________________
મહારાજે રચી છે. આ ટીકા તેમણે ભાષ્યને અનુસારે રચી છે. તે ૧૮,૨૮૨ શ્લોકપ્રમાણ છે. તેમાં ટીકાકારે ભાષ્યના પદાર્થોનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર, તેનું ભાષ્ય અને તેની શ્રીસિદ્ધસેનગણિજી કૃત ટીકાના આધારે અમે આ પુસ્તકમાં પદાર્થોનું નિરૂપણ કર્યું છે. આ પુસ્તકમાં બધા પદાર્થો સહેલાઈથી સમજાઈ શકે એવી સરળ શૈલીથી લખ્યા છે. લાંબી અને ક્લિષ્ટ ચર્ચાઓને આમાં અવકાશ અપાયો નથી. પદાર્થોનો સરળ અને સહજ રીતે બોધ થાય તે રીતે પદાર્થોનું વર્ણન કર્યું છે. પહેલા બધા પદાર્થોનું નિરૂપણ કરાયું છે. તેમાં અધ્યાયો અને સૂત્રોના ક્રમ મુજબ નિરૂપણ કર્યું નથી. પણ સહેલાઈથી, સ્પષ્ટ, સંપૂર્ણ અને શીઘ્ર બોધ થાય એ માટે ભિન્ન ભિન્ન પ્રકરણો પ્રમાણે પદાર્થોનું નિરૂપણ કર્યું છે. તે પ્રકરણો અને તેમના વિષયો વિષયાનુક્રમણિકામાંથી જાણી શકાશે. બધે કોઠાઓ દ્વારા પદાર્થોને એકદમ સ્પષ્ટ કરાયા છે. જરૂરી સ્થળોએ પદાર્થોને સ્પષ્ટ કરવા ચિત્રો પણ મૂક્યા છે. આ ચિત્રો પૂજ્ય પંન્યાસ શ્રી નિત્યાનંદવિજયજી મહારાજ સંપાદિત ‘બહત્શેત્રસમાસ' પુસ્તકમાંથી સાભાર લીધા છે. પદાર્થોના નિરૂપણમાં તે તે સૂત્રોના નંબરો પણ લખ્યા છે જેથી તે તે પદાર્થો કયા કયા સૂત્રના છે ? તે સમજી શકાય. પુસ્તકની શરૂઆતમાં સૂત્રાનુક્રમણિકા પણ આપી છે. તેનાથી તે તે સૂત્રોના પદાર્થો કયા કયા પાના પર છે ? તે જાણી શકાય છે. પદાર્થોના નિરૂપણ બાદ તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યની સંબંધકારિકા અને તેમના શબ્દાર્થો આપ્યા છે. ત્યાર પછી શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના મૂળસૂત્રો અને તેમના શબ્દાર્થો આપ્યા છે. ત્યાર પછી શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યની અંતિમોપદેશકરિકાઓ, પ્રશસ્તિ અને તેમના શબ્દાર્થો આપ્યા છે.
આમ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના સાંગોપાંગ અભ્યાસ માટે આ પુસ્તક ‘Master Piece’ છે. માત્ર પદાર્થોની રૂચિવાળા જીવો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે, કેમકે પહેલા માત્ર પદાર્થોનું નિરૂપણ કર્યું છે. માત્ર સૂત્રોની રૂચિવાળા જીવો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે, કેમકે અંતે સૂત્ર અને તેમના શબ્દાર્થોનું નિરૂપણ કર્યું છે. સૂત્રો પરથી પદાર્થો જાણવાની