Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 428
________________ ४२२ આનંદ મંદિર, વિહાર કરી, મહાન ઉપકાર કર્યા કરે છે, પિતાની દેશનાથી અનેક ભવ્યોને પ્રતિબંધ આપે છે, તેમનાં દર્શનથી જ ધણાએ સંયમના આરાધક થઈ જાય છે, તેમને વંદના કરવામાં હમનાં પરિણામ દિવ્ય થઈ જાય છે. આ પ્રમાણે પિતાના સંચમધારી તિનું માહાત્મ ભરેલું ચારિત્ર સાંભળી શ્રીચંદ્રના હૃદયમાં ચારિત્રબળ પ્રગટ થઈ આવ્યું. તેની પવિત્ર મનોવૃત્તિમાં ધર્મની પ્રબળ વાસનાઓ બંધાઈ ગઈ; સ્તજ તેણે નિશ્ચય કર્યો કે, હવે આ શ્રાવક જીવનને કૃતાર્થ કરવાને માર્ગ શોધવે જોઈએ. પિતાશ્રીએ પોતાના પશ્ચિમ જીવનને સુધાર્યું છે, તેમને પગે ચાલી મારે પણ જીવનને સુધારવું જોઈએ. આ વિચાર કરી, મહાનુભાવ શ્રીચંદ્ર પિતાની પૂર્વોપાર્જિત વિદ્યાઓને ઉપયોગ ધર્મ કાર્યમાં કરવા માંડે. ચમત્કારી વિમાન બનાવીને વિધિ પ્રમાણે જિન યાત્રા કરવા માંડી. ઘણી વાર મેટા સંઘ કાઢીને પિતાના નરભવને સાર્થક કરવા માંડયો, માનવ જીવનને પૂર્ણ લાભ લેવાની ઇચ્છાથી તેણે દીન અને યાચકોને અગણિત દાન આપવા માંડયાં. - પ્રિય વાચક ગણ જે તમારે માનવ જીવન કૃતાર્થ કરવા આહત ધર્મરૂપ અમુક લ્ય રત્ન સંપાદન કરવું હોય, તો આપણી વાર્તાના નાયક શ્રીચદ્રનું આ છેલ્લું જીવન ચરિત્ર એક ચિત્તે વાંચી તેનું મનન કરજે. ધમવીર શ્રીચંદ્ર પિતાની ઉત્તર વયમાં ધર્મનાં મહાન કાર્યો કરવા માંડ્યાં હતાં. વૈતાઢય તથા નંદીશ્વર ઉપર રહેલાં શાશ્વત ચેત્યોને પણ શ્રીચંદ્ર સહકુટુંબ વાંદવા ગયે હતો. તે મહાનુભાવ અઢાર પ્રકારે કુશળતા કરી સૈની સાથે પ્રેમ રાખત, અને શ્રાવકના નિયમોને પાળતા હતા. અહ૫ સમયમાં તે તે ધર્મ મહાનુભાવે ભારતની ભૂમિને જિન ચેથી મંડિત કરી દીધી. ચની શ્રેણી જાણે ભૂમિરૂ૫ ભામિનીને હાર હોય, તેમ શોભતી હતી, તેણે ચૈત્યોની ઉપર એટલાં બધાં તારણો અને ધ્વજાઓ ઉન્નત કર્યા હતાં કે, જાણે તેના યશના રાશિઓ હોય, તેવાં તે દેખાતાં હતાં. સાત વ્યસનને દૂર કરનારા શ્રીચક્રે સેંકડો જિનબિંબની સ્થાપના કરી હતી, અસંખ્ય ધર્મશાળાઓ બંધાવી હતી, અને સેંકડે જ્ઞાનના ભંડાર ભરાવ્યા હતા, તે સિવાય બીજી શુભ કરણી તે અપરંપાર કરતો હતો. પિતાની પત્નીઓની સાથે રથયાત્રા કરી, જિનાલયમાં વિવિધ જાતની પૂજાએ ભણાવતા હતા. ટુંકામાં તે મહાનુભાવે પિતાના શ્રાવક જીવનને ઉન્નતિના ઉંચા શિખર ઉપર મુક્યું હતું. આ પ્રમાણે ધાર્મિક માર્ગમાં પ્રવર્તતે શ્રીચંદ્ર ધર્મ, અર્થ, અને કામ, પરસ્પર નિરાબાધ રીતે સાધતો હતે. સ્વદાર સંતોષથી વર્તનારા તે ધર્મવીરને સોળ પુત્રો, અને સત્તર પુત્રીઓ થઈ હતી. એ સર્વમાં પૂર્ણચંદ્ર નામે એક પ્રતાપી પુત્ર હતા, તે સર્વ કળાઓને ધારણ કરનાર, અને માતા પિતાની ભક્તિવાળે હતે. કેટલાએક ગુણમાં તે તે શ્રીચંદ્રનું પ્રતિબિંબરૂપ હતું, બીજા પુત્ર પણ સર્વ કળાઓમાં પ્રાવીણ્ય મેળવી,. પિતાની ધર્મ તથા નીતિની કીર્તિને વધાસ્તા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438