Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 435
________________ ઉપસંહાર ૪૨૯ પિતાના સર્વ જીવનમાં તે ધર્મવીરે આંબિલ વિદ્ધમાન તપને પૂર્ણ પ્રભાવ દર્શાવ્યું હતું, અને એ મહાતપનું યશગાન ભારતની જન પ્રજા પાસે કરાવ્યું હતું. આ મહમંડળમાં આંબિલ તપના મોટા મહિમાનું પૂર્ણ દ્રષ્ટાંત શ્રીચંદ્ર એકજ છે. એ તપને તેજસ્વી સૂર્ય શ્રી ચંદ્રરૂપ ઉદયાચળ ઉપર એક વાર ઉદિત થયો હતો. કેવળજ્ઞાનથી વિભૂષિત એવા શ્રીચંદ્ર કેવળી ભારતની જૈન પ્રજાની આગળ વહેંમાન તપને પ્રભાવ દર્શાવી, આ વિશ્વમાંથી વિદાય થયા હતા. અંત સમયે સંગી ગુણ સ્થાનમાં રહી, શેલેષી કરણથી સ્થિરતા મેળવી, અને અયોગી કરણમાં આવી, આયુષ્ય સમાપ્ત થતાં કર્મની નિર્જરાથી તેઓ નિર્વાણ પદને પામ્યા હતા. તે કાળે એ મહાનુભાવ અનશન કરી, અશરણ ભાવનાપૂર્વક ઉત્તમ ધ્યાનમાં આરૂઢ થયા હતા. શ્રીચંદ્ર કેવળીના પરિવારમાં ગુણચંદ્ર વિગેરે મુનિવરેએ પણ ઘાતી કર્મને ક્ષય કર્યો હતે. ચંદ્રકળા વિગેરે સાધ્વીઓ પણ એક ભવમાં સ્વર્ગે જઈ છેવટે કેવળજ્ઞાનની સહાયથી મેક્ષની અધિકારિણી થઈ હતી. વાંચનાર ! હવે તારી મનોવૃત્તિમાં નિશ્ચય થ હશે કે, જૈન વીર મંડળમાં વિખ્યાતિ ધરાવનારા શ્રીચંદ્ર પોતાના જીવનમાં વિજય મેળવી, અને વર્ધમાન તપને મહાન પ્રભાવ પ્રગટ કરી, ધાર્મિક જીવનને સુધાર્યું હતું. શ્રીચંદ્ર દ્રઢપ્રતિ સજીવ થઈ ગયો છે. શુદ્ધ ધાર્મિકતા તેના જીવનનું ભૂષણ હતું, ઉત્તમ શિક્ષણ અને વિરત્વ તેના ચિત્તને વિનોદ આપનારાં હતાં. તે મહાવીરે પિતાના બધા જીવનમાં ધર્મને માટેજ આત્મ સમર્પણ કર્યું હતું. છેવટે તેની છેલ્લી લીલા કેવળજ્ઞાનમાં જ પૂરી થઈ હતી. આ માનવ જીવનમાં આનંદની હદ નથી. ધર્મથી અજીવ રાશિમાંથી જીવરાશીમાં આવીને અહંત પદ સુધી પણ પહોંચાય છે. મૃત્યુના સ્મરણથી જીવતા માણસનું મન ધર્મને માટે તૃષિત થાય, પણ તેને ઉન્નતિના માર્ગમાં દ્રઢતાથી લઈ જવાય, એ વાત શ્રીચંદ્ર આપણને કબુલ કરાવી છે. સંસાર અસ્થિર છે, એ વાત પૂર્વથી જ સિદ્ધ થતી આવી છે, તથાપિ તેવા અસ્થિર પદાર્થમાં રહીને અખંડ આનંદની સ્થીરતા પ્રાપ્ત કરી શકાય, એ વાતને ઉત્તમ બેધ આવા મહાનુભાવના ચરિત્રથી આપણને મળે છે. એ બોધને હદયના ઉંડા પ્રદેશમાં સ્થાપી | આવા મહાન નરના ચરિત્રનું થોડે ઘણે અંશે અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે, અને ? આંબિલ વર્ધમાન જેવી તપસ્યાઓ આચરી સુકૃતની શ્રેણીના સુખમય ભાવી ભાવ તરફ પૂર્ણ શ્રદ્ધા રાખવી, એજ જૈન જીવનનું સાફલ્ય છે. તે સાફલ્ય સંપાદન કરવાને તનવિમળસૂરિનું નીચેનું પદ્ય સદા સ્મરણમાં રાખવું જોઈએ. ફળીઓ ફળીઓરે મુજ અંગણ સુરતરૂ ફળીઓ, શ્રી જિનરાજ કૃપાથી સંપ્રતિ થે, સવિથી હું બળીયેરે. મુજ. એ આંકણી. એ શ્રીચંદ્ર ચરિત્રને ભણતાં, અનુભવ આવી મળી, તવ નવ પદનું ધ્યાન ધરત, મેહ મિયા મત ટળી રે, મુજ, ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438