________________
१ स्थानाध्ययने १ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ થયેલ, કેવલ સ્થિરરૂપ નિત્યનું લક્ષણ હોવાથી જે ભગવાનની સમીપમાં સાંભળવાપણાનો સ્વભાવ (હતો) તે જ સ્વભાવ શિષ્યને ઉપદેશપણામાં કેમ સંભવે? વળી આનો (શ્રોતાનો) પહેલા સ્વભાવના ત્યાગમાં અથવા પૂર્વ સ્વભાવના નહિ ત્યાગવામાં શિષ્યને ઉપદેશકત્વ હોય? જો ત્યાગવામાં કહેશો તો 'હંત' ઇતિ ખેદે વસ્તુનું નિત્યપણું નાશ થયું, વસ્તુ, વસ્તુના સ્વભાવથી ભિન્ન નથી. કારણ કે સ્વભાવનો ક્ષય થયે છતે વસ્તુનો ક્ષય થાય છે. એ હેતુથી અપરિત્યાગ પક્ષ જો તમે કહેશો તો તે પણ નહિ ઘટે, કારણ કે યુગપત્ (એક જ સમયે) વિરુદ્ધ બે સ્વભાવનો અસંભવ હોય છે. જો એ નિત્યપક્ષ સ્વીકારશો તો તે પણ યોગ્ય નથી, કારણ કે સર્વથા નાશ પામતે છતે શ્રોતાનો શ્રવણકાલમાં જ વિનાશ હોવાથી અને કથનના સમયમાં બીજાની જ ઉત્પત્તિ હોવાથી કહેવાનો પ્રસંગ નહિ આવે. 'યજ્ઞદત્તે સાંભળેલ દેવદત્તના ન કહેવાની જેમ. અહિં નયના મત વડે સમાધાન કરે છે. એ હેતુથી નયદ્વારનું અવતરણ કરે છે–નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયો છે. તેમાં પહેલા ત્રણ નયો, દ્રવ્ય એ જ અર્થ છે એમ કહેવા વડે દ્રવ્યાર્થિક નયમાં અવતરે છે. બીજા ચાર નિયો, પર્યાય એ જ અર્થ છે એમ કહેવા વડે પર્યાયાર્થિક નયમાં અવતરે છે. તે જ ઉભય મતનો આશ્રય કીધે છતે દ્રવ્યાર્થપણાએ વસ્તુ નિત્ય અને પર્યાયાર્થપણે તો વસ્તુ અનિત્ય છે; માટે (સ્ટાદ્વાદપક્ષે) નિત્ય-અનિત્ય વસ્તુ છે. આ હેતુથી ગોળ અને સૂંઠની માફક પ્રત્યેક પક્ષમાં કહેલ દોષનો અભાવે છે. એવી જ રીતે સર્વ વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. કહેવું છે કેसव्वं चिय पइसमयं, उप्पज्जइ नासए य निच्चं च । एवं चेव य सुह-दुक्ख-बंध-मोक्खादिसब्भावो ॥४४।।
[વિરોષાવય ૧૪૪-૩૪૩૧] સર્વ વસ્તુ પ્રતિસમયે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને નિત્ય છે. આ બન્ને (નિત્યાનિત્ય) પ્રકારે વસ્તુને સ્વીકારવાથી સુખ, દુઃખ, બંધ અને મોક્ષાદિનો સદ્ભાવ ઘટી શકે છે. (૪૪)
: સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ અનુગમ કહ્યો તેવી રીતે સ્વીકારેલ સૂત્રનો આશ્રય કરીને સૂત્રાનુગમ, સૂત્રાલાપકનિક્ષેપ, સૂત્રસ્પર્શિકનિયુક્તિ, અનુગમ અને નયો દર્શાવેલા છે. ક્રમપૂર્વક ભાષ્યકારનું વચન આરાધ્યું-સ્વીકારેલ છે તે ભાષ્યનું વચન આ પ્રમાણેसुत्तं सुत्ताणुगमो, सुत्तालावगकओ य निक्खेवो । सुत्तप्फासियनिजुत्ती, नया य समगं तु वच्चंति ॥५॥
[વિશેષાવસ્થ૦ ૨૦૦૨] સૂત્ર, સૂત્રાનુગમ, સૂત્રાલાપકગત નિક્ષેપો, સૂત્ર સ્પર્શિકનિયુક્તિ અને નયો એ સર્વે એક સાથે દરેક સૂત્રમાં આવે છે. (૪૫) એ દ્વારોનો વિષય ભાષ્યકારે કહેલ છે.
होइ कयत्थो वोत्तुं, सपयच्छेयं सुअं सुयाणुगमो । सुत्तालावगनासो, नामाइन्नासविनियोगं ।।४६।। सुत्तप्फासियनिज्जुत्ति-निओगो सेसओ पयत्थाई । पायं सो च्चिय नेगमनयाइमयगोयरो होइ ।।४७।। (युग्म)
[વિશેષાવશ્ય ૨૦૦૧-૧૦૨૦] અસ્મલિતાદિ ગુણયુક્ત સૂત્ર અને તેનો પદચ્છેદ કહીને સૂત્રાનુગમ કૃતાર્થ (સફલ) થાય છે, નામાદિ નિક્ષેપનો સંબંધ માત્ર કહીને સૂત્રાલાપક નિક્ષેપ સફલ થાય છે અને શેષ પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યયવસ્થાનરૂપ વ્યાખ્યા સૂત્રસ્પર્શિકનિર્યુક્તિમાં ઉપયોગ થાય છે. તે પદાથદ પ્રાયઃ નૈગમાદિ નયના અભિપ્રાયથી જણાય છે. પદાર્થાદિ કહે છતે જ નૈગમાદિ નયોની પ્રવૃત્તિ છે. (૪૬-૪૭).
એવી રીતે દરેક સૂત્રમાં પોતાની મેળે અનુસરણ કરવું. અમે તો કોઈ સ્થાને કંઈક સંક્ષેપ અર્થને કહેશું. હમણા જે 1. કારણ? સાંભળનાર યશદત્તનો વિનાશ હોવાથી તે કહી શકે નહિ, દેવદત્ત વિદ્યમાન હોવા છતાં પણ સાંભળવાના અવસરે નહિ હોવાથી
ન સાંભળેલું કેમ કહી શકે? 2. गुडो हि कफहेतुस्स्यात्, नागरं पित्तकारणम् । उभयोर्न हि दोषस्स्या-त्तद्वयमौषधं भवेत् ।।१।।
– 15