Book Title: Vani No Siddhanta Granth Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : એ કહેતા'તા એ જ બરાબર છે. એમનો જે માનેલો આત્મા છે, તેનો જ અવાજ છે. એમનો માનેલો આત્મા એટલે કલ્પેલો આત્મા. એટલે આ બધા ય કહે છે “મારો આત્માનો અવાજ.’ એ ખોટું નથી એમની દ્રષ્ટિએ. પણ યથાર્થ દ્રષ્ટિએ આત્માનો અવાજ હોય નહીં. હકીકતમાં, ‘મારા આત્માનો અવાજ છે' એ બધી ખોટી વાતો છે, સમજ્યા વગરની વાત છે. આત્માનો અવાજ હોતો હશે ? શું કરવા આત્માને ફજેત કરો છો ? આત્માને વાણી ના હોય. આત્મા બોલી શકવાની શક્તિ ધરાવતો નથી. અને આપણા લોકો આવું ગાંડું શું કરવા બોલતા હશે ? શું કરવા બિચારા આત્માને વગોવો છો વગર કામના ? તમને સમજણ ના પડે તો એમ કહો કે “ભઈ, મને તો આવું સમજણ પડે છે.’ સમજીને બોલવું જોઈએ કે ગપ્પાં મારવા જોઈએ ? પ્રશ્નકર્તા સમજીને બોલવું જોઈએ. દાદાશ્રી : પણ આપણા લોક તો સમજણ વગર બોલે. એ સંસારિક વાત છે, જ્ઞાનીની વાત ન હોય. એ વાતો બધી ભ્રાંતિ છે અને ભ્રાંતિને સત્ય માનીએ તો ક્યાં દહાડો વળે ?! એમાં ભલીવાર આવે નહીં. પણ એ લોકો તો આત્માને સમજતા નથી. આત્મા જેવું ભાન જ નથી ને ! એટલું ભાન હોત તો કલ્યાણ થઈ જાત. પ્રશ્નકર્તા : કોઈ વખત માણસને ફુરણા થાય, એ બાબતમાં આપનો શું અભિપ્રાય છે ? દાદાશ્રી : આત્મામાં ફુરણા નામનો ગુણ નથી. આત્મામાં આવો કશો ડખો છે જ નહીં. આત્મા તો આત્મા જ છે, પરમાત્મા જ છે, વીતરાગ જ છે. હા, બીજી એક વાત છે. અહીં પ્રકૃતિની પ્રેરણા સિવાય બીજી એક વાત છે ખરી અંદર, જે કવિઓ પણ સમજે છે. જ્યારે બહુ ગૂંચાય ને, તો આમ બેસી રહે ત્યારે અંદર સુઝ પડે છે, જેને હૈયાસુઝ કહે છે. હૈયાસૂઝ એ સાચી વાત છે. તે ય ભગવાનની આપેલી વસ્તુ નથી. ભગવાનની આપેલી નથી, છતાં પ્રકૃતિની નથી. પ્રકૃતિથી બહારની વસ્તુ છે. નહીં શાશ્વતતા, શબ્દની કદિ ! પ્રશ્નકર્તા : તો શબ્દ કોને કહેવાય ? શબ્દ શાશ્વત છે કે નહીં ? દાદાશ્રી : શાશ્વત શબ્દ જ નથી આ દુનિયામાં કોઈ. પ્રશ્નકર્તા : ‘શબ્દ સનાતન છે, મરતો નથી” એવું કહેવાય છે ને ? દાદાશ્રી : દુનિયામાં ‘શબ્દ’ એ સનાતન વસ્તુ હોય નહીં. સનાતન વસ્તુ સંભળાય નહીં, સનાતન વસ્તુ દેખાય નહીં, સનાતન વસ્તુ ખાય નહીં. કોઈ પણ સનાતન વસ્તુ, જે આ જગતમાં છે એ ઈન્દ્રિયગમ્ય નથી. પ્રશ્નકર્તા : હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓએ જે અંદન કરેલાં, તે સ્પંદન આજે પણ આપણને મળે એમ છે. તો પ્રશ્ન એ છે કે શબ્દ નિત્ય છે કે અનિત્ય ? દાદાશ્રી : શબ્દ અનિત્ય છે. શબ્દ નિત્ય નથી. નિત્ય વસ્તુ કેવી હોય ? જે વસ્તુ નિત્ય છે, એ બીજી વસ્તુઓની બનાવટથી ના હોય, સ્વાભાવિક હોય. પ્રશ્નકર્તા : આત્મા તો નિત્ય છે, અમર છે ને ? દાદાશ્રી : હા. આત્મા અમર છે અને બોલનારનું ઠેકાણું નથી. આત્મા અમર છે એમ જે બોલે છે, તેનું ઠેકાણું નથી. બોલનારો ટેમ્પરરી હશે કે નહીં ? પ્રશ્નકર્તા : હા. એ ટેમ્પરરી જ ! દાદાશ્રી : હા. બોલનારો ટેમ્પરરી છે, એટલું જ કંઈક સમજાય તો વીતરાગનો કંઈ અક્ષરે ય જાણ્યો કહેવાય. બોલનારો ટેમ્પરરી, તો શબ્દ ય ટેમ્પરરી છે ! સ્વર : ઈશ્વર પ્રશ્નકર્તા કહેવાય છે એવું કે સ્વર એ જ ઈશ્વર છે. તો આમાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280