Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ બાલ બ્રહ્મચારી શ્રીમાન મુનિરાજ શ્રી લબ્ધિવિજયજી મહારાજનું સંક્ષિપ્ત જીવન વૃત્તાંત. ::::: ગુજરાતનું પાટનગર પ્રસિદ્ધ પાટણ શહેર વર્તમાન સમયે જે પવિત્ર ભૂમિ ઉપર શોભાયમાન છે, તેજ ભૂમિ ઉપર પૂર્વે શ્રીમદ્ શિલગુણસૂરિ મહારાજના પરમ ભકત મહાત્માના જન્મ ચાવડા વંશના કૂળદીપક વનરાજ ચાવડાએ સ્થાનને પરિચય અણહીલપુર પાટણ વસાવેલું, અને પોતે જૈન ધર્મના ખાસ ઉપાસક હાઈશ્રી પંચાસરા પાર્થ નાથજી મહારાજનું ભવ્ય મંદિર પણ બંધાવેલું હતું, ત્યાર બાદ કેટલાક વર્ષો પછી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના પરમ ભકત જૈન ધર્મના ઉપાસક શ્રી કુમારપાળ મહારાજા આ પાટણ શહેરની ગાદી ઉપર બિરાજમાન થયા; જેણે પિતાના ૧૮ દેશમાં અમારી પટહ વગડાવી જીવદયા પળાવી અને દશે દિશામાં આહુત ધર્મને ઉત કર્યો. તે શહેરમાં વર્તમાન સમયે જેના શિખરબંધી મંદિરની દવાઓ આકાશમંડળને આસ્વાદના કરી રહેલી છે, તેવાં ૧૨૫ જિનમંદિરે ભવ્ય અને મહર છે, તે સિવાય ઘર દેરાસરે પણ જ્યાં ૧૫૦-૨૦૦ આશરે શેભી રહેલ છે, કુમારપાળ ભૂપતિને સમયથી અદ્યાપિ પર્યત જ્યારે જ્યારે જૈન ધર્મના પર્વો કે મહેન્સ હોય ત્યારે પરાપૂર્વથી રિવાજ પ્રમાણે આખા શહેરમાં આજે પળાય છે, તમામ આરંભ સમારંભના કાર્યો બંધ રહે છે એટલું જ નહીં પણ જેનેતર તમામ વ્યાપારીયે ઘણું ભાગે જે જાતને પોતાને ધંધો હોય તે જાતના વિધવિધ માલ વડે દુકાને શણગારે છે, આવા જૈનપુરીગણાતા શહેરમાં વાસાવાડા નામે મહોલ્લામાં સુપ્રસિદ્ધ દશા ઓશવાળ જ્ઞાતિના શેઠનિહાલચંદ સાકળચંદ નામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 160