Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ વાણીનો સિદ્ધાંત ૧૭ પ્રશ્નકર્તા : કરવો જોઈએ. દાદાશ્રી : આવું ગ`ગપ્પે ચાલે ? આત્માનો એકે ય ગુણ અહીં દુનિયામાં જોવામાં આવતો નથી. તો એના મૂળ ગુણધર્મ જાણવા પડે ને ? આત્મા ખાઈ શકે નહીં, આત્મા પી શકે નહીં, આત્મા નાકથી શ્વાસ લઈ શકે નહીં, એ બધો આત્માનો કામધંધો નથી. આત્માના ગુણધર્મ જુદા છે. આત્મા પરમાનંદ સ્વરૂપી છે, અનંત જ્ઞાનવાળો છે, અનંત દર્શનવાળો છે, અનંત શક્તિવાળો છે, અનંત સુખનું ધામ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, અવિનાશી છે, એવા અનંત ગુણનું ધામ છે આત્મા તો ! આ ભીંતોની આરપાર જતો રહે હડહડાટ, મોટા મોટા ડુંગરોની આરપાર જતો રહે એવો આત્મા છે. એને કોઈ બાધા-પીડા કરે નહીં. ગમે એટલો દેવતા નાખો ને, તો એને કશું થાય નહીં. કારણ કે એ દેવતા સ્થૂળ છે અને આત્મા સૂક્ષ્મતમ છે. એ બેને મેળ પડે નહીં. વાણી એ આત્માનો ગુણ નથી ને આત્માની અવસ્થા ય નથી, આત્માનો સ્વભાવે ય નથી. જોવું અને જાણવું એ જ આત્માનો સ્વભાવ છે. તથી વાણીતો ગુણ પુદ્ગલતો પણ ! પ્રશ્નકર્તા : વાણીને તો જડ કહી છે ને, શાસ્ત્રમાં ? દાદાશ્રી : એવું છે ને, વાણી એ પુદ્ગલનો પણ ગુણધર્મ નથી. એનો ગુણ હોય તો કાયમનો હોય. પુદ્ગલનો સ્વભાવ હોત, તો આખી રાત ભીંતો બૂમાબૂમ કરી મૂકે. એટલે મૂળ પુદ્ગલનો સ્વભાવ નથી, કે શબ્દ થવો જોઈએ. કોઈ પણ વસ્તુ એવી નથી કે જેની મહીં શબ્દનો ગુણ હોય, ચોખ્ખા પરમાણુ હોય એનામાં એ શબ્દનો ગુણ નથી. શબ્દ છે એ શાના ગુણ છે ? એ નથી પુદ્ગલનો ગુણ કે નથી આત્માનો ગુણ. પુદ્ગલના ગુણ તો અમુક જ છે. એના કાયમના ગુણ તો રૂપ-૨સ-ગંધ અને સ્પર્શ એ જ છે. આ શરીર ગોરું હોય, કાળું હોય, એ ગુણધર્મ કહેવાય. સુગંધ આવે, દુર્ગંધ આવે, એ બધું ગુણધર્મ કહેવાય. એ બધા ગુણો સ્વાભાવિક છે બધા. એ અન્વય ગુણો છે અને આ અવાજ તો વાણીનો સિદ્ધાંત વ્યતિરેક ગુણે ય હોય. અવાજ છે તે અમુક દશામાં ઉત્પન્ન થાય છે. એ કંઈ કાયમનું નથી. એ તો અમુક દશામાં જ્યારે સામસામી પુદ્ગલ પરમાણુઓ અથડાય ત્યારે જ ઉત્પન્ન થાય, નહીં તો નહીં. અને આ તો સંજોગવશાત્ પુદ્ગલ અથડાય તો જ એ અવાજ થાય. અનંત કાળતી અજોડ શોધ, અક્રમજ્ઞાતીતી ! કશી વાતચીત કરજો. ફરી ફરી આ તાલ બેસે નહીં આવો. આ ચા-પાણી-નાસ્તા તો ફરી ય આવશે. છતાં ય એને દાદ-ફરિયાદ આપવી જોઈએ. પાછું એકપક્ષી ય નહીં થઈ જવું જોઈએ કે આ એકલું જ સાંભળ સાંભળ કરવાનું. એને ય દાદ-ફરિયાદ આપવાની. ૧૮ આપણા લોક તો મૂળથી અક્કલવાળાને, એટલે પોતે ‘હું બોલ્યો’ કહે. પછી આપણે કહીએ, ‘કેમ આજે બોલતા નથી ? ત્યારે કહે, ‘ગળું બેસી ગયું છે.’ અરે, હમણે બોલતા’તા ને ?! ‘પણ આ ગળું બેસી ગયું તે શી રીતે બોલું ?' કહેશે. હું જાતે નથી બોલતો. મારી બોલવાની શક્તિ જ નથી ને ! અને તમને તો એમ જ છે ને, કે હું જાતે બોલું છું ? ‘જાતે બોલે છે' એટલે એ પઝલમાં છે અને હું પઝલને સોલ્વ કરીને બેઠો છું. પ્રશ્નકર્તા : તો તમારી અંદર કઈ શક્તિ છે, જે વાણી સ્વરૂપે બહાર આવે છે ? દાદાશ્રી : મારામાં બોલવાની શક્તિ જ નથી. આ અવાજ કહાં સે આયા ? એ જ્ઞાની પુરુષ જાણે. જે જ્ઞાની પુરુષ ભગવાનનાં પ્રતિનિધિ છે. એ એકલા જ જાણે, બીજું કોઈ જાણી શકે નહીં !! પ્રશ્નકર્તા : તો આ કોણ બોલે છે ? એ કહો ને, એ જડતું નથી. વાસ્તવિક શું છે ? દાદાશ્રી : વાસ્તવિક તો, ‘આ કોણ બોલે છે’ એ હું તમને કહી પ્રશ્નકર્તા : હા, કહો. દઉં ?

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 280