Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj Author(s): Vijayjaidarshansuri Publisher: Jinagna Prakashan View full book textPage 6
________________ li સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ सर्वेषां शावमाशौचं, मातापित्रोस्तु सूतकम् / सूतकं मातुरेव स्यादुपस्पृश्य પિતા શત્રઃ 62 - મૃ. 1 / _ 'मृतको का आशौच सब सपिंडों को समान होता है और जन्मका सूतक केवल मातापिता को ही होता है और उन दिनों में भी दश दिन का सूतक माता को ही होता है, पिता तो स्नान कर के शुद्ध हो जाता है।' લૌકિક શાસ્ત્રોમાં પ્રામાણિત ગ્રંથ તરીકે પ્રસિદ્ધ મનુસ્મૃતિની આ વાત મુજબ તો એકદમ સ્પષ્ટ છે કે “જન્મનું સૂતક માતાપિતાને જ હોય છે. તેમાં પણ માતાને દશ દિવસ હોય છે, જ્યારે પિતા તો સ્નાન કરવાથી જ શુદ્ધ થઈ જાય છે.' ચોખલિયા ગણાતા બ્રાહ્મણો પણ મનુસ્મૃતિ મુજબ આ પ્રમાણે માને છે. આજે આ લૌકિક સૂતકની માન્યતાથી પણ આગળ વધીને ખરતરગચ્છવાળા અને ખરતરગચ્છના પગલે ચાલનારા તપાગચ્છવાળા, (આ બંનેના આધારો આપણે આગળ જોઈશું જ.) દશ - દશ દિવસ સુધી આખા ઘરને સૂતક લગાડી દઈને ભગવાનની પૂજા બંધ કરાવી રહ્યા છે. લૌકિકો પણ જન્મનું સૂતક માતાપિતાને જ હોય છે એવું માને છે. તેમાંય દશ દિવસ માતાને હોય. જયારે પિતાને તો સ્નાન કરવાથી શુદ્ધ માને છે. એટલા માટે જ દશ દિવસ સુધી માતા ગમે તેટલી વાર સ્નાન કરે તો પણ શુદ્ધ ન કહેવાય. જેવી રીતે એમ.સી.ના ત્રણ દિવસ તે બહેન ગમે તેટલીવાર સ્નાન કરે તો પણ શુદ્ધ ન થાય, ચોથે દિવસે (72 કલાકે) સ્નાન કરે એટલે શુદ્ધ ગણાય તેવી જ રીતે બાળકને જન્મ આપનાર માતા દશ દિવસ ગમે તેટલીવાર સ્નાન કરે તો પણ શુદ્ધ ન થાય. પણ દશ દિવસ બાદ સ્નાન કરે એટલે શુદ્ધ ગણાય. આ દશ દિવસ દરમિયાન ઘરના બાકીના સભ્યો તો સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જ જાય તેઓ જિનપૂજાદિ આરાધના કરે તેમાં કોઈ દોષ ન લાગે. પ્રસૂતિ હોય કે એમ.સી. હોય તેમણે ક્યાંય અડાઅડી તો કરવાની જ નથી. કોઈ બહેન એમ.સી.માં બેસે એટલા માત્રથી આખું ઘર અભડાઈ જતું નથી તો પછી કોઈ બહેનને પ્રસૂતિ થઈ એમાં આખું ઘર કેવી રીતે અભડાઈ જાય? અરે, એમ.સી. કે પ્રસૂતિવાળા બહેનને કોઈ અડી જાય તો પણ સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જ જાય છે. આમાં આખા ઘર પર પૂજાબંધી લાદવામાં વિવેક કઈ રીતે રહે? આPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 131