________________
લતા ૧૦ ] ઉત્તરવર્તી કવન-કુંજ ૩૭ ચારિત્ર ધર્મને વડો વજીર છે, અને એ (જીવાદિ) સાત સ્વરૂપ મંદિરમાં રમે છે. એ મહેતાને શમ, સર્વેગ, અનુકંપા, આસ્થા અને ભવનિવેદ નામના પાંચ મિત્રો છે તેમ જ મૈત્રી, મુદિતા, કરુણું અને મધ્યસ્થતા એ ચાર સહિયરે છે. વળી મહેતાને ઘેર સુદષ્ટિ નામની પત્ની છે.
ચારિત્રધર્મને વિમલબોધ નામનો અતિચતુર મંત્રીશ્વર છે. એનાં પાંચ રૂપ છેઃ (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યવે અને (૫) કેવલ. એને અધિગતિ નામે પત્ની છે. ચારિત્રધર્મને સંતોષ નામને સેનાપતિ છે.
મોહ અને ચારિત્રધર્મ નૃપનાં સૈન્ય વચ્ચે સદા સંગ્રામ ખેલાય છે. એમાં કઈ વાર એક જીતે છે તો કોઈ વાર અન્ય. ઉત્કટકર્મના ઉપર મેહનું સામ્રાજ્ય રથપાય છે. કર્મ પરિણામ અનુકૂળ થતાં ભવરિથતિને અંત આવે. નિયતિ, કાળ અને સ્વભાવ મળે ઉદ્યમ સદ્ભાવ ઉત્પન્ન કરે.
એ પાંચે મળીને આત્માને નિર્મળ કરે એટલે ચેતન સજાગ બને અને પિતાની શુદ્ધ દશા અને સાથે સાથે પિતાની દુર્દશા કેવી અને શાથી થઈ તે વિચારે. પછી એ સગુરુનું શરણ લઈ મોક્ષમાર્ગથી પરિચિત બને અને મેહનું ઉમૂલન કરે અને સર્વજ્ઞ બની સાચા સુખને ભક્તા બને – મુક્ત થાય. ૧૩૫મી કડીમાં કહ્યું છે કે ધર્મનાથને આરાધવાથી આમ થાય.
હાથપોથી—આ કૃતિની વિ. સં. ૧૭૨માં લખાયેલી એક હાથથી મળે છે. જુઓ જૈ. ગૂ. ક. (ભા. ૨, પૃ. ૧૧). એના આધારે કરતુત કૃતિનું સંપાદન થવું ઘટે.
૧-૨ આને ઉપમિતિમાં અનુક્રમે સબોધ અને અવગતિ કહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org