________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने एकानेकात्मसिद्धि २ सूत्रम्
ગુણ–મૃત્યાદિ–ના પ્રત્યક્ષપણાથી ઘડાની માફક ગુણી જીવ પણ પ્રત્યક્ષ થાય છે. પૂર્વપક્ષ–ગુણના પ્રત્યક્ષપણાથી ગુણી પ્રત્યક્ષ થાય છે એ હેતુ અનૈકાન્તિક છે, કેમ કે આકાશનો ગુણ જે શબ્દ તે પ્રત્યક્ષ છે પરંતુ ગુણી આકાશ પ્રત્યક્ષ થતો નથી. ઉત્તરપક્ષ–રૂપાદિની માફક શબ્દ ઇંદ્રિયગ્રાહ્ય હોવાથી આકાશનો ગુણ નથી પરંતુ પુદ્ગલનો ગુણ છે, માટે તમે કહેલ તે હેતુ અનૈકાંતિક છે તેમ નથી. ગુણોનું પ્રત્યક્ષપણું છતે ગુણીનું પ્રત્યક્ષપણું કેમ થાય? એમ જો કહેતા હો તો અમો પૂછીએ છીએ કે– ગુણોથી ગુણીને ભિન્ન માનો છો કે અભિન્ન? જો અભિન્ન હોય તો જ્ઞાનાદિ ગુણને ગ્રહણ કરવા માત્રથી ગુણી (આત્મા) સાક્ષાત્ ગ્રહણ થાય જ. જો ગુણોથી ગુણી ભિન્ન છે તો ઘટ આદિ ગુણી તેના રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થવાથી જે ગ્રહણ થાય છે તે પણ ન થવું જોઇએ. જો આ પ્રમાણે છે તો કેવલ જીવના વિષયમાં જ અભાવના વિચાર શાથી થાય છે? (૪૮-૪૯-૫૦).
જેઓ સર્વ પદાર્થસમૂહના સ્વરૂપના આવિર્ભાવ (પ્રકાશ)માં સમર્થ જ્ઞાનીઓ છે તેઓને તો સર્વાત્મભાવે (સર્વથા જ) પ્રત્યક્ષ થાય છે. તેમજ અનુમાન પ્રમાણ વડે આત્મા જણાય છે તે આ પ્રમાણે–આ શરીર વિદ્યમાન કર્તા વડે ભોગ્યપણું1 હોવાથી ભાત, વસ્ત્ર વગેરેની જેમ કરાયેલું છે. આકાશનું ફૂલ વિપક્ષ દૃષ્ટાંત છે. તે વિદ્યમાન કર્તા જીવ છે. શંકા-ઓદનના કર્તાની માફક આત્મા મૂર્ત સિદ્ધ થાય છે, માટે ‘ભોગ્યત્વ’ હેતુ, સાધ્ય જે અમૂર્ત આત્મા તે ભોગ્યત્વથી વિરુદ્ધ હોવાથી સાધ્યવિરુદ્ધ છે. સમાધાન–એ તમારું કથન યોગ્ય નથી. સંસારી જીવને મૂર્ણપણે પણ સ્વીકારેલ હોવાથી ભોગ્યત્વ હેતુ સાધ્ય વિરુદ્ધ નથી. ભાષ્યકાર કહે છે કે—
નો જત્તાદ્રિ નીવો, સાવિરુદ્ધ(ઓ)ત્તિ તે મદ્ દુગ્ગા[દ્દોન્ના] | મુત્તાપસંગામો, તં નો [7]સંસારનો રોનો [विशेषावश्यक० १५७० त्तिं ]
જે કર્તા વગેરે છે તે જીવ છે. મૂર્ત્તત્વાદિના પ્રસંગથી આ અનુમાનો સાધ્ય વિરુદ્ધના સાધક થશે, એમ તારી બુદ્ધિ થાય તો તેમાં સંસારી જીવને સાધવામાં એ મૂર્ત્તત્વાદિ દોષ નથી આવતા. (૫૧)
લિંગ અને લિંગી (હેતુ ને પક્ષ) ના સાક્ષાત્ સંબંધના દેખવા વડે અનુમાનની પ્રવૃત્તિ થાય છે, એ તમારું કહેવું અયોગ્ય છે; કારણ કે એ હેતુ અનૈકાન્તિક દોષવાળો છે. લિંગી સાથે વ્યાપ્તિવાળો જે લિંગ તેના ઉપતંભના અભાવ વડે અનુમાનની જ એકાંતથી અપ્રવૃત્તિ છે. હાસ્ય, રુદન વગે૨ે લિંગ (હેતુ) વિશેષ જે, ગ્રહાખ્ય લિંગી (પિશાચાદિ) ના વ્યાપ્ત જ્ઞાન વિના પણ પિશાચાદિનું અનુમાન કરાવે છે. જો તમે એમ કહેશો કે દેહ એ જ પિશાચ છે, પરન્તુ તેમ નથી કારણ કે વ્યાપ્તિ જ્ઞાનના નિયામકથી જ્યાં જ્યાં દેહ છે ત્યાં ત્યાં પિશાચનું દર્શન થવું જોઈએ પણ બીજાના દેહમાં પિશાચ દેખાતો નથી. વળી ભાષ્યકાર કહે છે કે—
सोऽगंतो जम्हा, लिंगेहि समं अदिट्ठपुव्वोऽवि । गहलिंगदरिसणातो, गहोऽणुमेयो सरीरंमि ॥५२॥
[विशेषावश्यक० १५६६ त्ति ]
લિંગો (હાસ્યાદિ ચિહ્નો) વડે પૂર્વે નહિ જોયેલ જે પિશાચ તેના હાસ્યાદિ ચિહ્નો વડે આ શરીરમાં પિશાચ છે એમ અનુમાન કરવા યોગ્ય છે, માટે તમારો હેતુ અનૈકાન્તિક છે. આત્મા આગમપ્રમાણ વડે જણાય છે. (૫૨)
'શે આયા' એ જ વચનથી અન્ય આગમો વડે આત્માના વિસંવાદની સંભાવના કરવા યોગ્ય નથી, કારણ કે આ આગમને સુનિશ્ચિત આપ્તપુરુષે કહેલ છે. અહિં ઘણું કહેવાનું છે તે સ્થાનાંતરથી જાણવું. આત્માનો અભાવ છતે જાતિસ્મરણાદિ અને મૃત્યુ પામેલ પિતા, દાદા વગેરેથી કરાયેલ અનુગ્રહ અને ઉપઘાત (લાભ-હાનિ) પ્રાપ્ત નહિં થાય. આત્માનું સપ્રદેશપણું તો અવશ્ય સ્વીકારવા યોગ્ય છે. અવયવના અભાવમાં તો હસ્તાદિ અવયવોના એકત્વ (એકપણા)નો પ્રસંગ આવશે અને દરેક અવયવ પ્રતિ સ્પર્શદિની અનુપલબ્ધિનો પ્રસંગ આવશે. ગ્રીવાદિ દરેક અવયવમાં જણાતું રૂપ ગુણવિશિષ્ટ ઘડાની જેમ ચૈતન્ય 1. આત્મા ભોક્તા અને શરીર ભોગ્ય છે. 2. એ સપક્ષ દૃષ્ટાંત છે. 3. આદાન અને આદેયપણું અર્થાત્ ગ્રાહક-ગ્રાહ્ય નહિ હોવાથી 4. આત્મા આઠ કર્મ અને શરીર સહિત હોવાથી કથંચિત્—સાપેક્ષાએ મૂર્ત પણ છે.
18