________________ નિરક્ષર, સાધુ કે સંસારી વ્યક્તિના જ્ઞાનાર્જનની સુલભતા માટે, જેન ધમની મૂલભૂત પ્રાકૃત ભાષામાં, એ વખતની ૨ાષ્ટ્રીય જેવી ગણાતી સંસ્કૃત ભાષામાં તેમજ હિન્દી ગુજરાતી ભાષાભાષી પ્રાન્તની સામાન્ય પ્રજા માટે હિન્દી ગુજરાતીમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. (જુઓ પરિશિષ્ટ 2). એઓશ્રીની વાણી સર્વનયસંમત ગણાય છે. વિષયની દષ્ટિએ જોઈએ તે એમને આગમ, તક, ન્યાય, અનેકાંતવાદ, તત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, બેગ, અધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિ ઉપર માર્મિક અને મહત્વપૂર્ણ રીતે લખ્યું છે. સંખ્યાની દષ્ટિએ જોઈએ તે એમની કૃતિઓની સંખ્યા “અનેક' શબ્દથી નહિ પણ “સેંકડ” શબ્દથી જણાવી શકાય તેવી છે. આ કૃતિઓ બહુધા આગમિક અને તાર્કિક બંને પ્રકારની છે. એમાં કેટલીક પૂર્ણ અને અપૂર્ણ બંને જાતની છે અને અનેક કૃતિઓ અનુપલબ્ધ છે. તે તામ્બર પરંપરાના હોવા છતાં દિગમ્બરાચાયત ગ્રન્થ ઉપર ટીકા રચી છે. જૈન મુનિરાજ હોવા છતાં અજૈન ગ્રન્થ ઉપર ટીકા રચી શક્યા છે. આ એમના સગાહી પાહિત્યને પ્રખર પુરાવે છે. શિલીની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ ખડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમન્વયાત્મક છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું , પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરીને પૂરા પરિશ્રમથી અધ્યયન કરવામાં આવે છે તે જૈન આગમ કે જૈન તકને લગભગ સંપૂર્ણ જ્ઞાતા બની શકે. અનેકવિધ વિષયો ઉપર મૂલ્યવાન, અતિમહત્વપૂર્ણ સે કડે કૃતિઓના સર્જકે આ દેશમાં ગણ્યાગાંડ્યા પાક્યા છે તેમાં ઉપાધ્યાયજીને નિઃશંક સમાવેશ થાય છે. આવી વિરલ શક્તિ અને પુણ્યાઈ કેઈકના જ લલાટે લખાએલી હોય છે. આ શક્તિ ખરેખર ! સદગુરુકૃપા, જન્માક્તરને તેજસ્વી જ્ઞાનસંસ્કાર અને સરસ્વતીનું સાક્ષાત્ મેળવેલું વરદાન આ ત્રિવેણી સંગમને આભારી હતી. તેઓશ્રી " અવધાન 'કાર (એટલે ધારણશક્તિના અદ્ભુત પ્રયોગકાર) પણ હતા. અમદાવાદના શ્રીસંઘ વચ્ચે અને બીજી વાર અમદાવાદના મુસલમાન સૂબાની રાજસભામાં આ વિધાનના પ્રયોગ કરી બતાવ્યા હતા. તે જોઈને સહુ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. માનવીની બુદ્ધિ-શક્તિને અદ્ભુત પર બતાવી જૈન ધર્મ અને જૈન સાધુનું અસાધારણ ગૌરવ વધાર્યું હતું. તેઓશ્રીની શિષ્યસમ્પત્તિ અલ્પસંખ્યક હતી. અનેક વિષયોના તલસ્પર્શી વિદ્વાન છતાં “નવ્ય ન્યાય” ને એવો આત્મસાત કર્યો હતો કે નવ્ય ન્યાયના " અવતાર' લેખાયા હતા. આ કારણથી તેઓ “તાર્કિકશિરોમણિ' તરીકે વિખ્યાત થયા હતા. જન સંધમાં નવ્ય ન્યાયના આ આદ્ય વિદ્વાન હતા. જેન સિદ્ધાન્ત અને તેના ત્યાગ વૈરાગ્યપ્રધાન આચારોને નવ્ય ન્યાયના માધ્યમ દ્વારા તર્કબદ્ધ કરનાર માત્ર, અદ્વિતીય ઉપાધ્યાયજી જ હતા. એમનું અતિમ અવસાન ગુજરાતના વડોદરા શહેરથી 19 માઈલ દૂર આવેલા પ્રાચીન દર્ભાવતી, વર્તમાનમાં ડભોઈ... શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે એમની દેહાન્તભૂમિ ઉપર એક ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં એમની વિ. સં. 1745 માં પ્રતિષ્ઠા કરેલી પાદુકા પધરાવવામાં આવી છે. ભાઈ એ રીતે બડભાગી બન્યું છે. અહીંઆ ઉપાધ્યાયજીના જીવનની અને તેઓશ્રીને સ્પર્શતી બાબતનું ટૂંકમાં ઊડતું અવલોકન કરાયું છે. મુનિ યશોવિજય