Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 434
________________ આનંદ મ ંદિર. મહાનુભાવ શ્રીચંદ્ર રાäિ કેવળી થયા, એ ખબર અવધિજ્ઞાનથી જાણી લઇ, સર્વ સુર અસુરનાં વૃંદા તેમના કેવળજ્ઞાનને! ઉત્સવ કરવાને ભૂમિપર આવ્યા. તે કેવળી ભગવત સુવર્ણના કમળ ઉપર રહેલા સિ ંહાસનની અંદર આરૂઢ થયા. પોતાની વાણીની પ્રભાથી તે ભવિજનના હૃદયના અંધકારને દૂર કરતા હતા. ધ્રુવળીની ઉપદેશ ગિરાથી પરિતૃપ્ત થઇ, સર્વ પર્વદા આનંદ પામી. કેવળજ્ઞાનના મહેાત્સવ કરી, સુર અસુરો પોતપતાને સ્થાને ચાલ્યા ગયા. પછી કેવળી ભગવાને ત્યાંથી વિહાર કર્યો. આર્યક્ષેત્રના અનેક ભવિજનાને પ્રતિોષ આપી, તેઓએ પોતાના કેવળીપણાના જીવનને સારી રીતે કૃતાર્થ કર્યું. પોતાને હાથે સાળહજાર ધર્મવીરાને દીક્ષા આપી, અને આહાર સાધ્વી કરી, કેટલાએકને સમકિતધારી કર્યા, કેટલાએકને બારવ્રતધારી શ્રાવક બનાવ્યા, અને સમતા ગુ. સુથી વૈર–વિરાધ શમાવી, તેમણે દ્વારા છવાના ઉપકાર કર્યા. ४२८ પ્રિય વાંચનાર ! જો તારામાં શ્રાવક ધર્મ હોય, અને તે સમ્યકત્વને સ્વાદ સ’પાદન કથા હોય, તે। આ મહાનુભાવ શ્રીચંદ્ર કેવળને પક્ષ પ્રણામ કરજે. તેમનું આવત જીવન ચરિત્ર વાંચવાથી જો તારામાં કૃતજ્ઞતા અને ધાર્મિક શ્રદ્દા પ્રગટ થઇ હોય, તે તે મોક્ષગામી મહાશયના જગત પ્રત્યેના ઉપકારનું સ્મરણ કરજે અને તેમના જેવું પવિત્ર જીવન મેળવવાની ભાવના ભાવી, તારા હૃદયમાં ઉમદી આશાને અવકાશ આપજે. આવા ૫રેપકારી જૈન વીરેાથી ભારતમાં જૈન શાસનનેા ઉદય થયા છે. ભારતની આર્ય પ્રજાનાં હૃદયા તેવા પુરૂષોએ ખેચ્યાં છે. યાધર્મરૂપ કલ્પવૃક્ષને સિંચન કરનારા જૈનના મહાત્માએજ થયા છે. તેમની ધર્મ કીર્ત્તિ ભારતના ચારે ખુણામાં પ્રસરેલી છે, અને ભારતી પ્રજા તેમનું યશોગાન અદ્યાપિ પણ કર્યા કરે છે. પ્રકરણ ૭૩ મુદ્ર ઉપસ’હાર. આ વિશાળ ભરતક્ષેત્ર ઉપર આર્હત ધર્મના રધા અનતા થઈ ગયા છે, અનંત ચાવીશીએમાં અનંત જીવાએ અર્જુન નામ સંપાદન કરી, આર્દ્રત શાસનને દીપાવ્યું છે, અનત કેવળી ઉત્પન્ન થઇ, અસંખ્ય ભવિના ઉદ્ધારક થયા છે, તે માંહેલા આ એક શ્રીચંદ્ર દેવળો પણ થઇ ગયા છે. તે મહાનુભાવે પોતાના ચમત્કારી ચરિત્રથી ભારતની જૈન પ્રજાને ચકિત કરી હતી. તે મહાશયે બાર વર્ષ કુમારપણામાં, એકસે વર્ષ રાજ્યાવસ્થામાં, આ વર્ષે છદ્મસ્થાવસ્થામાં અને પાંત્રીશ વર્ષ કેવળ પયાયમાં, એમ એકસો ને પ ંચાવનનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438