________________
સિંહ કથા
[ ૩ ] ફલ જ આપનાર થાય છે. સંબંધ તે ગુરુ ઉપદેશપરંપરા સ્વરૂપ ગુરૂપદેશાનુસાર એ. પદથી કહે છે. પ્રકરણ-અભિધેય વાય-વાચકભાવ, અભિધેય-પ્રોજન ઉપાયઉપેયભાવ સંબંધ પૂર્વની વૃત્તિમાં સમજાવી ગયા છે. કેટલાક આ ગાથા ઉમેરેલી માને છે.
શ્રી ધર્મદાસગણીએ આ પ્રકરણ કયા ઉદ્દેશથી રચેલું છે, તે વૃદ્ધો પાસેથી સાંભબેલું અહિં કહેવાય છે.
રણસિંહ કથા
આ જબૂદ્વીપના દક્ષિણાર્ધ ભારતમાં મુકુટ સમાન શત્રુને પરાભવ કરી જય પ્રાપ્ત કરેલ એવું વિજયપુર નામનું નગર હતું. જ્યાં જિનમંદિરના વાજિંત્રો અને પડઘાના શબ્દોના બાનાથી તે નગર જાણે દેવનગરીની સ્પર્ધા કેમ કરતું ન હોય તેવું જણાતું હતું, જે નગરમાં પુપના અને ભ્રમરના સંબંધોને મનહર જણાતા એવા બગી. ચાએ અંદર અને બહાર સેંકડોની સંખ્યામાં હતા. જે રાજાના યુદ્ધમાં શત્રુના હાથીઓનાં કુંભથળ વિષે તરવારરૂપ ગાયો ચારો ચરતી હતી. એ તે વિજયસેન રાજા રાજ્યનું પાલન કરતો હતો. પિતાના નિર્મલકુલમાગત ૨ત્સાહનું અખંડિત પાલન કરનાર ત્રિવિક્રમ રાજાના શૌર્યની સ્પર્ધા કરનાર એવા આ સજાની ઉજ્વલ કિર્તિ નંદનવનમાં સુવર્ણ શિલા પર બેઠેલી અપ્સરાઓ આજે પણ ગાય છે. શ્રી વિજયસેન રાજાના માનસરૂપ હાથીના બંધનરતંભ સરખી, માનિનીઓમાં અગ્રેસર એવી અજયા નામની તેને અગમહિષી હતી. રેહણાચલ પર્વતમાં નખાણ સમાન શીલરત્ન ધારણ કરનાર તેમ જ ગૌરી સમાન સૌભાગ્યવતી સુંદર અંગવાળી બીજી વિજયા નામની પ્રિયા હતી. તેની સાથે સંસારસુખ ભોગવતાં ભોગવતાં ભાગ્યશાળી શીઓને મેળવવા યોગ્ય ગર્ભ ઉત્પન્ન થશે. યોગ્ય સમયે રાત્રે તપાવેલા સુવર્ણની કાતિયુક્ત પુત્રને જન્મ આપે. પાપિણી અજય રાણીએ પહેલાંથી જ સૂયાણીને લાલચ આપી ફાડી નાખી હતી અને નકકી કરાવ્યું હતું કે, પુત્ર જન્મે ત્યારે કોઈક મૃત બાલક લાવી ત્યાં સેરવી દે અને જીવતે પુત્ર મને આપ. દાસીએ તે પ્રમાણે મખ્ય રાણી અજવાને પુત્ર અર્પણ કર્યું. બીજી બાજુ કેઈ ન જાણે તેમ ગુપ્ત રીતે હાસીદ્વારા જુના ઊંડાણવાળી અને ઘાસ ઉગેલી ઝાડીમાં એટલે દૂર ફેંકા કે, આપઆપ શ્રુષાથી બાળક મૃત્યુ પામે. તે બીજી રાણીએ દાન-સન્માન પૂર્વક વિશ્વાસુ સૂતિ. કારિકાને આ કાર્યમાં ગુપ્તપણે જેડ. ધન-ધાન્યની લાલચથી તેવી હલકી દાસીએ. પિતાના હલકા કુલાનુસાર અધમ કાર્ય કરવા ભલે તૈયાર થાય, પરંતુ પુત્ર માટે મુખ્ય પટ્ટરાણ પણ આવું કાર્ય કરવા તૈયાર થાય તે બીજાની શી વાત કરવી ?
"Aho Shrutgyanam