Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 431
________________ શ્રીચંદનું સંયમ રાજ્ય. કર૫ સૂરીશ્વરે ચતુર્વિધ સંઘની સમક્ષ વિધિ મંત્રના ઉચ્ચાર સાથે શ્રીચંદ્રને દીક્ષા આપી. કુશસ્થળીના સંઘની ચતુર્વિધ પ્રજાએ પિતાના પૂર્વપાલક મહારાજાની ઉપર વાસક્ષેપ નાખે, તે વખતે વાજિના અને જયકારના ધ્વનિથી ગગન મંડળ ગાજી રહ્યું. કુશસ્થ ળીના વિશાળ રાજ્યના મહારાજા હવે સંયમ રાજ્યને મહારાજ થ. ધર્મઘોષસૂરિએ ઉંચી ઘોષણા કરી, પિતાના રાજર્ષિ શિષ્યને સંયમની ગ્રહણ અને આવનારૂપ બે પ્રકારની શિક્ષા આપી. ચારિત્ર ધર્મના બધા નિયમો શીખી, રાજર્ષિ શ્રીચંદ્ર એક પ્રવીણ મુનિ થયા. તે મની સાથે બીજા રાજ્યના કુટુંબ વર્ગે અને રાજકીય પુરૂએ પણ દીક્ષા લઈ, પોતાનાં શ્રાવક જીવન કૃતાર્થ કર્યો. રાજર્ષિ શ્રીચંદ્રનું પ્રવર્તન જેવી રીતે ગ્રહવાસમાં ઉત્કૃષ્ટ હતું, તેવીજ રીતે તેનું પ્રવર્તન સંયમ માર્ગમાં પણ ઉત્કૃષ્ટ રીતે પ્રવર્તતું હતું. એ રાજર્ષિના ચારિત્ર ગુણનું યશગાન ભારતવર્ષ ઉપર ચારે તરફ થવા લાગ્યું. રાજકવિઓ અને ધર્મ કવિએ તેના ચારિત્ર ગુણનું અલંકારિક યશોગાન નીચેના કાળથી કરતા હતા. અધ્યાતમ પરિમલ ફળે, વિરતિ પુલી વનરાય, કુમલી અવિરતિ માલતી, વિકસિત શુભ પર્યાયસુમતિ કોકિલા ગહગહી, સંયમ અંબને પિષ, ચરણ કરણે ફુલ્યો ફળે, મંજરી સરસ વિશેષ. સમ રસ જળનાં છાંટણાં, શુભ રૂચિ લાલ ગુલાલ, કરૂણરસ બધિ ભલી, સુકથા કથન બહુ ખ્યાલ. મૃત ઘોષાદિક અતિ ઘણું, માદલના દેકાર, ઉચિત વિનય ભાણે કરી, ગુંજે ઉપકૃતિ તાલ. ભંભા ભેરી ન ફેરીયા, ભુંગલ જે નય વાદ, વિવિધ હેતુ ઈદે કરી, ચાલે તેહ સંવાદ. ચઉવિધ સત્ય ઉદારતાદિક બહુલાલંકાર, અદ્ધિ સિદ્ધિ અણિમાદિકા, લબ્ધિ તે વિનતા સાર. સુમતિ ગુપ્તિ પરિવાર શું, વિવેક વૃંદાવન માંય, બાર ભાવના ભાવતા, (તે) તાનના રસ સુખદાય. ગારવ રજને શમાવતા, માયા રજની વિરામ, ધર્મ ધ્યાન સિંહાસને, ઉદ્યમ છત્ર ઉદ્દામ. ચામર તપ બહુ ભેદના, ગરવો ગુહિર નિશાણ, ઋષિ રાજા એણી પર રમે, ચરણ વસંત મંડાણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438