Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 433
________________ શ્રીચંદ કેવળી, ૪૨૪ તેણે શુભ રૂચીરૂ૫ નગર વસાવી અને તેની પાસે વિવેકરૂપ પર્વતનું ક્રીડા શિખર સ્થાપી, તેમાં તે ચારિત્ર ધર્મના આનંદને અનુભવ કરવા લાગ્યા; ચિત્તની એકાગ્રતાની આસપાસ ધર્મધ્યાનરૂપ ગઢને પાયે નાખી, અપ્રમત્તતારૂપ ભૂમિકાની અંદર તે દ્રઢતાથી રહેવા લાગ્યા; આત્મવીર્યના ઉલ્લાસથી ક્ષમારૂપ શસ્ત્ર લઈને શાસ્ત્રબોધરૂપ સેનાપતિને આગળ કરી, સંયમરૂપ સન્યની સહાય લઈ, તેમણે મન ઉપર વિજય મેળવી, શુલ ધ્યાનરૂપ વિજયને કે વગડાવ્યો હતો. પછી ધ્યાનારૂઢ થઈ ક્ષપક શ્રેણીવડે તેણે મોહરૂપ હરામી, શત્રુને હરાવી દીધો હતો. પ્રથમ ગુણઠાણાના પક્ષને અવલંબી, મિથ્યાત્વને ઉડાડી દઈ, બંધ, ઉદય, ઉ દીરણા અને સત્તા વિગેરે પ્રકૃતિના પ્રભાવ પર વિજય મેળવતા હતા, અને પોતે કરેલા સંકેત પ્રમાણે અપ્રમત્ત ગુણઠાણ સુધી તેઓ આવી પહોંચ્યા હતા. પછી પાંચ આચારરૂપ ગજેની સ્વારી કરી, તેમણે તેની વિશેષ ઉન્નત્તિને મહા માર્ગ લીધે હતા. શુધ્યાનના પહેલા પાયા સુધીની સ્થિતી પ્રાપ્ત કર્યા પછી રાજર્ષિ શ્રીચંદ્રક્ષક શ્રેણીમાં આરૂઢ થતા ગયા, એ શ્રેણીની અનંત શક્તિથી તેમણે પોતાનાં બધાં કર્મ ખપાવી દીધાં હતાં, અને આખરે કર્મનો વિલય થયા પછી કાલોકને પ્રગટ કરનારું તેમનામાં કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. કેવળજ્ઞાનના પ્રકાશથી તે મહાનુભાવે હાથમાં રહેલા નિર્મળ જળની માફક સર્વ વિશ્વને જોવા માંડયું. કેવળજ્ઞાન એ સર્વોત્તમ જ્ઞાન છે. એ જ્ઞાનના પ્રભાવથી સિદ્ધ શિલાનો માર્ગ સાનિધ્ય થાય છે; કેવળજ્ઞાનનું મહાઓ દિવ્ય છે, તેની દિવ્ય અને અદ્ભુત શક્તિ પરમ આ શ્ચર્ય ઉત્પન્ન કરે છે. કેવળજ્ઞાનના યોગથી આત્માની પૂર્ણ નિર્મળતા પ્રગટ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એ પરિસીમા છે. રત્નત્રયીની રમણીયતા કેવળજ્ઞાનથી જ દેખાય છે. આ જગતના અનંત પ્રવાહમાં પ્રવહન થતા સર્વ પદાર્થો કેવળીને જ ગમ્ય છે. સમ્યકત્વ ધર્મના સમારાધનનું પૂર્ણ સાફલ્ય કેવળજ્ઞાનની પ્રાપ્તિમાંજ છે. આવું કેવળજ્ઞાન સંપાદન કરી મહાયોગી શ્રીચંદ્ર આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા. તેમની નિર્મળતા આત્મગુણને અવલંબી વિશેષ શેભવા લાગી; તેમને પરમાનંદના ઉત્કૃષ્ટ સુખને પૂર્ણ અનુભવ થવા લાગે. રાજર્ષિ શ્રીચંદ્ર હવે ખરેખરા શ્રીચંદ્ર કેવળી થયા. આ અનંત વિશ્વમાં અને અનંતા કેવળીઓની શ્રેણીમાં તેઓ ભળી ગયા. તેમના કેવળજ્ઞાનના સ્વરૂપનાં દર્શન કરી, મોહિત થયેલા જૈન ભક્ત નીચેની કવિતા અદ્યાપિ ગાયા ક્ષપક શ્રેણકી શકિત અનંતી, તિનસે કમ ખપાયે,. જ્ઞાન અનંત અનંત લહે તબ, જયત નિશાન બજાયો. જ્ઞાનવિમળ પ્રભુતાઈ પાઈ, સવિ અરિ વર્ગ ખપાયો, કેવળજ્ઞાન તો ગુણ પામી, ચામર છત્ર ધરા, દાન શુકલ દઈ પાયો. ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438