Book Title: Vani No Siddhanta Granth Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : તેમાં આત્માની જરૂર છે ? પ્રશ્નકર્તા : ના. અથડાયું ત્યાં ઊગે અવાજ ! જુઓને, આને ઠોક્યું તો અવાજ ઉત્પન્ન થયો ને ? પ્રશ્નકર્તા : હા, આ વાગ્યું. દાદાશ્રી : એટલે અવાજ એ તો ભૌતિક વસ્તુ છે, અનાત્મ વસ્તુ છે. એ આત્મ વસ્તુ નથી. ભગવાન તો ચેતન ભાગને જ આવરીને રહ્યા છે, અચેતનમાં નથી રહ્યા. આ તો સમજણ પડતી નથી કે આ આત્માના ગુણ છે કે પુદ્ગલના ગુણ છે ! પ્રશ્નકર્તા : પણ કોઈ પણ વસ્તુ ચેતનના સહારા વગર બનતી નથી. શબ્દ પણ ચેતનના સહારાથી નીકળે છે. દાદાશ્રી : ચેતનની હાજરી વગર બનતી નથી, પણ એનો અર્થ જુદો છે, અવાજ ચેતનની હાજરી વગર બની શકે છે. પવન આવ્યો ને એક વાસણ બીજા વાસણ પર પડે, તો અવાજ થાય. એક વસ્તુ બીજી વસ્તુને ઘસાય એટલે અવાજ બધો થયા કરે. માટે જડ વસ્તુ સામસામી અથડાય એટલે બૂમ પડે.. આપણે અહીંથી વાસણ નીચે ફેંકીએ તો વાસણ બૂમ પાડે જ. આપણે એને ‘ખખડ્યા’ કહીએ છીએ. પણ જ્ઞાનીઓને એમની બૂમ સંભળાય, ‘વાયું', એવી બુમ પાડે જ ! અને આ થાળી છે, પ્યાલો છે, તપેલી છે, એ નીચે ફેંકીએ તો બૂમાબૂમ કરે કે ના કરે ? આ રકાબીઓ નીચે પડી જાય તો બૂમ પાડે કે ના પાડે પોતે ? અવાજ કરે કે ના કરે ? પ્રશ્નકર્તા : હા, અવાજ કરે. દાદાશ્રી : દરેક વસ્તુ નીચે પડી જાય તો બૂમ પાડે. તો આ અવાજ અહીં આગળ આમ અથડાઈ અથડાઈને આવે છે. વાદળો ગાજે ત્યાં ક્યાં છે આત્મા ?! અને આ બે વાદળાં ઘસાય ત્યારે શું થાય છે ? પ્રશ્નકર્તા : અવાજ થાય છે. દાદાશ્રી : ત્યાં આગળ શો હિસાબ છે ? આ વાદળાં અથડાય છે, હવે એમાં મોટું કંઈ પથરા જેવું હોતું નથી. આપણે પ્લેનમાં જઈએ છીએ, તે જોઈએ છીએ ને ? ત્યાં કંઈ પથરા હોય છે ? આ તો ખાલી વરાળના બાચકાં આવવાના. પણ એ સામસામી ઘસાય છે, તેનો આટલો બધો અવાજ થાય છે, ધડાકા-ભડાકા બધું માર-તોફાન કરી મેલે. હવે વાદળો ઘસાય એટલે અવાજ થાય અને વધુ ઘસાય એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. અને બીજાં વાદળાં ભેગાં થાય ત્યારે ધડાકા-ભડાકા કરે, ને એકબે વાદળાં હોય તો ના કરે. એ એવી અવસ્થા ઊભી થાય. માણસો બૂમો પાડતા હોય અને વાદળો કડડાટ કરતાં હોય. અને આ વાદળાં બોલે છે, એને આપણા લોક શું કહે છે ? વાદળાં ગાજે છે કે ? પ્રશ્નકર્તા : હા. ગાજે છે, કહે છે. દાદાશ્રી : ગાજવું એટલે શું ? ગર્જના કરે છે. આપણા લોકોને ગર્જના શબ્દ લાંબો પડે, બોલતાં ના ફાવે, એટલે ‘ગાજે, ગાજે' કર્યા કરે, અને સિંહ બોલતો હોય તેને ‘ગાજે ના બોલે. ‘એ ગર્જના કરે છે, કહેશે. આ વાદળો એ સિંહના જેવું નથી બોલતા ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને સિંહે ય તે ઘડીએ ચમકે છે કે ‘આ વળી કોણ મારાથી મોટો ?” તે ઘડીએ બૂમાબૂમ કરે. હોર્ન, ત્યાં ક્યાં ચેતત ? પ્રશ્નકર્તા: તો આ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? દાદાશ્રી : એ તમને સમજાવું. આપણે ત્યાં પેલા જૂના જમાનાની ગાડીમાં રબ્બરના ગોળાવાળાં હોર્ન હતાં ને ? એવું જોયેલું છે ને ? એ હોર્ન તમે વગાડી જોયેલું કે નહીં વગાડી જોયેલું ? વગાડી જોયેલું ?Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 280