________________
વિનય-સૌરભ [ લતા ૨૦ છે. સમગ્ર રાસ ચાર ખંડમાં વિભક્ત છે. એ ખંડમાં અનુક્રમે ૧૧, ૮, ૮ અને ૧૩ ઢાલ છે, જ્યારે ગાથાની સંખ્યા ૨૮૨, ૨૭૬, ૧૯૦, ૧૧૮ અને ૩૮૪ છે. આમ કુલ્લે ૪૦ ઢાલ અને ૧૨૫૦ ગાથા છું. અંતમાં ૧૪ કડીને કલશ છે. શરૂઆતમાં ૭ દૂહા છે. પછી પહેલી ઢાલ છે. અંતિમ ઢાલ સિવાય દરેક ઢાલને અંતે દૂહા છે. રાસને પ્રારંભ ત્રીપાલ રાજાના વૃત્તાંતથી ન કરાતાં મયણાસુંદરીનાં અને એની સાવકી બેન સુરસુંદરીના શૈશવ, અભ્યાસ અને રાજસભામાં એની કરાયેલી પરીક્ષાથી કરાય છે.
પરીક્ષામાં બંને પુત્રીઓ ઉત્તીર્ણ થતાં એ બંનેને પિતા માળવાનો રાજા પ્રજાપાળ ગવિષ્ટ બને છે અને મયણાસુંદરી એને સવિનય સામને કરે છે. એથી એ રાજા ગુરસે થાય છે અને એ મયણાસુંદરીને “કમે કર્યો વિવાહ” એમ કહી કમને પક્ષ નહિ છોડનારી – આપકર્મી પુત્રીને શ્રીપાલ કે જેને સાત સે કાઢિયાઓએ પિતાને રાજા નામે ઉંબર બનાવ્યા હતું અને જે એ બધાના સંગથી કુઠી બન્યું હતું તેની સાથે પરણાવી દે છે. લગ્ન બાદ મયણાસુંદરી શ્રીપાલને લઈને જિનાલયે જઈ ગુરુ પાસે આવે છે અને નવપદ-સિદ્ધચક્રની આરાધનાની વિધિ શીખી તે પ્રમાણે બંને કરે છે એથી શ્રીપાલ વગેરે રોગમુક્ત બને છે. એવામાં મયણાસુંદરીની સાસુ કમલપ્રભા પણ ત્યાં આવે છે. આગળ જતાં મયણાની માતા રૂપસુંદરી વગેરે એકઠાં મળે છે અને કમલપ્રભા પિતાની નિમ્નલિખિત કરુણ કથની સંભળાવે છે ને આમ પહેલે ખંડ પૂર્ણ થાય છે –
મારા પતિ સિહરથ ચંપાનગરીના રાજા હતા. મેં કાલાંતરે પુત્રને જન્મ આપે ત્યારે ધામધૂમપૂર્વક મહોત્સવ કરાયું હતું અને એ પુત્રનું નામ શ્રીપાલ પડાયું હતું. એ પાંચ વર્ષને થતાં મારા પતિનું અવસાન થયું. શ્રીપાલને રાજગાદીએ બેસાડે. એવામાં પિરિયે અજિતસેન રાજ્ય લેવા તૈયાર થયે અને મારે પુત્રને લઈને નાસી છૂટવું પડ્યું, અને સાત સે કુષ્ઠીઓમાં આશ્રય લેવો પડ્યો.
શ્રીપાલ કાલાંતરે પરદેશ જાય છે અને માર્ગમાં એક વિદ્યાધર તરફથી એને બે ઔષધિ મળે છેઃ (૧) જલતરણ અને (૨) શસ્ત્ર ન લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org