________________
ઉત્તરવતી કવન-કું જ વિ.સં. ૧૭૧૦—વિ. સં. ૧૭૩૮] લતા ૯ઃ વહેમ-લઘુ-પ્રક્રિયા
[ વિ. સં. ૧૭૧૦] આ “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિકૃત સિદ્ધહેમચન્દ્ર નામના વ્યાકરણના અ. ૧-૭નાં સૂત્રોના ક્રમમાં સાધનિકાને લક્ષીને પરિવંતન કરીને રચાયેલી અને એથી પ્રક્રિયા' તરીકે ઓળખાવાતી કૃતિ છે. એ રાજધન્યપુર (રાધનપુર)માં “ખ-ઈન્દુ-મુનિ-ઇન્દુ” અર્થાત વિ સં. ૧૭૧૦માં વિજયાદશમીએ વિજયદેવસૂરિના રાજ્યમાં અને વિજયપ્રભસૂરિના યૌવરાજ્યમાં, વિજયસિંહસૂરિના સ્વર્ગવાસ બાદ રચાઈ છે. એ બાબત તેમ જ આ કૃતિ તે પ્રકાશમાન રૂપ અને અર્થના નિધિરૂપ એવા હમ વ્યાકરણરૂપ રત્નકેશની અર્ગલા (આગળી)ને ભેદનારી નાનકડી કુંચી હાઈ એને આદર કરે એ બાબત પણ પ્રશરિતમાં દર્શાવાઈ છે. વિશેષમાં આ ૧ આ કૃતિ “જૈ. ધ પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૪માં (બીજી આવૃત્તિ) છપાવાઈ
છે. આ જ કૃતિ “પરિભાષા–પ્રકરણ”ના ઉમેરાપૂર્વક અને શ્રી વિજયદર્શનસૂરિજીના શિષ્ય પ્રિયંકરવિજયજીના ટિપણુ સહિત રણજિતકુમાર એસ. જેને વિ. સં. ૨૦૦૬માં પ્રસિદ્ધ કરી છે. આ તિ હૈમપ્રકાશ સહિત બે વિભાગમાં અનુક્રમે ઇ. સ. ૧૯૩૭ અને ઇ. સ. ૧૯૫૪માં છપાવાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org