________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રી સ્થાનાંગ સૂત્ર (૩૦૦૦ શ્લોક પ્રમાણ) શ્રી અભયદેવીયા ટીકા - ૧૪૨૫૦ શ્લોક પ્રમાણ
આ ઠાણાંગ સૂત્રમાં જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ ૧ થી ૧૦ સુધીની સંખ્યામાં કર્યું છે. આત્મતત્ત્વને ઓળખવા ઉપયોગી-અનુપયોગી પદાર્થોનું વિવરણ કરી કુતુહલ વૃત્તિનું શમન થયા પછી તત્ત્વજ્ઞાનની ભૂમિકા સ્થિર થાય છે. આ આગમ સચોટ રીતે સિદ્ધાંત સમજાવે છે. એને આયા', રાગ-દ્વેષના બંધન, ત્રણ શલ્ય, ચાર કષાય, ચાર સંજ્ઞા, ચાર વિકથા, ચાર પ્રકારના શ્રાવક વગેરેનું વર્ણન કરતાં છેવટે દશ અચ્છેરા સુધી વાત કરી છે. શ્રેણિક રાજા જેઓ પદ્મનાભ તીર્થંકર થવાના છે. તેમનું ચરિત્ર પણ આ આગમમાં છે.
૬ પ્રથમ શ્રુતસ્કંધ 3 પ્રથમ સ્થાન, ઉદ્દેશ-૪ • આત્મા, દંડ, ક્રિયા, લોક આદિ અલગ અલગ પદાર્થોનું અલગ અલગ દૃષ્ટિકોણથી વર્ણન
તથા પુદ્ગલનું વર્ણન. દ્વિતીય સ્થાન, ઉદ્દેશ-૪
• લોકના મુખ્ય ૨ પદાર્થ જીવ-અજીવનું વર્ણન. • જીવમાં સયોનિ-અયોનિ તથા અજીવમાં ધર્મ-અધર્મનું વર્ણન. • ક્રિયાના ૨ પ્રકાર, જ્ઞાનના ૨ પ્રકાર, સંયમના ૨ પ્રકાર, આત્માના ૨ પ્રકાર, ભક્તપતિના
૨ પ્રકાર તથા શબ્દના ૨ પ્રકાર આદિનું વિશદ વર્ણન. • ર૪ દંડકોમાં વેદના વગેરે ૧૯ વસ્તુઓનું વર્ણન. તૃતીય સ્થાન, ઉદ્દેશ-૪ • ૩ પ્રકારના ઈન્દ્ર, ૩ પ્રકારના ભાવલોક, દુઃખના સંબંધમાં ૩ પ્રકારના ઉત્તર, ૩
કારણોથી માયાયુક્ત આલોચના, ૩ પ્રકારની કથા, ૩ પ્રકારનો નિશ્ચય, પ્રતિમાધારી ૩ ઉપાશ્રયોનું વર્ણન, ૩ પ્રદેશી સંઘની વાત તથા ૩ પ્રકારે વિવિધ વસ્તુઓનું વિસ્તૃત વર્ણન.