Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાશ્તીય મને વિજ્ઞાન મૂલ્યાંકન 13 અવસ્થાના સમકાલીન અભ્યાસ સાથે સાંકળવા પર વિશેષ ભાર મૂક્યો છે. સમકાલીન મને વિજ્ઞાનને કાર્યપ્રદેશ અને વ્યાપ વધુ વિસ્તૃત છે. શુદ્ધ વિજ્ઞાન તરીકે મને વિજ્ઞાન માનવવર્તણૂક અને અનુભવને સંચાલિત કરતાં સામાન્યીકરણે તથા નિયમોને આલેખવા પ્રયત્નશીલ છે અને પ્રજિત વિજ્ઞાન તરીકે તે મનોચિકિત્સા (Psychotherapy) દ્વારા માનસિક અસામાન્યતા, બીમારી અને દૂષણને દૂર કરવા કોશિશ કરે છે. ભારતમાં જે મને વિજ્ઞાનને વ્યવહાર અને તેનું શિક્ષણ સક્રિય છે તે આના જે અભ્યાસ અને કાર્ય છે. ભારતીય અને વિજ્ઞાન એ સ્વતંત્ર વિજ્ઞાન નથી પરંતુ ચિંતન, દર્શનશાસ્ત્ર, યોગ, સાહિત્ય અને ચિકિત્સાને ભાગ છે. તત્ત્વજ્ઞાનમાં જે ધાર્મિક, નૈતિક, તત્વમીમાંસારિક ખ્યાલ છે તેને આધાર તરીકે લઈને મનુષ્યના માનસ, સ્વભાવ, વ્યક્તિત્વ અને પરિવર્તનના કાર્યમાં તે અનુસૂત રહે છે. આ સંદર્ભમાં ઈન્ડીઅન સાઈકોલોજી'ના કર્તા પ્રા. જદુનાથ સિન્હા કહે છે કે ભારતમાં તદ્દન અનુભવલક્ષી (Empirical) મને વિજ્ઞાન ઉપલબ્ધ નથી પરંતુ તે તત્ત્વમીમાંસા સાથે અવશ્ય સંબંધિત છે.”૩ આમ છતાં મને વિજ્ઞાનને તત્ત્વમીમાંસામાંથી દૂર કરવાના પ્રયાસો પણ થયા છે. આ દર્શાવે છે કે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જે વિભાવનાઓ પ્રચલિત થઈ છે તે ભારતીય અને વિજ્ઞાનમાં અંતર નિરીક્ષણની પદ્ધતિ દ્વારા વિકસિત થઈ છે. ચિંતનાત્મક વિચારધારાઓમાં તાત્ત્વિક મતભેદ પ્રવર્તે છે તેમ છતાં મનુષ્ય, તેના સ્વભાવ, ચિત્તનાં લક્ષણોને સમજવાને અભિગમ સમાન છે. આત્મલક્ષી અને અનાત્મલક્ષી, સ્વતત્ત્વ અને વસ્તુતત્ત્વ વચ્ચે ભેદ ઉપરછલ્લો પ્રતીત થયો છે. આ ભેદ માનસિક વ્યાપાર, સભાન અને ચેતનલક્ષી અવસ્થાઓમાં દેરી શકાય તેમ છે. સભાનતા સ્વયં વ્યવચ્છેદક ગુણધર્મ છે. આ માટે અંતરનિરીક્ષણ અને ચિતન એ ઉત્તમ પદ્ધતિ છે. ઇન્દ્રિય, ઇન્દ્રિય ઉપલબ્ધ જ્ઞાન અને સંવેદનમાં જે તત્ત્વ છુપાયેલું છે તેને શોધી કાઢવું અને ચેતનતત્ત્વ સાથે સંકલિત કરવાનું મને વિજ્ઞાનનું લક્ષ્ય છે. હિંદુ, બૌદ્ધ અને તંત્રસાહિત્યમાં માનવ આત્મા, મન અને ચિત્તનાં કાર્યોને જાણવા, શેધવા તથા તેમને નિયંત્રિત કરવા, અંકુશમાં લેવાની પ્રક્રિયા, પદ્ધતિ અને શિસ્ત પ્રાપ્ત થાય છે. મનુષ્ય સુખી, નિરામય અને શિસ્તબદ્ધ જીવન જીવી શકે તેનું માર્ગદર્શન મળે છે. આત્મ-શિસ્ત, યોગ, તંત્ર અને ધ્યાનનું અંતિમ ધ્યેય ઊર્વચેતના સાથે સાયુજય કેળવવાનું છે. આના ઉદાહરણ તરીકે ભારતીય દર્શનની સાંખ્ય અને યુગની વિચારધારા ધ્યાનમાં લઈએ. સાંખ્ય દર્શન “ચેતનતત્ત્વને તત્વમીમાંસાલક્ષી અર્થ આવકારે છે. પુરુષતત્ત્વ ચેતનસ્વરૂપ છે ત્યારે પ્રકૃતિ જડસ્વરૂપ છે. વિચાર અને કેવલ્ય માટે “યોગ દર્શન એ સાંખ્ય તત્ત્વમીમાંસાને આવકારે છે. સાંખ્યદર્શનનું ધ્યેય પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના વિવેકને વ્યવહારમાં દઢીભૂત કરવાનું, છે. એ ધ્યેય વેગ દ્વારા મૂર્તિમંત થાય છે. આ કારણને લીધે ભારતીય પરંપરામાં સાંખ્ય અને 2 Ornstein R. (Ed.): A Book of Readings ; San Francisco ; W. H. Freeman, 1973. 3 Sinha Jadunath : Indian Psychology ; 1st Vol. Sinha Publishing House, Calcutta ; 2nd Edition 1958; Introduction ; p. vi. 4 Sinha. Op. cit. p. vii. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 124