________________
ઉદઘાત
૧૯
ઈ. સ. ૧૯૧૨ માં પ્રસિદ્ધ થયેલું હતું. આ તેમજ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ એ બે કા અનુવાદ સહિત મેં તૈયાર કર્યા છે અને તે ટુંક સમયમાં છપાઈ બહાર પડશે એવી આશા રહે છે.
આ ઉપર્યુકત વિશિષ્ટતાથી અલંકૃત કઈ બીજું કાવ્ય હોય, તે તેની મને ખબર નથી, જોકે અન્ય જાતનાં યમકમય કાવ્યો તે મેં કેટલાંક જોયાં છે. સમય મળતાં તેને પણ અનુવાદ કરવા અભિલાષા રહે છે. કાવ્ય-ઉત્પત્તિ
આ સ્તુતિચતુર્વિશતિકા શ્રીશેભન મુનીશ્વરે કયા પ્રસંગે રચી તેના સંબંધમાં નીચેની હકીકત રજુ કરવામાં આવે છે. આની સત્યતા ઉપર ભરોસો રાખી શકાય તેમ છે, પરંતુ આ દાથા કવિરાજના અદ્વિતીય કાવ્ય-ચાતુર્યને તથા અસાધારણ ઉપગને સૂચવવા જોડવામાં આવી હોય એમ પણ સંભવી શકે છે.
એકદા શેભન મુનિરાજ ગોચરી માટે ગયા હતા, તેવામાં તેમને જિનેશ્વરની સ્તુતિ રચવાને વિચાર થઈ આવ્યું અને તે કાર્યમાં તેઓ તલ્લીન બની ગયા. આ પ્રમાણે વ્યગ્ર ચિત્તવાળા તેઓ એક શ્રાવકને ઘેર જઈ ચડ્યા અને ત્યાં આહાર લઈને ભરેલું પાત્ર ઝોળીમાં મૂકવાને બદલે તેની સમીપમાં પડેલું પાષાણનું પાત્ર તેમણે છળીમાં મૂકી દીધું. આહાર કરતી વેળાએ તેમની ઝોળીમાંથી પાષાણનું પાત્ર નીકળતાં તેમની સ્પર્ધા કરનારા બીજા મુનિઓ બોલી ઊઠ્યા કે અહે! આજે શેભનને તમે લાભ થ! ગુરૂજીએ શેભન મુનિને આ બાબતને ખુલાસો કરવા કહ્યું ત્યારે તેમણે સત્ય હકીકત નિવેદન કરી અને પોતે જિન–સ્તુતિનાં જે પદ્ય રચ્યાં હતાં તે કહી બતાવ્યાં. આ સાંભળીને તેમના ગુરૂજી અતિશય ખુશી થઈ ગયા. ગોચરીએ નીકળીને ઉપાશ્રયે પાછા ફરતાં સુધીમાં આવાં અપૂર્વ પદ્ય જે કવીશ્વરે રચ્યાં હોય, તે તે હકીકત આ કવીશ્વરની અપૂર્વ કુશલતા સૂચવે છે. સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્થાન
આ કાવ્યની સમાલોચના કરવાનું કાર્ય તે હું સુજ્ઞ પાઠક–વર્ગને સારું છું, પરંતુ તેની સમીક્ષા અંગે નીચેની બાબતોને ઉલ્લેખ કર હું ઉચિત સમજું છું,
(૧) પ્રથમ તે આ કાવ્ય ઉચ્ચ કેટિનું હોવું જોઈએ એ વાતને એ કાવ્યને અંગે રચવામાં આવેલી વિવિધ ટીકાજ સિદ્ધ કરી આપે છે. ખાસ કરીને સૌભાગ્યસુરિજીએ આના સંબંધમાં નીચે મુજબના ઉદ્ગારો કાઢયા છે એ ભુલવા જેવું નથી. તેઓશ્રી કહે છે કે
તુતિવહપ વિવિધાર્થરિત્ર- . . ऽलङ्कारसारा सरसाऽप्रमेया ॥"