Book Title: Sutrakritang Skandh 01
Author(s): Kantilal Kapadia
Publisher: Kantilal Kapadia

View full book text
Previous | Next

Page 7
________________ સમ્યકત્વ એટલે સર્વ જીવોને સમાન ગણવા સંયમઃયતનાથી તેમનું રક્ષણ કરવું અને આચરણ ઉપર મન, વચન અને કાયાથી યતના કરવી તે સ્વાધ્યાય કરી બરાબર સમજાશે. ફિરકાઓની માન્યતાથી આપણા કષાયો ઉપરનો કાબૂ ગુમાવિયે છે. ફિરકાઓ માન્યતાથી યુક્ત છે પણ સિધ્ધાંતો તેનાથી પણ ઉપર છે માટે ફિરકા ભેદનું છેદન કરવા ઉદારતા કેળવવાની જરૂર છે. બધા જૈનો ભગવાન મહાવીરના અનુયાયી છે તેથી જ આપણે એક થઈશું તો જૈનત્વનું મહત્વ વધારીશું આમ કહી વિરમું છું. જય જીનેન્દ્ર. હવે આપણે સૂયડાંગ સૂત્ર વિષે થોડુંક જાણીએ : સૂયડાંગ સૂત્રને, સૂત્રકૃતાંગ આ સંસ્કૃત નામે ઓળખાવ્યું છે. તે બે શ્રુત સ્કંધોમાં વિભાજિત છે. પહેલો શૃત સ્કંધ સોળ અધ્યયનોનો છે, તે આ પ્રમાણે : પ્રથમ અધ્યયનના ચાર ઉદ્દેશકો છે. અધ્યયન પહેલાનું મથાળું છે ‘‘સમય’' પહેલા ઉદ્દેશકમાંઃ પંચમહાભૂત વાદ, અફલવાદ છે. બીજા ઉદ્દેશકમાંઃ નિયતિવાદ, અજ્ઞાનવાદ, બૌધ્ધોનો મત છે. ત્રીજા ઉદ્દેશકમાંઃ આધા કર્મના દોષો છે. કૃતવાદ, મોક્ષમાર્ગ કહેતા પંથો છે. ચોથો ઉદ્દેશકઃ ૫૨૫રવાદિયો વિષે કહ્યું છે. બીજું અધ્યયન વેતાલિય નામે છે. કર્મનાશ કરવા વિશે ઉપદેશ આમાં આવ્યો છે. આના ત્રણ ઉદ્દેશકો છે. ઉદ્દેશક ૧: આમાં સંબોધ અને અનિત્યતાનો વિચાર છે. ઉદ્દેશક ૨: માનત્યાગ વિષે કહ્યું છે. ઉદ્દેશક ૩: કર્મોનો અપચય અને યતિયોને ઉપદેશ, શાતા ત્યાગ અને પ્રમાદ ત્યાગ વિષે કહ્યો છે. અધ્યયન ૩: ‘‘ઉપસર્ગ પરિક્ષા'' નો છે. આમાં સારા નરસા જે ઉપસર્ગો કહ્યાં છે તે તો ત્યાગ કરવા સહનશીલતાથી સહન કરી શિખામણથી કહ્યું છે. આના ચાર ઉદ્દેશકો છે. પહેલું ઉદ્દેશકઃ પ્રતિકૂળ ઉપસર્ગો વિષે છે. બીજાં ઉદ્દેશકઃ અનુકૂળ ઉપસર્ગો વિષે છે. ત્રીજ ઉદ્દેશકઃ વિષાદ અને વિવિધ આક્ષેપો વિષે કહ્યું છે. ચોથું ઉદ્દેશકઃ હેત્વા ભાસો અને વ્યામોહિત થયેલાઓ માટે વ્યવસ્થિત ઉપદેશ છે. Four

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180