Book Title: Vani No Siddhanta Granth Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત કહે છે, એ પ્રમાણે હું કરું છું.” અને એ પ્રમાણે એ કરવાનો આગ્રહ રાખે તે શું ? દાદાશ્રી : એ અંતરાત્મા કહેતો જ નથી ને ! એટલે આ વાતને ગમે તેમ બોલવી એનો અર્થ જ નથી. આ તો હિન્દુસ્તાનમાં મોટા માણસો ઝાલી પડ્યા છે કે ‘મને મહીંથી બોલે છે એ પ્રમાણે કરું છું.’ તે પછી બીજા બધા ય ઝાલી પડ્યા. વળી મહીં કોણ બોલનારા છે ? ‘આત્મા મારો બોલે છે, આત્માનો અવાજ છે (!)' લે અને એ અવાજ પછી કહેશે, “ના, આને આમ જ કરવું જોઈએ, આમ કરવું જોઈએ.’ એ પછી ઊંધે રસ્તે ય લઈ જાય. તો બીજા લોકો તરત એનો વાંધો ઉઠાવે. જગત એ સત્ય સ્વીકાર ના કરે ને ! એ તો ચોરે ય કહે કે “મારો આત્માનો અવાજ કહે છે, તેથી હું ચોરી કરું છું.' પ્રશ્નકર્તા : તો અંતરમાં આવે છે એ અવાજ કોનો, આત્માનો નહીં તો ? આત્માનો અવાજ આવે તો એ કયે ગામથી આવે છે ? કઈ બાજુએથી આવે છે ? રેડિયો પર આવે છે તે ? પ્રશ્નકર્તા : ના. અંદરથી અવાજ આવે, એવું કહે છે. દાદાશ્રી : એ ન હોય આત્માનો અવાજ ! આત્મા બોલતો હશે ? આત્મા બોલી શકે જ નહીં. આત્મા બોલતો હોય ને, તો તો ત્યાં સિદ્ધ ગતિમાં જઈને ય બોલ્યા કરે, ગાયનો ગાય ! પ્રશ્નકર્તા: હા, એ તો જે સિદ્ધ થઈ ગયા છે, જે મોક્ષમાં ગયા છે, એ તો જડથી મુક્ત થઈ ગયા છે. એને કંઈ વાચા ના હોય. દાદાશ્રી : ત્યાં તો પુદ્ગલ છે જ નહીં. એ તો ચોખ્ખો, નિવળ આત્મા ! પ્રશ્નકર્તા : મૂળ આત્માને વાણી છે જ નહીં. દાદાશ્રી : હા, અવાજો નથી. આત્માનો અવાજ હોય, તો તો ગધેડો બોલે તો ય આત્માનો અવાજ ! એને આપણે કહેવું પડે, “ભગવાન બોલ્યા, ભગવાન બોલ્યા !” આપણે આનંદ (!) પામવું જોઈએ. ગધેડો બોલે એ ભગવાન જ બોલ્યા ને ?! એટલે આત્માનો અવાજ હોય છે. પણ હવે લોકોને શી રીતે ખબર હોય ?! અને આત્માનો અવાજ આવે તો તો એ ઘંટ કહેવાય. એ આત્મા આવો વાગે છે ? આત્મા બોલે તો જડ થઈ જાય. પછી ઘંટમાં ને આત્મામાં ફેર શો રહ્યો ? તમને સમજાય છે આ ? પ્રશ્નકર્તા : હું સમજવા પ્રયત્ન કરું છું. દાદાશ્રી : બરાબર છે. સમજવાની જ જરૂર છે. એ વાતો બધી ભ્રાંતિતી ! પ્રશ્નકર્તા: આ વ્યવહારમાં કેટલાક કહે છે ને, કે “મારો અંતરાત્મા દાદાશ્રી : એ ત્યાં જ ભ્રાંતિ છે. આંટી ત્યાં જ પડેલી છે. લોકોને ભ્રમણા પડી કે આ બોલે છે, તે જ આત્મા હોવો જોઈએ. એવી આંટી પડી ગઈ પણ એ બધું ઉદયકર્મ બોલે છે. એ પ્રેરણી કરનારું ઉદયકર્મ. અને એ પોતાના કર્મના પરિણામ રૂપકમાં આવે છે. ચોરી કરવાના ભાવ કર્યા છે એટલે પછી મહીં અવાજ થાય ચોરી કરવાનો અને એને કહે છે, મારો આત્માનો અવાજ છે.’ આ તો આપણા લોક અમસ્તા બોલે ગામઠી ભાષામાં કે “મારો આત્માનો અવાજ, આત્માનો અવાજ.’ આપણી સાદી ભાષામાં ગમે તેમ બોલે. કોઈ એને પૂછનાર નથી ને ! આમને કોઈ દાવો માંડનાર નહીં ને ! પણ એ તો ગામઠી ભાષા કહેવાય. એ વિદ્વાનોની ભાષા ન હોય. સાચું, પણ વ્યુ પોઈન્ટથી ! પ્રશ્નકર્તા: કેટલાક મોટા માણસો એમ કહેતા કે “મારા આત્માનો અવાજ આવ્યો એટલે હું આ ઉપવાસ કરું છું.’ તો એ આત્માનો અવાજ કહેવાય ?Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 280