Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 429
________________ શ્રીચંદનું સંયમ રાજ્ય. ૪૨૩ પિતાના જીવનને ચારિત્ર ગુણ તરફ દોરી જવાની ઇચ્છાથી શ્રીચંદ્ર પિતાનાં સમૃદ્ધિવાળાં રાજ્યો તે ગુણ પુત્રોને વહેંચી આપ્યાં હતાં. પ્રથમ જ્યેષ્ઠ પુત્ર પૂર્ણ ચંદ્રને પિતાના વડિલોપાર્જિત કુશસ્થળીને રાજ્ય ઉપર બેસાયો હતો, તેને રાજ્યાભિષેક મેટા ઉત્સવથી કરવામાં આવ્યો હતો. બીજા કનકસેન કુમારને નવલાખ દેશનું રાજ્ય આપ્યું હતું. શ્રીમલ્લ નામના કુમારને કુંડળપુરનું રાજ્ય અને રત્નચંદ્ર કુમારને વૈતાઢય ગિરિનું રાજ્ય આપ્યું હતું. મદનાના પુત્ર મદનચંદ્રને મલય દેશને રાજા કર્યા હતે. કનકચંદને કર્કોટક દેશનું રાજ્ય આપ્યું હતું. તારાચંદ્રને નંદીપુરનું રાજ્ય સેપ્યું હતું, અને શિવચંદ્રન અંગ દેશ ઉપર રાજ્યાભિષેક કર્યો હતો. આ પ્રમાણે પિતાના બધા પુત્રોને ગ્યતા પ્રમાણે રાજે વહેંચી આપી શ્રીચંદ્ર નિશ્ચિત થયે, અને હવે તે સંયમ રાજ્યની લગામ લેવા સર્વ રીતે તૈયાર થયો હતો. દ્રવ્ય રાજ્યથી પરમ સંતુષ્ટ થયેલા શ્રીચંદે હવે ભાવ રાજ્યના સિંહાસન ઉપર આરૂઢ થવાની ઈચ્છા કરી. તેણે આ સંસારનાં સ્વરૂપ તરફ અનિત્ય ભાવના જાગ્રત કરી. તેણે વિચાર્યું કે, આ સંસારના પદાર્થો ક્ષણિક છે, રાજ્યવૈભવ વિધુતની જેમ અસ્થિર છે, કમળની પાંખડીરૂપ પડેલાં જળનાં બિંદુની જેમ આ જીવિત ચપળ છે, સ્ત્રી, પુત્ર, અને પરિવાર અતિથિની જેમ ગ્રહવાસમાં આવે છે, અને જાય છે, માટે હવે સંયમ સાધી આત્મસાધન કરવું એગ્ય છે. પુનઃ પુનઃ આ માનવજન્મ પ્રાપ્ત થતો નથી, માનવજન્મરૂપ ચિંતામણિ રત્નને વ્યર્થ રીતે ગુમાવી દેવું ન જોઈએ. આ પ્રમાણે શ્રીચંદ્ર વિચાર કરતા હતા, ત્યાં એક વનપાળ દોડતો આવ્યો; તેણે આવી મહારાજાને ખબર આપ્યા કે, મહારાજ ! આપણું ઉદ્યાનમાં ધર્મશેષ સૂરીશ્વર પરિવાર સહિત સમોસ છે. આ વધામણું સાંભળતાં જ શ્રીચંદ્રને હર્ષોલ્લાસ પ્રગટ થઈ આવ્યો તેણે પ્રસન્ન થઈને વનપાળને સાડીબાર કેટી સુવર્ણનું ઇનામ આપ્યું, અને તરતજ સૂરીશ્વરની પાસે જવાને મોટા આડંબરથી તૈયારી કરી. મહારાજાની આજ્ઞાથી રાજ્યની તમામ રીયાસત તૈયાર થઈ ગઈ. ચતુરંગ સેના એકત્ર થઈ રાજકુટુંબ પરિવાર સાથે તૈયાર થઈ ગયું. મંત્રીશ્વરો અને સામંતો પિતાના પરિવાર સાથે મહારાજાની સમક્ષ હાજર થઈ ગયા. પછી મેરા ઠાઠમાઠથી શ્રીચંદ્રની સ્વારી સૂરીશ્વરની સન્મુખ ચાલી. ચંદ્રકળા વિગેરે રાણઓ, ગુણચંદ્ર વિગેરે મંત્રિઓ, સેનાપતિ, નગરશેઠ અને પાર વર્ગ તમામ મંડળ મહારાજાની સાથે ચાલ્યું. ઉદ્યાનની પાસે આવી તે સ્વારી ઉભી રહી. શ્રીચંદ્ર પાંચ અભિગમ સાચવવાને ચામર, છત્ર, વાહન, શસ્ત્ર અને મુગુટ, એ પાંચ રાજચિહું દૂર કયાં. વિધિથી ગુરૂને વંદના કરી, કુશસ્થળીને પૂર્વ રાજા ગુરૂ વાણીરૂપ સુધારસનું પાન કરવાને આતુર થઈ, એક ચિત્ત સૂરીશ્વરની સામે બેઠો. સૂરીશ્વર બોલા–ગુણવાન રાજેંદ્ર ! આ મનુષ્યભવ દશ દ્રષ્ટાંતથી દુર્લભ છે, તેમાં આદેશ, ઉત્તમ કુળ અને નિરોગી શરીર, એ ઉત્તરોત્તર વિશેષ દુર્લભ છે, માટે વિષય, કમાન્ડ વિગેરે દુર્ગાને છોડી ધર્મનું સાધન કરવું એજ ખરૂં કર્તવ્ય છે. ઇકિયાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438