________________
૪૮
વિનય-સૌરભ
[ લતા ૧૬
નાથને તેમ જ લે. ૧૩૯-૧૪૩માં જૈન શાસનાદિને નમસ્કાર કરાય છે. અંતમાંનાં બે પદ્યો પ્રશસ્તિરૂપ છે.
૧ભાષાંતર– પ્રસ્તુત કૃતિનું ગુજરાતી ભાષાંતર કુંવરજી આણંદજીએ તૈયાર કર્યું છે.
લેખ–આ જિનસહસ્ત્રનામસ્તોત્ર તેમ જ એ નામની અન્ય કૃતિઓ વિષે મેં “જિનસહસ્ત્રનામસ્તોત્ર (નામની) કૃતિઓ” નામના લેખમાં કેટલીક માહિતી આપી છે.
લતા ૧૭ : અહંન્નમસ્કારસ્તોત્ર
[ વિ. સં. ૧૭૩૧ ] આ કૃતિ હજી સુધી તે કઈ સ્થળેથી પ્રકાશિત થયાનું જાણવામાં નથી. એની એક હાથથી ઉદેપુરના ભંડારમાં છે. આ કૃતિ જિ, ર. કે. (વિ. ૧, પૃ. ૧૬)માં વિ. સં. ૧૭૩૧માં રચાયાનો ઉલ્લેખ છે. આ કૃતિનું નામ વિચારતાં એમાં જિનને નમસ્કાર કરાયે હશે. જે એમ જ હેય તે આ કૃતિ વિષય અને રચનાવર્ષની પણ બાબતમાં જિનસહસ્ત્રનામની સાથે સામ્ય ધરાવે છે. આથી આ બંને કતિ એક જ તે નથી એવો પ્રશ્ન સહજ ઉદભવે છે.
૧ આ છપાયું છે. જુઓ પૃ. ૪૭, ટિ છે. ૨ આ લેખ અહીનાં (સુરતના) “દિગંબર જૈન” (વ. ૪૪)ના ૧૦માં
અને ૧૧મા અંકમાં છપાયે છે. ૩ જાઓ . સા. સં. ઈ, (પૃ. ૬૪૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org