Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj Author(s): Vijayjaidarshansuri Publisher: Jinagna Prakashan View full book textPage 5
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 10 સૂતકને જૈન શબ્દ લગાડી દેવાથી સૂતક “જૈન” બની જાય નહિ. અભક્ષ્ય પદાર્થોને “જૈન” નામ આપીને જૈનોને છેતરનારાઓને, જેમ ભયંકર પાપ બંધાય છે તેમ સૂતકને “જૈન” નામ આપીને જૈનોની શ્રી જિનપૂજા બંધ કરાવનારાને પણ મહાપાપ બંધાય છે. માટે કોઈ પણ ભવભીરુ આત્માએ આવા મહાપાપ બંધાવનારા કાર્યને સાથ આપવો જોઈએ નહિ. અભક્ષ્ય પદાર્થોને “જૈન” શબ્દ લગાડીને જૈનોને છેતરનારાઓને તો પૈસા કમાવા છે એટલે આવા અકાર્યો કરે પણ સૂતકને “જૈન” બનાવી દઈને જૈનોની શ્રીજિનપૂજા જેવા અતિમહત્ત્વના કર્તવ્યને બંધ કરાવનારાને શું કમાવવું છે ? કોના માટે આવા ઘોર પાપને પોતાના શિરે ચડાવે છે? ઉપર જોઈ ગયા તેમ સૂતક લૌકિક છે, છતાં તેને લોકોત્તર બનાવી દેવા માટે એવી દલીલ કરવામાં આવે છે કે “આપણાં શાસ્ત્રોમાં સૂતક શબ્દ લખવામાં આવ્યો છે, શું આપણાં શાસ્ત્રો લૌકિક છે ?' આ લોકોએ સમજવું જોઈએ કે, શાસ્ત્ર જેને જૈન તરીકે ઓળખાવ્યું હોય તેને જ જૈન માનવાનું હોય, બીજાને નહિ. શાસ્ત્રમાં તો કમઠ તાપસનું નામ પણ લખેલું છે તેથી કમઠ તાપસ જૈન ન બની જાય, એ જ રીતે શાસ્ત્રમાં સૂતક શબ્દ લખેલો હોય એટલા માત્રથી સૂતક “જૈન” બની જાય નહિ. સૂતક લૌકિક હોવાથી લૌકિક શાસ્ત્રોમાં સૂતક વિષયક માન્યતા કઈ છે તે સૌથી પહેલાં જોઈએ. લૌકિક શાસ્ત્રોમાં સૂતક અંગે ભિન્નભિન્ન મતમતાંતરો પ્રવર્તે છે. એ લોકોમાં જ સૂતક અંગે એક મત ન હોય ત્યારે જૈનો સૂતકના નામે પોતાના ધર્મની શ્રીજિનપૂજા બંધ કરાવવા માટે મેદાને પડે તે કેવું વિચિત્ર કહેવાય ! લોકોત્તર શાસનને પામેલા જૈનો આવી નાદાની કરે તે શોભે ? લૌકિક શાસ્ત્રોમાંના જ સૂતક અંગેના કેટલાક તમને ચોંકાવી દેનારાં વિધાનો રહી રજુ કરું છું. મનુસ્મૃતિ (પં. રામેશ્વર ભટ્ટ ભાષાટીકા સહિત) શાર્દૂ શીવમાશવં, પાડે વિથી તે . ?. . 6 / 'सपिंडों में मरनेका आशौच दश दिन यों विधान किया गया है।' સપાડતા તુ પુરુષે, સપ્તમે વિનવર્તતે . 60 - 35. 6 / 'सातवें पुरुष में सपिंडता दूर हो जाती है।'Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 131