Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ વાણીનો સિદ્ધાંત ૧૯ વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : કોર્ટમાં જજ તો એમ જ કહે કે ‘હું જ બોલું છું. ત્યારે મારે ય કહેવું પડે કે ‘હું બોલું છું.’ પણ જ્યાં એ જજ નથી, જ્યાં હું સ્વતંત્ર છું, ત્યાં આગળ હું સાચી હકીકત કહી દઉં, છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન કહી દઉં તમને, કે આ કોણ બોલે છે તે ? જેની આગળ નવી વાત જ ના હોય. આ ઓરિજિનલ ટેપરેકર્ડ આપની સાથે વાત કરે છે ! વાસ્તવિક વાતો બોંબ જેવી હું જે વાત કરું છું, ને એ વાસ્તવિક વાત કરું છું બધી. વાસ્તવિક તમને સાંભળવાનું ગમે છે, નહીં તો પેલી વાત કરું મને પેલી વાતે ય આવડે છે. તમે ઓડીટર છો, મારે બીજી વાત ના કરવી જોઈએ. તમને ખોટું ગૂંચવવા ના જોઈએ. તમને વાસ્તવિક વાત કરવી જોઈએ મારે. પ્રશ્નકર્તા : અત્યાર સુધી પેલી બધી વાત સાંભળેલી હોય અને એમાં જ અભ્યાસ કરેલો હોય અને આ એકદમ તો એટમ બોમ્બ પડે એવી વાત. દાદાશ્રી : પણ તમે એ ઓડીટર છો, એટલે સહન કરી શકો. નહીં તો ના કરું. ઓડીટર એટલે તરત એ પકડી શકે છે. આ મારી કંઈક ભૂલ થાય છે ? એવું તરત સમજાય. અને બીજા તો કહે કે “ના, મને નથી આ સમજાતું.’ તો હું વાત બીજી રીતે બદલી નાખું તરત. હું સમજી જઉં કે સામે પહોંચી શકતા નથી. મારી વાત વિચારજો બરોબર. હું જે વાત કરું છું ને, કારણ કે બુદ્ધિ વગરના માણસની વાત છે. બુદ્ધિવાળાની વાતો તો બહુ દહાડા સાંભળી અને આ બુદ્ધિ વગરની વાત એટલે શું ? ઓરીજીનલ ટેપરેકર્ડ. એટલે માલિકી વગરની વાણી. માટે એ તમારું હિત કરશે. આપને શું લાગે છે, વાસ્તવિક જાણવું જોઈએ કે ના જાણવું ? અનંત અવતારથી આપણે વાસ્તવિકને માટે જ ભટકીએ છીએ, એની જ બાધા રાખ રાખ કરી છે કે વાસ્તવિક સાર્થક થાય. પ્રશ્નકર્તા : તમે બોલતા હોય ત્યારે ‘જ્ઞાની પુરુષ' તમારા દ્વારા બોલતા હોય છે કે ‘એ. એમ. પટેલ” બોલતા હોય છે. કે ક્યારેક આ ને ક્યારેક આ એવું કંઈ હોય છે ? દાદાશ્રી : હું ય નથી બોલતો અને જ્ઞાની પુરુષે ય બોલતા નથી. ધીસ ઈઝ ઓન્લી ધી ટેપરેકર્ડ. હા, ઓન્લી ધી ટેપરેકર્ડ બોલે છે આ. પ્રશ્નકર્તા : જે વાણીનો પ્રવાહ આવે છે, એનું કંઈ મૂળ તો હશેને ? દાદાશ્રી : મૂળની અત્યારે જરૂર નથી. અત્યારે તો કોણ બોલે છે? તો આ ટેપરેકર્ડ બોલે છે અને આપણા લોકો કહે છે, ‘હું બોલ્યો.” પણ એ ભ્રાંતિ છે. પ્રશ્નકર્તા : અમારે બધાને ‘હું બોલું છું’ એ ભ્રાંતિ છે, પણ આપ જે બોલો છો તે, એના માટે પૂછું છું. દાદાશ્રી : હું બોલું છું, પણ આ ટેપરેકર્ડ જ છે. ભ્રાંતિ કોનું નામ કહેવાય કે જે પોતે નથી કરતો, ત્યાં કહે, ‘હું બોલ્યો' ! એટલે ‘હું બોલ્યો” એ બ્રાંતિ છે ને જો ‘ટેપરેકર્ડ’ કહું તો એ જ્ઞાન સાચું. નહીં તો બીજી બધી ભ્રાંતિ. પ્રશ્નકર્તા : આ બધી જ વસ્તુ ભ્રાંતિ છે, તો આપની વાણી પણ ભ્રાંતિ ખરી કે નહીં ?!. દાદાશ્રી : વાણી બે પ્રકારની હોય. એક રિલેટિવ વાણી, જે સંપૂર્ણ ભ્રાંતિ હોય અને બીજી રિયલ-રિલેટિવ હોય, એ પાતળા પ્રકારની ભ્રાંતિ, અબ્રાંતદશાને પ્રાપ્ત કરાવે એવી હોય. એ રિયલ તરફ લઈ જનારી રિલેટિવ, બાકી વાણી એ રિલેટિવ તો છે જ, પછી બધી ભ્રાંતિ જ છે. પ્રશ્નકર્તા : વિકલ્પ સિવાય વાણીનું ઉદ્ભવસ્થાન જ નથી, એવું એક જગ્યાએ સાંભળેલું. તો આપ જે વાણી બોલો છો, એમાં પણ સંકલ્પવિકલ્પ જ કહેવાય ? દાદાશ્રી : ના. આ વાણી એ ટેપરેકર્ડ છે. એટલે ટેપરેકર્ડમાં સંકલ્પવિકલ્પ હોય જ નહીં ને ! આ તો સંકલ્પ-વિકલ્પમાંથી ટેપ થઈ ગયેલી છે આ. આજ એ ઈફેક્ટ છે, આ ઇફેક્ટિવ ચીજ છે, આ કૉઝીઝ નથી. કૉઝીઝ હોય તો સંકલ્પ-વિકલ્પ હોય જ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 280