Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj Author(s): Vijayjaidarshansuri Publisher: Jinagna Prakashan View full book textPage 3
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શ્રાવક માટે દ્રવ્યપૂજા કેવી હિતકારી છે તેની શાસ્ત્રાધારે જોરદાર રજુઆત કરી છે તેના પ્રભાવે ઘણા ધુરંધર સ્થાનકવાસીઓ પણ એ કુમતનો ત્યાગ કરી મૂર્તિપૂજાના શાશ્વતમાર્ગનો સ્વીકાર કરનારા બન્યા. ન્યાયાભાનિધિ પૂ. આ. ભ. શ્રી આત્મારામજી મહારાજા એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આજે તો ઘણા સ્થાનકવાસીઓ જિનમંદિરમાં જતા અને દર્શન કરતા થતા જાય છે. આમ છતાં જે ક્ષેત્રમાં આ વિષયનું ઘોર અજ્ઞાન પ્રવર્તે છે ત્યાં હઠાગ્રહીઓ જિનમંદિરમાં રસોઈ કરવા આદિથી માંડીને ઘણી બધી આશાતનાઓ નિષ્ફર પરિણામે કરતા રહે છે. તેઓની આશાતના દૂર કરવાનો યથાશક્ય પ્રયત્ન આજે પણ પ્રભુભક્તો કરી રહ્યા છે. સ્થાનકવાસીઓ સિવાય જિનપૂજાનો નિષેધ કરનારા કોઈ નહિ હોય એવો કદાચ તમને ખ્યાલ હશે પણ ઇતિહાસ તપાસીએ તો સમજાશે કે ફક્ત કલ્પનાના તરંગો દોડાવીને જિનપૂજાનો નિષેધ કરનારા મૂર્તિપૂજક માર્ગમાં પણ થયા છે. તમને જિજ્ઞાસા થશે કે એવું કોણ છે? ચાલો, એ પણ ઇતિહાસનું જરા સ્મરણ કરી લઈએ. ખરતરગચ્છવાળાઓને યુવાન સ્ત્રીઓ માટે મૂળનાયકની પૂજાનો પ્રતિબંધ ફરમાવવાથી કદાચ સંતોષ નહિ થયો હોય એટલે વધુમાં સ્ત્રી-પુરુષ બંને માટે સૂતકના નામે શ્રી જિનપૂજાનો ભગવાનની અંગપૂજાનો પણ પ્રતિબંધ ફરમાવ્યો છે જે તે ગચ્છના સાહિત્યને જોતા સ્પષ્ટ વાંચવા મળે છે. તપાગચ્છના જૂનાં કોઈ ગ્રંથોમાં સૂતકના સમયે જિનપૂજાનો પ્રતિબંધ ફરમાવેલો જોવા મળતો નથી. એટલા માટે જ પ્રસિદ્ધિ છે કે સૂતકમાં જિનપૂજાદિનો નિષેધ ખરતરગચ્છની માન્યતા છે. તપાગચ્છ તેવું માનતો નથી. આ પ્રસિદ્ધિ સાચી છે કે નહિ તેની તપાસ આપણે કરવી જ પડે. આજના સમયના તપાગચ્છમાંથી બહાર પડેલા “શાસ્ત્રીય પુરાવા સંગ્રહ, શાસ્ત્રીય સૂતક વિચાર, જૈન સૂતક વિચાર, સૂતક મર્યાદાયે નમઃ” વગેરે પુસ્તકોમાં સૂતકના નામે જિનપૂજાદિ ધર્મકરણીનો જોરશોરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તપાગચ્છના શ્રાવકો આ બધા પુસ્તકો વાંચીને ભ્રમણામાં પડે છે કે શું ખરેખર જિનપૂજાદિ ન થાય? જો પૂજા ન થતી હોય અને સૂતકમાં પૂજા કરીએ તો ધંધો ખોટનોPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 131