Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 432
________________ આનંદ મંદિર પ્રકરણ ૭ર મું. શ્રીચંદ કેવળી. ચનાર ! હવે આપણી વાર્તાને અંત આવ્યો છે. વાર્તાના નાયકનું તે બધુ જીવનચરિત્ર તેં જોયું છે. પુણને પ્રભાવ કેવો બળવાન છે ? સુકૃતની છેR) ણીને મહિમા કે અદ્દભૂત છે ? તેનું તને હવે પૂર્ણ ભાન થયું હશે. હવે છે. આપણું વાર્તાને પવિત્ર નાયક પોતાના જીવનની સમાપ્તિ ક્યાં કરે છે? તેજ માત્ર કા જેવાનું છે. જૈન માર્ગના અનુયાયીઓના જીવનનું પરિણામ કેવું ઉત્તમ આવે છે ? તે બોધ લઈ તું તારા જીવનને મહા માર્ગ સુધારજે. રાજર્ષિ શ્રીચંદ્ર સંયમ લીધા પહેલાં પોતાનાં બધાં કર્તવ્ય પુરાં કર્યાં હતાં. પિતા પ્રતાપસિંહ, માતા સૂર્યવતી, ઉપપિતા લક્ષ્મીદત્ત અને ઉપમાતા લક્ષ્મીવતી, એ ચાર ગુરૂ વર્ગ સંયમ માર્ગને સુધારી, નિર્વાણ પદને પામ્યાના ખબર જાણી, શ્રીચંદ્ર મહેત્સવપૂર્વક તેમના નિર્વાણ સ્થાનમાં ચાર સ્તૂપ કરાવ્યાં હતાં, જે યાવચંદ્ર દિવાકર સુધી શ્રીચંદ્રની માતૃપિતૃ ભક્તિને સુચવતાં રહ્યાં હતાં. છેવટનું એ કર્તવ્ય પૂર્ણ કરી, શ્રી ચંદ્ર પુત્ર જીવનની કૃતાર્થતા માનતા હતા. હવે શ્રીચંદ્ર રાજર્ષિ સંયમ ધર્મના ધુરંધર થયા હતા. તેણે જગતને ચારિત્ર ધર્મનો ચળકાટ બતાવી આપ્યો હતો. તે મહાનુભાવ ગુરૂ સેવાથી ગીતાર્થ અને ગુણપાત્ર થયા હતા. ચારિત્રરૂપ ચંદ્રમાં ચકારરૂપ બની, તેઓ સંયમ માર્ગના મનોન મુસાફર બન્યા હતા, અનેક અભ્યાસી મુનિઓને ભણાવતા, અને ભણતા હતા, પિતાના સંયમી શરીરની આસપાસ બ્રહ્મચર્યની નવ વાડ રાખી હતી. બ્રહ્મચર્યરૂપ કિલ્લાના બળથી તેમણે વિષય વિકારો અને કામરૂપ યોદ્ધાઓને હરાવી દીધા હતા, તેમણે મર્યાદાથી દ્વાદશાંગીને પઠન કરી, અને સૂત્ર તથા અર્થનું મનન કરી, તેનું રહસ્ય પિતાના મતિમંદિરમાં સ્થાપ્યું હતું, તેમની દૃષ્ટિમાં પૂર્ણ રીતે સમભાવ પ્રકાશતો હતો, દરેક કાર્ય આરંભ ગુરૂની આજ્ઞાપૂર્વક થત હતા, સતેષરૂ૫ અગસ્તિથી ભરૂપી મહાસાગરને તેમણે શોધી લીધો હતો, અને અહોનિશ જ્ઞાનરૂપ સૂર્યથી કપરૂપ અંધકારને દુર કર્યું હતું. હવે રાજર્ષિ શ્રીચંદ્ર કેવળજ્ઞાનની સમીપ આવી પહોંચ્યા. તેમની રાજ્યવસ્થામાં જે વીરતા હતી, તે સંયમાવસ્થામાં પ્રકાશિત થવા માંડી. મૈત્રી, પ્રમોદ, કરૂણા અને ઉપેક્ષા, એ ભાવનાને હદયમાં સ્થાપી, એ ધર્મવીર રાજર્વિએ પિતાનાં અક્કલ અને અતુળ બળથી કમરૂપ શત્રુના કટક ઉપર ચડાઈ કરવા માંડી, તેમાં સત્વ પ્રધાન ગુણવાળા ચારિત્ર ધર્મરૂપ એક બળવાન રાજાની તેમણે સહાય લીધી હતી, શુભ મનરૂપ ભૂમિ ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438