________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने एकानेकात्मसिद्धि २ सूत्रम् ભગવાને કહ્યું તે કહેવાય છે. તેમાં સર્વ પદાર્થોને જાણવા માટે સમ્યગુ મિથ્યાજ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયા દ્વારા ઉપયોગ જોડવાથી આત્માનું સર્વ પદાર્થમાં પ્રધાનપણું છે. આ હેતુથી સૂત્રકાર પ્રથમ આત્માનો વિચાર કહે છે. ll૧//
જો ગાયા II સૂરા (મૂ૦) આત્મા એક છે. //// (ટી0) કોઈક અપેક્ષાએ (સંગ્રહ નયની અપેક્ષાએ) આત્મા એક છે, બે ત્રણ આદિ રૂપ આત્મા નથી. 'તત્ર મતતિ સતતમવ4/છતિ-અહિં મત' ધાતુ સાતત્ય ગમનના અર્થમાં છે એ વચનથી 'મત' ધાતુ ગતિના અર્થવાળો છે અને ગત્યર્થ ધાતઓ જ્ઞાનના અર્થવાળા હોય છે. તેથી કરીને ''અનવરત જ્ઞાનાતિ' જે નિરંતર જાણે છે તે આત્મા (જીવ). અહિં આત્મા શબ્દ નિપાતથી સિદ્ધ થયેલ છે, કેમ કે આત્માનું લક્ષણ ઉપયોગ છે તેથી અર્થાત્ સિદ્ધ સંસારી એ બે અવસ્થામાં પણ ઉપયોગભાવ વડે નિરંતર જાણવાપણું છે તેથી તથા નિરંતર બોધનો અભાવ માનીએ તો અજીવપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને અજીવપણું થવાથી તેમાં ફરીથી જીવત્વનો અભાવ છે અને ફરીથી જીવત્વભાવ સ્વીકારવામાં આકાશાદિને પણ જીવપણાનો પ્રસંગ આવશે, અને એમ માનવાથી જીવનું અનાદિપણું સ્વીકારવાનો અભાવ ઉદ્ભવશે (અર્થાત્ જીવનું અનાદિપણું નહિ ઘટે) અથવા જે નિરંતર પોતાના જ્ઞાનાદિ પર્યાયોને પ્રાપ્ત કરે છે તે આત્મા. શંકા-એમ માનવાથી આકાશાદિને પણ આત્મા શબ્દના વ્યવહારનો પ્રસંગ આવશે, કારણ કે આકાશ વગેરે પણ પોતાના પર્યાયોમાં સતત ગમન કરે છે. જો એમ નહિ માનીએ તો આકાશાદિમાં પણ અપરિણામ– વડે અવસ્તુપણાનો પ્રસંગ આવશે. ઉત્તર-નૈવ—એમ નથી; કેમ કે 'સતત સતત
તિ' ઇત્યાદિ વ્યુત્પત્તિમાત્રનું નિમિત્તપણું છે અને ઉપયોગ જ પ્રવૃત્તિમાં નિમિત્ત છે તેથી જીવ જ આત્મા છે પણ આકાશાદિ આત્મા નથી. અથવા સંસારીની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ગતિઓમાં નિરંતર જવાથી અને મુક્ત (સિદ્ધ)ની અપેક્ષાએ ભૂતકાળમાં જે આત્મા હતો તે જ વર્તમાનમાં હોવાથી આત્મા છે, તેનું એકપણું કથંચિત્ જ છે તે બતાવે છેઃદ્રવ્યાર્થપણે એકપણું છે કારણ કે આત્માનું એક દ્રવ્યપણું છે અને પ્રદેશાર્થપણે આત્માનું અસંખ્ય પ્રદેશપણું હોવાથી અનેકપણું છે. તેમાં દ્રવ્યરૂપી અર્થનો જે ભાવ તે દ્રવ્યાર્થતા, પ્રદેશગુણ અને પર્યાયની આધારતા અર્થાત્ જે અવયવી તે દ્રવ્યપણું છે. પ્રકૃષ્ટ-જેના બે વિભાગ કેવલીના જ્ઞાનથી પણ ન થાય તે પ્રદેશ અર્થાત્ નિરવયવ અંશરૂપ અર્થનો જે ભાવ તે પ્રદેશાર્થતા, ગુણ અને પર્યાયની આધારતારૂપી અવયવ લક્ષણ વિશિષ્ટ અર્થપણું જાણવું. શંકા-અવયવી દ્રવ્ય જ નથી. ગધેડાના શીંગડાની માફક દ્રવ્યનો અસંભવ હોવાથી વક્ષ્યમાણ (કહેવાતા) બે વિકલ્પ વડે અવયવી દ્રવ્ય નથી. કહે છે કે–અવયવી દ્રવ્ય અવયવોથી ભિન્ન છે કે અભિન્ન છે? અભિન્ન પક્ષ તમે સ્વીકારી શકશો નહિ; કારણ અભેદ છતે અવયવી દ્રવ્યની જેમ અવયવોનું પણ એકપણું થાય અને અવયવની જેમ અવયવી દ્રવ્યનું પણ અનેકપણું થાય. અન્યથા ભિન્ન પક્ષ જ સિદ્ધ થાય છે, ધર્મનું જે આભાસન તે ભેદનું કારણ છે. જો ભિન્ન પક્ષ સ્વીકારશો તો અવયવી દ્રવ્ય અવયવોથી ભિન્ન છે તો તે સર્વ અવયવોમાં સર્વથા અવયવી દ્રવ્યની સંખ્યા થાય ત્યારે અવયવી દ્રવ્યનું એકપણું કેમ ઘટે? અને દેશથી ભિન્ન કહેશો તો જે દેશો (વિભાગો) વડે અવયવોમાં અવયવી દ્રવ્ય વર્તે છે તે દેશોમાં પણ તે કેવી રીતે પ્રવર્તે છે? દેશથી કે સર્વથી? જો સર્વથી કહેશો તો પૂર્વોક્ત દોષ આવે છે. જો દેશથી કહેશો તો તે દેશોમાં પણ કેમ થાય? દેશથી તેના દેશોમાં તેના દેશોમાં, એમ વિકલ્પો કરવાથી અનવસ્થા દોષ થાય છે. સમાધાન – બે વિકલ્પ વડે અવયવી દ્રવ્યનું જે અઘટમાન કહ્યું કે તમારું કથન અયુક્ત છે. અમે એકાંતથી ભેદ અથવા અભેદનો સ્વીકાર જ કરતા નથી. અવયવો જ તથાવિધ એકપરિણામપણે (એક પિંડરૂપે રહેવાથી) અવયવી દ્રવ્યપણે વ્યવહાર કરાય છે અને તે (અવયવો) જ તથાવિધ ભિન્ન ભિન્ન પરિણામોની અપેક્ષાએ અવયવો કહેવાય
1. આત્માના વિચારમાં ટીકાકાર પ્રથમ વ્યુત્પન્યર્થ દર્શાવે છે. 2. આકાશાદિ પોતાના પર્યાયોમાં ગમન કરે છે, પરંતુ તેમાં ઉપયોગની પ્રવૃત્તિ નથી. 3. ગુણપર્યાયનો જે સમુદાય તે દ્રવ્ય, 4. અહિ કથંચિત્ અભેદ પક્ષ કહ્યો. 5. અહિં કથંચિત્ ભેદ કહ્યો.
16.