Book Title: Sutrakritang Skandh 01
Author(s): Kantilal Kapadia
Publisher: Kantilal Kapadia

View full book text
Previous | Next

Page 8
________________ ચોથું અધ્યયનઃ સ્ત્રીયો વિષે છે. સ્ત્રીસંગ અને સહવાસ ટાળવા કહ્યું છે. પહેલો ઉદ્દેશકઃ સ્ત્રીયો ઠગારી છે વગેરે કહ્યું છે. બીજા ઉદ્દેશકમાં સ્ત્રીસંગથી પતન થયેલા વિશે કહ્યું છે. પાંચમું અધ્યયનઃ નરકો વિષે છે. તેના બે ઉદ્દેશકો છે. છઠું અધ્યયનઃ મહાવીર સ્તવનનું છે. સાતમું અધ્યયનઃ કુશીલ પરિભાષાનું છે. આમાં આચાર દોષ કહ્યા છે અને શીલવાન સાધુને સંયમ જાળવવા કહ્યું છે. આઠમું અધ્યયનઃ “વીર્ય” નામે છે. તે બે જાતના કહ્યાં છે. નવમું અધ્યયનઃ “ધર્મ” નામે છે. જિનેશ્વરે કહેલો નૈઋજુ ધર્મ સાચો છે. નિર્મમ અને નિરહંકારી થાવ. ઉપસર્ગો સહન કરો, બાહ્ય અને અત્યંતર દોષોને ત્યાગો. ઇચ્છાઓ પર કાબૂ રાખો. મુક્તિનું લક્ષ રાખો વગેરે મુનિયોને આચરવા કહ્યું છે. દસમું અધ્યયનઃ સમાધિ નામે છે. શી રીતે તે પ્રાપ્ત થાય તે વિશે કહ્યું છે. અગિયારમું અધ્યયનઃ “માર્ગ” નામે છે. આ અધ્યયનમાં મોક્ષમાર્ગ વિષે કહ્યું છે. આ સંસારનો દસ્તરમાર્ગ તરવા માટેનો ઉપદેશ કર્યો છે. દોષયુક્ત ધ્યાનથી મોક્ષ ન જ મળે તે કહ્યું છે. બારમું અધ્યયનઃ સમોસરણ નામે છે. ચાર પરપંથીયો અહીં ભેગા થાય છે. આમાં ૩૬૩ પરપથીકોનો ઉલ્લેખ છે. ક્રિયાવાદને સારો વાદ કહ્યો છે. તેરમું અધ્યયનઃ આહત્તહિયં એટલે સત્યકથન છે. સાધુ અને અસાધુ વિશે સમજાવ્યું છે. ચૌદમું અધ્યયન ગ્રંથ નામે છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ અને ધર્મજ્ઞાન મેળવતા મુશ્કેલીઓને કેમ દૂર રાખવી તે વિશે કહ્યું છે. પંદરમું અધ્યયનઃ આ યમક અલંકારયુક્ત અધ્યયન છે. શુદ્ધ ભાવના યોગ વડે સંસાર તરી જવા વિશે કહ્યું છે. તથાગત જ્યાં ત્યાં ન જ થાય અને તે લોકોના ચહ્યુસમાન છે એમ કહ્યું છે. સોળમું અધ્યયન ગાથા નામે છે. આમાં માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ કોને કહેવાય તે સમજાવ્યું છે. પરમપૂજ્ય જંબૂવિજય મહારાજની સઇચ્છા માટે હું આભારી છું. મારા વડીલ ધર્મબંધુ શ્રીમાન પ્રતાપભાઈ ભોગીલાલની સહાય માટે તેમનો ઋણી છું. અ.સૌ. અનુપમા કાંતિલાલ કાપડિયાની મદદ અર્થે આભારી છું. મૌજ બ્યુરોના ભાગીદાર શ્રી માધવભાઈ ભાગવતે કરેલી મહેનત માટે આભારી છું. Five

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180