________________
વલ્લભવિજયજી મહારાજ તથા શ્રીમાન શુભવિજયજી આદિઠાણું ૮ સાથે બડી ધામધૂમ પૂર્વક થઈ, અને ત્યાંથી વિહાર કરી તે સાલનું ચાતુર્માસ મારવાડના મુખ્ય શહેર જોધપુરમાં સૂરીશ્વરજી મહારાજની સંગાથે જ કર્યું. ચાતુર્માસ વિત્યા બાદ ત્યાંથી વિહાર સૂરીશ્વર મહારાજ સાથે
જ કરતા જયપુર, અજમેર, દિલહી થઈ પંજાબની વિહાર, ભૂમિમાં પધાર્યા. અને સં. ૧૯૪૬ ની સાલનું
ચાતુર્માસ ગુરૂ આશાથી લુધીયાના શહેરમાં કર્યું. ત્યાર બાદ પંજાબ દેશમાં હુશિયારપુર, જીરા, શંખત્રા, પટ્ટી, કેટલા, ગુજરાનવાળા. ઉપર જણાવેલા પંજાબના સાત ગામમાં અગ્યાર ચાતુર્માસ થયા.
| વિક્રમ સંવત ૧૫૭ ની સાલમાં તેરમું ચાતુર્માસ મારવાડના પ્રસિદ્ધ શહેર બીકાનેરમાં થયું. ત્યાંના શ્રાદ્ધધર્મ ઉપાસક શેઠ શિવચંદભાઈ સુરાણા તથા ઉદયમલજી ઠઠ્ઠાની ગુરૂભકિત ઘણી જ પ્રશંસવા યોગ્ય હતી. સંવત ૧૫૮ નું ચાતુર્માસ ઉદયપુર શહેરમાં શ્રીમાન જયવિજયજી મહારાજશ્રી સંગાથે થયું હતું, ત્યાંથી શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરી અનુક્રમે વિહાર કરતા ગુજરાતમાં પધાર્યા. સંવત ૧૯૫૯નું ચાતુર્માસ પ્રવર્તકશ્રી મુનિ કાન્તિવિજયજી મહારાજની સંગાથે પોતાની જન્મભૂમિમાં પાટણ શહેરમાં થયું એટલે દીક્ષા લીધા બાદ ચૌદ વર્ષે જન્મભૂમિમાં પધાર્યા. ત્યાંથી વિહાર કરતા શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ શ્રી ભાયણી મલ્લીનાથજી મહારાજની યાત્રા કરી કાઠિયાવાડમાં પધાર્યા અને સંવત ૧૯૬૦ નું ચાતુર્માસ બાટાદ નજીક પાળીયાદ ગામમાં થયું ત્યાંથી વિહાર કરી શ્રી સિદ્ધગિરિ તીર્થ તથા તાલધ્વજ ગિરિની યાત્રા કરી, મહુવા શ્રીવર્ધમાન સ્વામીના દર્શન કરી કૃતાર્થ થયા. ત્યાંથી પાછા ફરતા તળાજા શહેરમાં આવી સંવત ૧૯૬૧ ના માહ સુદી ૬ ના દિવસે પાટણના રહીશ સાલવી જ્ઞાતિના શ્રાવક નારાયણદાસ મોતીચંદને દીક્ષા આપી અને તે શિષ્યનું નામ શ્રીરત્નવિજયજી રાખવામાં આવ્યું હતું, ત્યાંથી શ્રી સિદ્ધાચલજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org