________________
હતા ૩]
પૂર્વવત કવન-કુંજ
૧૭
મહેલ, દેવાલ, ધર્મસ્થાને, બજાર, નદી વગેરે જળાશય, નટ અને બાજીગરના ખેલ, ગણિકાનાં નૃત્ય ઇત્યાદિને લગતાં દ આલેખતા અને આ રીતે ચિત્રકળાનું અને સાથે સાથે કાવ્યતત્ત્વનું સુભગ સંયોજન કરાતું.'
આ આનન્દલેખ સ્તંભતીર્થમાં બિરાજતા વિજયાનન્દસૂરિ ઉપર સંસ્કૃતમાં રપર પદ્યમાં વિનયવિજયગણિએ ધારપુર (બારેજા) નગરથી મોકલેલ વિજ્ઞપ્તિપત્ર છે. એ પાંચ અધિકારમાં વિભક્ત છે. એનાં નામ અને પદ્યસંખ્યા નીચે મુજબ છે –
૧ પ્રથમવયવવ્યાવર્ણનરૂપ ચિત્ર-ચમત્કાર ૨ અલંકાર-ચમત્કાર 3 ઉદન્તવ્યાવર્ણન ૪ ગુરુવર્ણનરૂપ સ્વર-વ્યંજન-રથાન-ગતિ
નિયંત્રણ-ચુતગુપ્તાદિશેષ ચિત્ર-ચમત્કાર / ૬૩ ૫ સુજનદુજન સવરૂષ વ્યાવર્ણનરૂપ દષ્ટાન્ત–ચમત્કાર , ૩૮
પ્રસ્તુત કૃતિને પ્રારંભ “સ્વસ્તિપ્રિયાંથી કરાયો છે એના આઘ અધિકારમાં લે. ૧-૪રમાં અષભદેવનું ગુણોત્કીર્તન છે. એની શરૂઆત એ તીર્થકરનાં ચરણ, નખ, કેશ અને જટાના કવિત્વપૂર્ણ શૈલીગત વર્ણનથી કરાઈ છે. એમનાં ભામંડલ, વંશ, સ્ના અને ધ્વનિ વિષે પણ કેટલુંક કથન છે. લે. ૪૩–૫૦ શાન્તિનાથને અંગેના છે.
છે
૪૪
૧ જુઓ વિજ્ઞપ્તિ ત્રિવેણી (પૃ. ૩). ૨ આને “આનંદપ્રબદ્ધ લેખ” તરીકે જિનરત્નકેશ (વિભાગ ૧, પૃ. ૩૦)માં ઉલ્લેખ છે, અને એની એક હાથપેથી પ્રવર્તક કાન્તિવિજયજીના વડેદરાના ભંડારમાં હોવાનું અહીં કહ્યું છે. એને ક્રમાંક ૧૧૦૨ છે, આ આનન્દલેખને સારાંશ જૈન યુગ” (પુ. ૫, પૃ ૧૬૫-૬૬)માં અપાયે છે પણ એ આજે તે મારી સામે નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org