Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 3
________________ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત માણસ બોલી શકે ખરો ? એવી ખાત્રી ખરી તમને ? પ્રશ્નકર્તા : આ બોલે જ છે ને ? સ્પષ્ટ જ છે ને ! દાદાશ્રી : એ તો આ ગાડી ય બોલે છે. ભોં.... ભો.... ભોં.... પ્રશ્નકર્તા સંભળાય છે એટલે બોલે છે, એ વાત તો ચોક્કસ ને ? દાદાશ્રી : ના. પણ ગાડીઓ બોલે છે ને ? ગાડીઓ ? તે ગાડી એ માણસ છે, જીવ છે ? પ્રશ્નકર્તા : એ બરાબર પણ આ સજીવ સૃષ્ટિ બોલે છે, એ વાત ખરીને ? માનવ સૃષ્ટિ બોલે છે, એ વાત તો ચોક્કસને ? દાદાશ્રી : “બોલ્ય' કોનું નામ કહેવાય કે, પોતાને જેવું બોલવું હોય અને જેટલું બોલવું હોય એટલું જ બોલાય. પણ એવું બોલે છે ખરું ? બને છે ખરું આખો દહાડામાં, તમારે બોલવું હોય શું ને શું બોલી જવાય એવું બને ? પ્રશ્નકર્તા : વધારે બોલી જવાય જરૂર કરતાં કાં તો ના ય બોલાય ! દાદાશ્રી : શું બોલવું હોય અને એને બદલે કેવું બોલી જવાય, એવું બને ખરું ? પ્રશ્નકર્તા : હા, એવું બને જ છે. દાદાશ્રી : રોજ ? પ્રશ્નકર્તા : હા, રોજ ! દાદાશ્રી : તો પછી આ બોલનારો માણસ હોય તો એક વાક્ય ય જુદું ના હોય. કોઈ ફેરો બોલ્યા પછી મનમાં એવું થયેલું કે આ ભૂલથી બોલાઈ જવાયું, એવી ખબર પડેલી ? ત્યારે તમે બોલનારા ને વળી પાછો બોલ અવળો શી રીતે નીકળ્યો? માટે તમે બોલનાર બોલતા નથી, એની મેળે નીકળ્યા કરે. નથી કોઈની ! પ્રશ્નકર્તા : પોતે જો બોલતો હોય તો ધારે તેવું બોલી શકેને ! દાદાશ્રી : હા. પણ આ પોતે બોલતો જ નથી. વાણી બોલવાની ય હાથમાં નથી. નહીં તો ક્યારની ય તમે બંધ કરી દીધી હોત. પણ હાથમાં નહીં ને. પ્રશ્નકર્તા : મહાપુરુષોને તો વાણી પર અધિકાર હોય ને ? દાદાશ્રી : મહાપુરુષોને વાણી પર બિલકુલે ય અધિકાર ના હોય. એ તો મનમાં અહંકાર કરે કે હું બોલ્યો.' “મૈને બોલા !” આપણે પૂછીએ “હેર ઈઝ હૈં ?” તો એને સમજણ ના પડે. તારું “મેં ક્યાં છે, મને બતાડ. આ તો મૈને બોલવાવાળા આવ્યા ! સંડાસ જવાની શક્તિ નહીં ને વગર કામનો કૂદાકૂદ કરે છે ! કેટલાંક લોકો મારી અવળી વાત કરતાં હોય તો પછી હું તેને થોડીવાર પછી કહ્યું, તું બોલ્યો, તે ફરી બોલી જા જોઈએ !” ત્યારે એ કહે, “એ તો ના ફાવે.’ ત્યારે શું જોઈને બોલે છે ? ભમરડો છે કે શું છે તું ? તને અક્ષરે ય ભાન નથી, તે શું બોલ બોલ કરે છે ? લે, જેટલું બોલ્યા એવું ફરી બોલતા નહીં આવડે ? એવું અક્ષરે ય બોલાય નહીં ! કોણ બોલે છે એનું ભાન જ નથી ! તો ભગવાન બોલે ખરો ? પ્રશ્નકર્તા : તો ભગવાન બોલે છે ? દાદાશ્રી : ભગવાન કંઈ વ્હિસલ નથી. આ તો હિલ હોય, તે વાગે. જો ભગવાન બોલે ને, ત્યારે તો એ ભૂંગળું જ કહેવાય, બેન્ડ-વાજું જ કહેવાય ને ? ભગવાન એક અક્ષરે ય બોલી શકે નહીં. એક અક્ષરે ય બોલી શકવાની શક્તિ નથી એમનામાં. ભગવાન તો ભગવાન જ છે. પ્રશ્નકર્તા : તો ભગવાન બોલાવે છે? દાદાશ્રી : તો ગરજ એમને ને ? એ ગરજવાળો થયો. એટલે પછી અમે પણ એક અક્ષરે ય બોલ્યા નથી અને બોલવાની શક્તિ જ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 280