Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 388
________________ ૩૮૨ આનંદ મંદિર વિજયને સૂચવનારાં વાજિના ધ્વનિઓથી વનભૂમિને ગાવતાં તેઓ આમ ણિભૂષણ વનમાં આવ્યાં હતાં, ત્યાં તેમણે વનચરના મુખથી સાભળ્યું કે, અહીં ધર્મ છે આચાર્ય આવેલા છે. આ ખબર જાણી શ્રીચંદ્ર અને વિદ્યાધરોને સાથે લઈ બીજા સર્વ પરિવારથી વીંટાઇને અહીં આચાર્ય વંદના કરવા આવે છે. આટલું જાણી હવે વાંચનારના હદય ઉપર સારું અજવાળું પડયું હશે. આ સમયે પૃથ્વી ઉપર ધર્મઘોષ મુનિ ઘણુ પ્રખ્યાત આચાર્ય હતા. તેમણે પોતાના ઉત્કૃષ્ટ કૃતજ્ઞાનથી છતર મતના વાદીઓને પરાભૂત કર્યા હતા. તેમને ઘણા રાજાઓ મોટા આડંબરથી વાંદવાને આવતા હતા. શ્રીચંદ્ર, મણિ ચૂડ, અને રત્નચૂડ વિગેરે બધો પરિવાર આચાર્યની સન્મુખ વિનયથી બેઠે, તે વખતે સુગ્રીવ વિગેરે વિદ્યાધરો પણ તેમને વંદના કરવાને આવ્યા હતા. સર્વ સમાજમાં પ્રતાપી શ્રીચંદ્ર નાયકરૂપે દેખાતો હતો. ગુરૂના મુખની ઉપદેશ વાણી સાંભળવાને તે ઇતે જારી રાખી રહ્યા હતા. ઉપકારી આચાર્ય મહારાજ સકળ સમાજને શ્રવણમાં ઉત્સુક જોઈ, અતિ, પ્રસન્ન થયા. તેમની દ્રષ્ટિ શ્રીચંદ્રની ઉપર પડતાં તેમણે જાણ્યું કે, આ પુરૂષ પુણ્યનો રાશિ છે. દેશના સાંભળવામાં જે બુદ્ધિના આઠ ગુણ કહેલા છે, તે બધા આ ધર્મવીર પુરૂષમાં દેખાઈ આવે છે. શુશ્રુષા શ્રવણ, પ્રહણ, ધારણા, ઉહ, અપહ, વિચાર અને અર્થશાન, એ બુદ્ધિના આઠ ગુણ કહેવાય છે. ગુરૂની સેવા અથવા સાંભળવાની ઇચ્છા તે શુશ્રુષા કહેવાય છે. સાંભળવું અને સાંભળેલું ગ્રહણ કરવું તે ગ્રહણ, જે ગ્રહણ કરેલું હોય તેને ધારવું, તે ધારણું. તેને તર્ક કરી નિશ્ચય કરવો તે ઉહા. સાંભળતાં નેત્રની કઈ ચેષ્ટા કરવી તે અપહ, સાંભળેલાને વિચાર કરવો તે વિચાર, અને કહેલા અર્થનું જાણવું તે અર્થ. જ્ઞાન, આ બુદ્ધિના આઠ ગુણ ગુરૂએ શ્રીચંદ્રમાં જોયા હતા. આચાર્યે પ્રસન્ન હદયથી દેશના આરંભ કર્યો. પ્રથમ તેઓ તપસ્યાના પ્રભાવનું વર્ણન કરવાને નીચેને બ્લેક બોલ્યા न नीचैर्जन्मस्यात्प्रभवति न रोग व्यतिकरोनचाप्यज्ञानत्वं विलसति न दारिद्यलसितम् । पराभूतिर्नस्यात् किमपि न दुरापंकिलयतस्तदेवेष्टमाप्तौ कुरुत निजशक्त्यापि सुतपः ॥१॥ હે ભવિ પ્રાણીઓ ! તમે તમારી શક્તિ પ્રમાણે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિને માટે તપ કરો. જે તપના પ્રભાવથી નીચ કુળમાં જન્મ થતું નથી, રેણ ઉત્પન્ન થતો નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438