Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj Author(s): Vijayjaidarshansuri Publisher: Jinagna Prakashan View full book textPage 2
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ શ્રી જિનેશ્વર પરમાત્મા જિનશાસનના કેન્દ્રસ્થાને છે. તે તારકોએ સ્થાપેલ ચતુર્વિધ શ્રી સંઘ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા-ભક્તિ વિના રહી શકે નહિ. સાધુ અને સાધ્વી ભાવપૂજાના અધિકારી છે. શ્રાવક અને શ્રાવિકા દ્રવ્યપૂજા અને ભૂમિકા મુજબની ભાવપૂજાના અધિકારી છે. સાધુ-સાધ્વીઓ ભગવાનની આજ્ઞાપાલન સ્વરૂપ સાધુજીવન જીવે છે તે જ તેમની ભાવપૂજા છે જ્યારે શ્રાવક-શ્રાવિકા સંઘ ભગવાનની દ્રવ્યપૂજાનો અધિકારી હોવાથી પોતાની ગૃહસ્થજીવનમાં રહેલી ઉત્કૃષ્ટ સામગ્રી દ્વારા પ્રભુપૂજા કરે. આવી જિનપૂજામાં પંચોપચારી, અષ્ટપ્રકારી, સત્તરપ્રકારી આદિનો સમાવેશ થાય છે. આમાં વર્તમાનકાળમાં અષ્ટપ્રકારી પૂજાનો માર્ગ ખૂબ જ વ્યાપક છે. જે દિવસે જિનપૂજા ન થાય તે દિવસ શ્રાવકને નિષ્ફળ ગયો હોય તેવી લાગણી થાય છે. મનમાં ખાલીપો લાગે અને દિવસ બેકાર ગયાની ગમગીની થાય. એક પણ દિવસ જિનપૂજા વિનાનો જાય તે જિનભક્ત શ્રાવકને પસંદ પડે નહિ. માટે જ શ્રાવક એટલો સાવધાન બનીને જીવે કે પોતાની કોઈ ભૂલના કારણે જિનપૂજા માટે પોતે અયોગ્ય ન બને, જિનપૂજા છોડવી ન પડે. આ જિનપૂજાનો માર્ગ અવિચ્છિન્નપણે ચાલતો જ આવ્યો છે તેમાં આ દુષમકાળમાં હુંડા અવસર્પિણીકાળના પ્રભાવે વિ. સં. 1508 આસપાસમાં શ્રી જિનપૂજાના પવિત્ર તારકમાર્ગનો નાશ કરનારો કુમત લોંકાશાહથી શરુ થયો. ‘શ્રી જિનપૂજામાં હિંસા થાય છે માટે શ્રાવકે જિનપૂજા કરવી નહિ, જિનપૂજા સાવદ્ય છે માટે પાપબંધ થાય છે.” આવો કુમત તેણે પ્રવર્તાવ્યો. ઘણા અણસમજુ આત્માઓ એ મતમાં તણાઈને શ્રી જિનપૂજાના પરમપવિત્ર ભવનિતારક કર્તવ્યથી વંચિત રહ્યા. આજે પણ સ્થાનકવાસી તરીકે ઓળખાતા પંથમાં જિનપૂજામાં પાપ માનવાની કુમાન્યતા એવી પ્રવર્તે છે કે તેઓ સ્વયં તો જિનપૂજા કરતા નથી પણ જિનપ્રતિમા - જિનમંદિર - જિનપૂજા વગેરે માટે ભયંકર જિન આશાતના કરનારા વચનો બોલે છે અને સ્વ-પરનો સંસાર વધારી રહ્યા છે. આપણા પૂર્વાચાર્યોએ આ વિષયની વિશદ વિચારણા કરીનેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 131